Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Crime Romance Tragedy

3  

Irfan Juneja

Crime Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૨૫

હમ તુમ્હારે હૈ સનમ - ૨૫

9 mins
14.1K


આયત અને અક્રમ હોસ્પિટલના બાકડે બેઠા હોય છે.

"મને ખબર છે ભાઈજાન તમેં શું કહેવા માંગો છો. મારી અમ્મી જે આગમાં બળે છે એ આગમાં બધાને બાળશે. પહેલા મારા અબ્બુને અને હવે મને અને અરમાનને... પણ આનો જો એ જ રસ્તો છે તો હું કહીશ અરમાનને કે ન આવે. કાલે એ જશે એને મારી કસમ આપીશ. કેટલા વર્ષ એક કે બે ?"

"બસ એક જ... "

"ભાઈજાન અગિયાર મહિના પડયા રહેશે. હુતો એના વગર એક મહિનામાં જ મરી જઈશ."

"મને ખબર છે.... આયત..."

"ભાઈજાન તમને કઈ જ ખબર નથી.. એતો હું ને મારો અરમાન જ જાણીએ છીયે."

"હું સમજી શકું છું તમારી હાલત."

"ચાલો ભાઈજાન હવે ઘરે જવાનો સમય થયો છે. હું અબ્બુને જોતી આવું."

આયત ઉભી થઇને એના અબ્બુને જોવા જાય છે. ત્યાં રુખશાના આવે છે.

"આબિદ અલીને જોયા તે ?"

"એ રાજકોટ ચાલ્યા ગયા. " અક્રમ ગુસ્સામાં જવાબ આપીને નીકળી જાય છે.

અહીં અરમાન એના નાની પાસે બેઠો હોય છે.

"નાની એ કહો આ બાબા જે કહે છે કોઈ બીમાર થઇ જશે, કોઈ મરી જશે એ સાચું હોય છે ?"

"બેટા એ તો બાબા પર નિર્ભર કરે. ઘણા બાબા સાચા પણ હોય છે."

"આવું ન બોલો નાની. હું એના વગર મરી જઈશ."

"આવું કેમ બોલે છે. હિંમત રાખ સુલેમાન સાજો થતા જ તારા લગ્ન કરાવીશ."

"ના નાની. એક બાબા એ આવી જ વાત કહી છે કે મારા અને આયતના લગ્ન નહીં થાય."

"હે... એવું ક્યાં બાબા એ કહ્યું. એ બાબાનું નખ્ખોદ જાય એની હિંમત કેમની થઇ આવું બોલવાની."

"આવું ન બોલો નાની એ બાબા બહુ હિસાબ લગાવવા વાળો છે. "

"એ બાબા નહીં હોય બેટા કોઈ ફ્રોડિયો હશે. તું આવી વાતો મન પર ન લે."

"નાની ક્યારે આવશે આયત. બહુ રાત થઇ ગઈ છે."

"આવતી જ હશે. જા તું ટીવી જો... ક્રિકેટ મેચ ચાલે છે."

અરમાન બીજા રૂમમાં ટીવી જોવા જતો હોય છે. એ જુવે છે સારા નમાજ પઢીને પાણી દમ કરીને પી રહી છે. અચાનક એને અંતરાસ જાય છે. અરમાન દોડીને અંદર જઈને એને ગળે લગાવી લે છે અને પાછો નાની પાસે આવીને બેસી જાય છે.

"તું બેટા મેચ જોવા ન ગયો ? એ આવતી જ હશે રસ્તામાં હશે."

"હા નાની એના વગર મન નથી લાગતું."

સારા ત્યાં આવે છે.

"નાની મેં બધા વાસણ સાફ કરી લીધા છે અને બધું ગોઠવી દીધું છે. હવે હું જાઉં કાલે આવી જઈશ."

"હા બેટા જા. અલ્લાહ તારું ભલું કરે."

"ચાલો અરમાન મને મૂકી જાઓ રાત થઇ ગઈ છે."

"હું તને મુકવા આવું ?"

"હા તો તું નહીં તો કોણ જશે બેટા. તારી નાની બેન છે મૂકીને આવ." નાની બોલ્યા.

અક્રમ ગુસ્સામાં એને મુકવા જાય છે. સારા એની સાથે સાથે ચાલે છે.

"તમે અંતરાસ નો ટુચકો તો શીખી લીધો પણ કોઈ બીજી છોકરી પર એ ના કરતા નહીંતર એ પણ મારી જેમ તમારા પ્રેમમાં પડી જશે અને પછી તદપશે"

"સારા તું હવે હું જ્યાં સુધી આયતના ઘરે છું આવતી નહીં સમજી. નઈ તો મારો ગુસ્સો તે જોયો નથી."

અરમાન આટલું કહી સારાને ઘરે મૂકીને જાય છે. સારા અંદર આવે છે. એના અમ્મીને બધા જમવા બેઠા હોય છે.

"સારા આવી ગઈ બેટા. ચાલ આવીજા જમી લે સાથે."

"ના અમ્મી હું જમીને આવી."

આટલું કહીને સારા પોતાના રૂમમાં જતી રહે છે.

"આયતના અબ્બુ ની આવી હાલત છે એટલે સારાનો મૂડ સારો નથી હોતો. તમે પણ જોઈ આવો એમને." સારાના અમ્મી એના અબ્બુને કહે છે.

"હું ગયો હતો પણ અરમાન અને એના નાની જ હતા. બીજું કોઈ નહોતું." સારાના અબ્બુ એ જવાબ આપ્યો.

અહીં રૂમમાં અરીસા સામે બેઠા બેઠા સારા પોતાને જોયા કરે છે. કાનમાં ઇયરીંગ, હાથમાં ચુડી, હોઠો પર લિપસ્ટિક , આંખમાં કાજલ લગાવીને અરીસામાં આટલી રાત્રે તૈયાર થઇ રહી હોય છે. એટલામાં સારાના અમ્મી આવે છે. એને જોઈને અચંબિત થઇ જાય છે.

"શું વાત છે ? આજે એવું તો શું જોઈને આવી છો ? કરાવી દઉં તારા લગ્ન લિયાક્ત સાથે કે પછી મારી બેનનો દીકરો છે આસિફ એની સાથે ?" સારાના અમ્મી એને જોતા જ બોલે છે.

"અમ્મી એ આસિફ માટે હું નથી બની. આવી વાત ન કરતા."

"તો કોના માટે આટલી તૈયાર થાય છે. કોઈને મળી ને આવી છે ?"

"હા અમ્મી મળીને પણ આવી છું ને હા પણ કહીને આવી છું."

"હે ? કોણ છે એ ? આપણા સમાજ નો તો છે ને ? તારા અબ્બુ આપણા સમાજ બહાર કઈ કરવા નહીં દે.."

"અમ્મી આવું ન બોલો. આયત ના અમ્મી પણ આવું જ બોલે છે જુવો એની શું હાલત થઇ છે. એ આપણાં સમાજનો નથી પણ છે તો મુસ્લિમ જ."

"હા પણ નામ તો કહે"

"ના અમ્મી એ જયારે હા કહેશે ત્યારે કહીશ."

"બીજું શું કહીને આવી છે ?"

"અમ્મી કઈશ તો તમે ગુસ્સે થશો."

"બોલ તો ખરા."

"એ બે લગ્ન કરશે પહેલા મારી સાથે."

આટલું સાંભળતા જ સારાના અમ્મી એને એક થપ્પડ મારે છે.

"અમ્મી કેમ મારો છો , હું તો મજાક કરતી હતી કે હું આવું બોલીશ તો તમે શું કરો છો એ જોવા."

સારાના અમ્મી એને ગળે લગાવી લે છે. અહીં આયતના ઘરની ડેલી ખખડે છે. આયતની નાની બહેન દરવાજો ખોલે છે. આયતના અમ્મી અને આયત હોસ્પિટલએથી પાછા ફર્યા હોય છે.

"અમ્મી અબ્બુ ક્યાં છે ?"

"તારા અબ્બુ હોસ્પિટલ એ છે... "

આયત અને રુખશાના ઘરમાં આવે છે. રુખશાના નાની પાસે જાય છે.

"સલામ અમ્મી જી..."

"વાલેકુમ સલામ. તું આવી ગઈ ? સુલેમાન આવ્યો ?"

"હા હું આવી, સુલેમાન તો હોસ્પિટલમાં છે. દસ બાર દિવસ રાખવો પડશે એને."

"તો તું કેમ આવી ગઈ ? ત્યાં એની પાસે કોણ છે."

"હું શું કરું ત્યાં રહીને બહુ સેવા કરી લીધી બે દિવસ હવે તો ડોક્ટરનું કામ છે એ કરશે. અને અક્રમ છે ત્યાં."

"તારો પતિ આ હાલતમાં છે ને તું આવી ગઈ શરમ નથી આવતી તને ?"

"પણ ત્યાં રહી ને કઈ કામ હોય તો ને અને અહીં ઘરનું પણ જોવાનું ને."

"આબિદ અલી ગયો ?"

"આબિદ અલી ગયો નઈ સંતાઈને નીકળી ગયો. બીજા માટે કોણ આટલા દિવસો રે હોસ્પિટલમાં, અરમાન ગયો ?"

"ના એ ટીવી જોવે છે બાજુના રૂમમાં."

"લો આને જલ્સા છે. ઘરવાળા ઘરે નઈને ચોર ને કોઈ રોકવા વાળું નહીં."

"રુખશાના આવું ન બોલ અરમાન મારી સાથે આવ્યોને મારી સાથે જ જશે."

અહીં આયત જમવાનું બનાવે છે એના અમ્મી માટે. અરમાન ત્યાં આવીને બેસે છે.

"હોસ્પિટલથી આવી ગઈ ? કેમ છે માસા ને ?"

"સારું છે."

"શું કે છે ડોક્ટર ક્યારે સારું થશે."

"ટાઈમ લાગશે."

"આમ કેમ વાત કરે છે આયત."

"તો કેવી રીતે વાત કરું અરમાન ?"

"મારી કોઈ ભૂલ થઇ છે આયત ?"

"ના અરમાન તમારી ભૂલ નથી થઇ.. બસ કાલે તમે ઘરે જતા રહેજો."

"આવું કેમ કે છે ? હું જઈશ તો પછી નહીં આવું."

"અરમાન પેહલા હું તમારા ગુસ્સાથી ડરતી હતી હવે તમારી ધમકીથી ડરું છું. આપણે બહુ ખરાબ રીતે ફસાઈ ગયા છીયે અરમાન."

"એટલે શું કહેવા માંગે છે તું ?"

"રાત્રે ઉપરના રૂમમાં આવજો અમ્મી સુઈ જાય પછી. તમને બધી જ વાત કહીશ."

આયત એના અમ્મી ને જમવાનું આપવા જાય છે. રુખશાના એની અમ્મી સાથે વાતોમાં ગુસ્સો કરી રહી હોય છે.

"અમ્મી જમવાનું લાવી છું લો જમી લો."

રુખશાના હાથના એક જ ઝપાટે બધું ખાવાનું નીચે ફેંકી દે છે.

"આ તારી નાનીને ખવડાવ. મારે કઈ નથી જમવું."

"બેટા તું આ બધું જમવાનું નીચે થી ઉઠાવી લે. એ ગુસ્સે છે. હોસ્પિટલમાં પણ તમાશો કરી ને આવી છે, તું જમી લે બેટા જા."

આબિદ અલી એની પત્ની અનિશા સાથે રાજકોટ પોતાના રૂમમાં બેઠો હોય છે. હોસ્પિટલમાં જે બન્યું એ વિષે ની વાત એ અનિશાને કરે છે.

"અનિશા રુખશાનાને મનાવવાની બધી કોશિસ નાકામ ગઈ. એતો બસ રાહ જોઈને બેઠી હતી કે સુલેમાન મરે ને એ મારી ગળે વળગી જાય."

"આટલી બધી નફરત ? એના પતિની મોતની રાહ જુવે ?"

"અનિશા એ બધા સામે જ સુલેમાનને પ્રેમ કરે છે એમ કહે છે પણ એ વાસ્તવમાં કંઇક અલગ જ છે..."

"હા એ તો મને ખબર જ છે. બદલાની આગમાં એ કોઈને નહીં મૂકે."

"અનિશા એના મનમાં શું ચાલે છે એ કોઈ નથી જાણતું તારી અમ્મી પણ નહીં."

"તમને ત્યાં જોઈને તો બહુ ખુશ થતી હશે. શક નથી કરતી એની ફિતરત જાણું છું."

"અનિશા અરમાનને આયત આનો ખોટો શિકાર બન્યા છે."

"આબિદ અલી મારે તમારી સાથે લગ્ન જ નહોતા કરવા જોઈતા."

"આવું ન બોલ અનિશા.તે ન કર્યા હોત તો પણ હું એની સાથે ન કરત. એને મને ચિટ કર્યો હતો."

"આબિદ અલી બધાએ એકએક વાર તો બધાને ચિટ કર્યા છે. બસ બધાને પોતાની ભૂલ જ નથી દેખાતી."

"પણ હવે આનો રસ્તો શું છે ?"

"આબિદ અલી તમે કહો છો ને કે મારી અમ્મીને એની ખબર નથી, મારી અમ્મી અને મારી બધી બહેનોને એની ખબર છે. એના મનમાં શું ચાલે છે એ અમે જાણીએ છીએ. સુલેમાનની હાલત શું છે ?"

"એ તો બિચારો જીવતા જીવ મરી ગયો છે. જો ધ્યાન નહીં આપવામાં આવે તો મરી જશે અને રુખશાના એ જ રાહ જોઈ ને બેઠી છે."

"ક્યારે મરશે સુલેમાન ?"

"એટલે ? શું કહેવા માંગે છે તું ?"

"એમ કહું છું ક્યારે મરશે સુલેમાન... સુલેમાન ના મરતા જ એના શોકનો સમય પૂરો થયાની તારીખના બીજા જ દિવસે ગોઠવો પ્રોગ્રામ. એની સાથે બેસીને કરો સોદો. એ અરમાનને આયત આપે તો હું એને આબિદ અલી આપી દઈશ."

અહીં રુખશાના સુતી છે. એને સ્વપ્ન આવે છે કે રાત્રે એની ડેલી ખખડે છે. એ ખોલતા જ શાહીલ સામે હોય છે એ રડતા રડતા કહે છે કે કાકા હવે નથી રહ્યા. રુખશાના આ સાંભળી એને બધા સગાંવહાલાંને કહેવા કહે છે. એટલામાં એની નીંદર ખુલે છે. એ ચેક કરવા ડેલી એ જાય છે. પણ ત્યાં કોઈ જ નથી હોતું, રુખશાના વારંવાર ડેલી સામે જુવે છે કે હમણાં કોઈ અવાજ આવે. પણ કોઈ અવાજ ન આવતા એ અંદર જાય છે. અરીસા સામે ઉભા ઉભા એ પોતાના ચહેરા ને જુવે છે. મનોમન વિચારે કે એ સ્વપ્ન સાચુ થાયને આબિદ અલી પાસે ચાલી જાય.

અહીં અરમાન અને આયત ઉપરના રૂમમાં છે. અરમાન દીવાલને ટેકો લગાવીને ઉભો છે અને આયત પલંગ પર બેઠી છે.

"અરમાન તમને ખબર છે માસા સાથે મારી અમ્મીની સગાઈ હતી ?"

"હા એ મને ખબર છે."

"તમને એ ખબર છે કે એ સગાઇ કેમ તૂટી હતી?"

"ના ... પણ વાત શું છે ?"

"તમે બેસી જાઓ આ એક લાંબી વાત છે."

"ના હું અહીં જ ઠીક છું તું બોલ આયત."

"અરમાન હવે હું નાની નથી, એટલે હું સમજી શકું છું. કે હું તમને પ્રેમ નથી કરતી તમારી પૂજા કરું છું. બસ આજ રીતે મારી અમ્મીની સગાઇ પઁદર વર્ષ ની ઉંમરે માસા સાથે થઇ હતી. અમ્મી પણ એમની પૂજા કરતી હતી. પછી એમનાથી એક ભૂલ થઇ, ભૂલ નહીં પાપ. જો મર્દ કરે તો ભૂલ અને એક સ્ત્રી કરે તો પાપ. મારી અમ્મી તમારા અમ્મી પાસે રહેવા આવતી એ સમય એ તમારા અમ્મીના પહેલા પતિ એ એને પૈસા, ખાવા પીવાની, મોજ શોખની લાલચ આપીને ભોળવી લીધી. ગરીબ ઘરની છોકરી એની જાળમાં આવી ગઈ. પછી એ મારી અમ્મીને હોટેલ લઇ ગયો.ના સંબંધ જોયો કે ના ઉંમર બસ તૂટી પડ્યો."

"તું મારા અમ્મીના પહેલા પતિ ની વાત કરે છે ને ?"

"હા... એમની જ. પછી એને મોકો મળી જતો. એ અમ્મી ને આમ જ પોતાની હવસ પુરી કરવા ઉપયોગ કરતો. એક દિવસ તમારા અમ્મી એ એ બંનેને જોઈ લીધા. એ છોકરાઓને લઈને તમારા અબ્બુ આબિદ અલી પાસે આવી ગઈ. આબિદ અલી મારા અમ્મીને નાની પાસે મુકવા જતા હતા એ સમયે એમને કસમ આપીને અમ્મીને કારણ પૂછ્યું. અમ્મી એ સાચું કારણ કહી દીધું. આ સાંભળીને આબિદ અલી માસા એ અમ્મી સાથે લગ્નની ના કહી દીધી. અમ્મીને પોતાના એ પાપનું ભાન ન હતું એ તો એમ જ સમજી કે આબિદ અલી એ અનિશા માસીના કહેવાથી લગ્ન ન કર્યા. એ પછી અનિશા માસી અને આબિદ માસાના લગ્ન થયા, આ આગ હજી પણ મારા અમ્મીના મનમાં બળી રહી છે. બધા માટે ચોવીસ વર્ષ પસાર થયા પણ અમ્મી હજી એ ભૂલી નથી"

"આયત મને આ વિષે જાણ ન હતી. આના સિવાય છે કઈ ?"

"હા બધું તો આના પછી જ છે ને.તમને ખબર છે તમારા અમ્મીના પેહલા પતિ નું નામ શું હતું ?"

"અકબર..."

"હા એ અકબર એ તમારા અમ્મીને તલાક આપી અને બીજા લગ્ન કર્યા તમને ખબર છે એ અકબર સાથે તમારો કોઈ સંબંધ છે ?"

"એ નાલાયક સાથે મારો કોઈ નાતો નથી. "

"તમે નાલાયક ન કહો. એ પાપ છે. હું નાલાયક કહું તો ચાલે. તમને કોઈએ કહ્યું છે એની અને તમારી વચ્ચે શું સંબંધ છે ?"

"ના. શું સંબંધ છે ?"

(ક્રમશ:...)


Rate this content
Log in

Similar gujarati story from Crime