Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Abstract Others

1.0  

Irfan Juneja

Abstract Others

હમ તુમ્હારે હૈ સનમ - ૬

હમ તુમ્હારે હૈ સનમ - ૬

10 mins
15K


આયત બંનેને લિવિંગ રૂમમાં બેસાડે છે. અરમાન અને એનો કપ્તાન લિવિંગ રૂમમાં બેસે છે. શાહીલ આયત પાછળ પાછળ કિચનમાં આવે છે.

"કેમ આવ્યો છે એ અહીં...?"

"ભાઈજાન શાહીલ આ સવાલ તો હું તમને પણ પૂછી શકું કેમ આવ્યા છો તમે અહીં...?"

"મને કાકા કઈને ગયા છે તારી રખવાળી કરવાની..."

"અચ્છા... શાહીલ આ એના માસીનું ઘર છે. એ ગમે ત્યારે અહીં આવી શકે છે. એમાં કારણ જાણવાની જરૂર નથી."

"હું તારા મોટા બાપુજીનો દીકરો છું મારો હક છે અહીં આવવાનો એનો નહીં..."

"ભાઈ શાહીલ તમે તમારી ઘરે ચાલ્યા જાઓ. હવે મારી રખવાળી કરવાવાળો આવી ગયો છે..."

"અચ્છા... તો સાંજે આવવા દે કાકાને પછી જોવું છું તને..."

આટલું કહી શાહીલ ત્યાંથી ચાલ્યો જાય છે. આયત ચા બનાવીને ચાની ટ્રે તૈયાર કરીને લિવિંગ રૂમ તરફ જાય છે. દરવાજો ખખડાવે છે. અરમાન દરવાજો ખોલે છે. અરમાન અને આયત એક બીજાની સામે હોય છે.

"ચાય..." આયત ખૂબ જ મધુર વાણીથી બોલે છે.

"થેંક્યું..." અરમાન જે આમ તો ખૂબ ગુસ્સા વાળો છે અને વર્ધ બોલવાની આદત છે પણ આજે એના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો.

"તમે ચા પીવો અને અંદરથી દરવાજો બંધ કરી દો. કઈ જોઈએ તો અવાજ આપજો..."

"હા... સારું... તમારા બાપુજીનો દીકરો ચાલ્યો ગયો...?"

"હા, એ હમણાં જ ગયો..."

અરમાન આટલું બોલતા તો પરસેવા રેબઝેબ થઇ જાય છે. જાણે એ કોઈ પરીક્ષા આપી રહ્યો હોય એ ટ્રે લઇને કપ્તાન પાસે બેસે છે.

"કપ્તાન આજે તો પરસેવા છૂટી ગયા યાર... મને હતું કે આ કઈ બોલતી નહિ હોય પણ આજે એને એના મોટા બાપુજીના દીકરાની જે ઉધળી લીધીએ જોઈને હું તો દંગ રહી ગયો."

"એક કામ કર અરમાન હવે લેટરના આપ સીધી વાત જ કરી લે તું ભાઈ..."

"ના, કપ્તાન મારી જીભ નઈ ઉપડે..." અરમાનની નજર ત્યાં ટેબલ પર પડેલા એક ઓડિયો રેકોર્ડર પર પડે છે.

"કપ્તાન હું આમાં મારો અવાજ રેકોર્ડ કરી દઉં...?"

"શું તું આમાં લેટર વાંચીને રેકોર્ડ કરીશ?"

"ના ગીત ગાઈશ..." કપ્તાન આટલું સાંભળતા જ મોટેથી હશે છે.

"કપ્તાન તું હસ નઈ એક ગીત છે જે હું દિલથી ગાઉં છું એટલે મને એ સારું લાગે છે..."

અરમાન ગીત ગાવાની શરૂઆત કરે છે...

તુમ મિલે તો મિલ ગયા યે જહાં..

તુમ મિલે તો હર પલ હૈ નયા..

તુમ મિલે...

.

.

આયત બહાર બેઠા બેઠા આ અવાજ સાંભળી રહી અને મનોમન ખુશ થઇ રહી હતી. શાહીલે ઘરે પહોંચીને એના કાકા ત્યાં બાજુના ગામમાં લેન્ડ લાઈન પર કોલ કર્યો. ત્યાં મકાન માલિક જે અરમાન અને આયતના નાનાના બાજુના ઘરમાં રહેતા હતા એમને સુલેમાન ભાઈને બોલાવ્યા. દસ મિનિટ બાદ ફરીવાર રિંગ વાગી સુલેમાન ભાઈએ ફોન ઉઠાવ્યો.

"હાલો... કોણ...?"

"શાહીલ બોલું છું ચાચાજી... એક ખરાબ સમાચાર છે...?"

"શું થયું બેટા...?"

"ચાચાજી રાજકોટથી અરમાન આવ્યો છે. તમારા ઘરે બેઠો છે..."

"અરમાન...? એ ત્યાં શું લેવા આવ્યો છે. તું ત્યાં જ રહેજે અને એને પૂછ શું કામથી આવ્યો છે...?"

"ચાચાજી એ કહેતો હતો કે જૂનાગઢમાં મેચ હતી તો થયું મળતો જાઉં..."

"એ ખોટો છે... કઈ મેચ નઈ હોય.. એને ખબર હશે આજે અમે ઘરે નથી એટલે જ આવ્યો હશે... તું ત્યાં જ બેસજે..."

"ચાચાજી હું તો મારા ઘરે આવી ગયો થોડી વાર પહેલા આયત એ મને કહ્યું તારું અહીં કઈ કામ નથી તારા ઘરે જા..."

"તું બેટા ત્યાં જા... અને એ શું કરે છે ધ્યાન રાખ હું આવું જ છું..."

અરમાન આયતના નાના ભાઈ બહેન સાથે ફળિયામાં બેઠો હોય છે. એ એની બહેનોને ક્યાં ધોરણમાં ભણો છો? નામ શું છે એના પ્રેમથી સવાલો કરે છે. આયત પણ લિવિંગ રૂમની બહારના ભાગમાં પિલર પાછળ સંતાઈને સાંભળે છે.

"તમારી દીદી ક્યાં ધોરણમાં ભણે છે?"

"બારમામાં..." બાળકો જવાબ આપે છે.

"બેટા એમને પૂછ એ શેમાં ભણે છે..." આયત પિલર પાસેથી બોલે છે.

"મેં તો બારમી ભણી લીધી." અરમાન જવાબ આપતા આપતા ઉભો થઇને આયતની સામે પિલર પાસે આવી જાય છે.

"તમે બહુ ગુસ્સા વાળા છો..."

"ના, ના, હું નથી. તમને અત્યારે મારા ચહેરા પર ગુસ્સો દેખાય છે ?" આટલું બોલતા જ ડેલી ખખડવાનો અવાજ આવે છે.

"એ ફરીથી આવી ગયો..."

"કોણ ?"

"મારા બાપુજીનો દીકરો શાહીલ... એ કહેતો હતો કે તમે કેમ આવ્યા છો..."

"અચ્છા... ચાલો હું જ એને કહું છું હું કેમ આવ્યો છું..."

"ના ના... તમને મારી કસમ... ગુસ્સો ના કરતા..." આટલું બોલતા અરમાન આયત સામે એક પ્રેમ ભર્યા સ્મિત સાથે જુવે છે અને કહે છે.

"તમે ચિંતા ના કરો હું ગુસ્સો નહિ કરું. તમારી કસમ બસ..." એમ કરી એ ડેલી એ જાય છે અને ડેલી ખોલે છે. સામે શાહીલ અકળાઈને ઉભો હોય છે.

"ઓહો... તમે ક્યાં ચાલ્યા ગયા તા આવો આવો..." એમ કહી શાહીલ ને અંદર બોલાવે છે.

"શું ભણે છે ભાઈ તું.."

"બી.એસ.સી. કરું છું..." શાહીલ અકળાઈને બોલે છે.

"અચ્છા... જો ભાઈ શાહીલ હું કોઈ મેચ રમવા નહોતો આવ્યો. મને ખબર મળી તી કે માસી માસા ઘરે નથી તો થયું મંગેતરને જોતો આવું..."

"મને નથી લાગતું અહીં તમારી કોઈ મંગેતર રહે છે..."

"જો ભાઈ શાહીલ આયત મારી મંગેતર છે અને બધા કાન ખોલીને સાંભળી લે બાળપણની સગાઇ છે એની મારી સાથે..."

આયત પિલર પાછળ બેસીને આ સાંભળી ખુશ થાય છે. અરમાન બોલતા બોલતા પિલર પાસે આવે છે અને શાહીલને ન દેખાય એ રીતે પોતાના ખિસ્સામાંથી લેટર કાઢીને આયતના ખોળામાં નાખી દે છે. આયત એને દુપટ્ટામાં સંતાડી દે છે.

"ભાઈ શાહીલ ચાલ હવે હું નીકળું છું. જે કામ માટે આવ્યો હતો એ થઇ ગયું..."

"કાકા આવે છે. થોડી વાર રોકાઈ જાઓ..."

"ના હવે મારુ કામ પતિ ગયું. તારી સાથે અને માસા સાથે ફરી આવીશ ત્યારે મુલાકાત કરીશ... અને હા હું એકવાર મુલાકાતનું કહી દઉં તો મુલાકાત જરૂર કરું છું..."

આટલું કહીને અરમાન અને કપ્તાન નીકળી જાય છે. રસ્તામાં સારા બંનેને જતાં જુવે છે.

"ઊંચો કદ, ગોરી ત્વચા, ઊંડી આંખો... તમે રાજકોટથી આવ્યા છો?" અરમાન હામાં માથું હલાવતા કહે છે.

"તમારું નામ અરમાન છે?" અરમાન આ સાંભળીને આશ્ચર્ય પામે છે.

"હા અરમાન છે મારું નામ..." આટલું સાંભળતા જ સારા આયતના ઘર તરફ દોડતી જાય છે.

"એ મર્દનો દીકરો હોત તો માસાના આવવા સુધી રોકાતને.. કેમ ચાલ્યો ગયો.." અરમાનના નીકળ્યા પછી શાહીલ આયતને સાંભળવા લાગ્યો.

"સાંભળ્યું તો છે મર્દનો દીકરો. બીજીવાર આવે તો આજમાઈ લેજો..."

એટલામાં સારા આવે છે.

"આયત... આજે તો ચમત્કાર થઇ ગયો. ચાલ ઉપરના રૂમમાં બેસીએ મારે ઘણી બધી વાત કરવી છે..."

"અરમાન આવ્યો તો... શું વાત થઇ જલ્દી કે મને..."

"હા આવ્યો તો. આજેના ઘમંડ હતો ના ગુસ્સો ખુબ જ પ્રેમથી એને આજે મારી સાથે વાત કરી. એક લેટર આપીને ગયો છે."

"તે વાંચ્યો લેટર...?"

"ના આ શાહીલ જાય તો વાંચું ને... પણ મને કે તે એને ઓળખ્યો કેવી રીતે...?"

"જીવનમાં કોઈ છોકરાના આટલા વખાણ તારા મોઢે સાંભળ્યા'તા અને આજે એની ઊંડી આંખો જોઈને મને એમાં તારા માટે પ્રેમ દેખાયો..."

અરમાન ઓટો સ્ટેન્ડ એ પહોંચે છે ત્યાં એને યાદ આવે છે કે એના ગોગલ્સ અને વોચ તો એ ભૂલી ગયો કપ્તાનને કહીએ પાછો ઘરે જાય છે. ત્યાં આયત અને સારા ઉભા હોય છે. શાહીલ પર બેઠો હોય છે.

"મારા ગોગલ્સ અને વોચ ભૂલી ગયો છું. લાવી આપોને..." આયતને એ પ્રેમથી કહે છે.

આયત લિવિંગ રૂમમાં ગોગલ્સ અને ઘડી શોધે છે ત્યાં પાછળ અરમાન આવે છે.

"ક્યાં મુક્યા'તા ગોગલ્સ અને વોચ..." આયત શરમાતા પૂછે છે.

"મને યાદ નથી અહીં જ ક્યાંક હશે... કોઈ એ લેટર જોયો તો નથી ને..."

"ના..." આયત ગભરાતા જવાબ આપે છે.

"લેટર વાંચીને મને જવાબ જરૂર થી મોકલાવજો..."

"ના હું જવાબ નઈ મોકલવું.. રવિવારે તમારા અમ્મી અબ્બુ આવશે તો જવાબ મળી જશે..."

"મને બીજી કોઈ વાત નો ડર નથી બસ તમારા જવાબ ના આપવાનો ડર છે. હું જવાબ ની રાહ જોઇશ..."

આટલું કહી એ ગોગલ્સ અને વોચ લઇ ને બહાર આવે છે.

"તમે તો અત્યાર થી વસ્તુઓ ભૂલવા લાગ્યા..." સારા દરવાજા પાસે ઉભા ઉભા એની મસ્કરી કરતા બોલે છે.

"જયારે કોઈ પ્રેમાળ વસ્તુ મળી જાય એટલે આવી નાની વસ્તુઓ યાદ ન રહે..."

આટલું કહી ને અરમાન શાહીલ ને એક એટીટ્યુડ વાળો લુક આપી ને નીકળી જાય છે.

સારા અને આયત ઉપરના રૂમમાં જાય છે.

"આયત તું હવે લેટર વાંચ. હું દરવાજે ઉભી છું શાહીલ આવશે તો તારું નામ લઇને અવાજ કરીશ..."

આયત લેટર એનવેલોપ માંથી કાઢે છે ત્રણ પેજ નો લેટર એ વાંચે છે.

***

પ્યારી આયત,

મેં તને જોઈ ને જેતપુર ત્યાર થી મને પ્રેમ થઇ ગયો. શબ્દો નથી મળતા એ એહસાસ ને કેમ વર્ણવ્યું. આટલા શબ્દો લખવા પણ મેં આખી રાત કાઢી છે. માસુમ, શાંત સ્વભાવ એ મને તારો બનાવી દીધો છે.

માસા માસી ના વર્તન થી મને એ તો ખબર પડી ગઈ છે કે એ મને પસંદ નથી કરતા. પણ જો તું મને હા પાડીશ તો મને બીજા કોઈ ની પરવાહ નથી.

આ રવિવારે અમ્મી અબ્બુ આવશે. તારા અમ્મી અબ્બુ ના કહે કે હા. મને એ વાતથી મતલબ નથી. મને બસ એ જાણવું છે કે તું મને કેટલો પ્રેમ કરે છે.

તારા જવાબ ની રાહ જોઇશ

તારો અરમાન...

***

આયત આ લેટર વાંચીને ખૂબ ભાવુક બને છે. અરમાન એને ચાહે છે એ જાણી એ પણ ખુશ થાય છે. લેટર પૂરો થતા જ સારા આવે છે.

"શું લખ્યું છે એમાં?"

"સારા એ પણ મને ખુબ જ દિલથી ચાહે છે..."

"ઓહો... આયત... કેટલી ખુશીની વાત છે. ચાલ નીકાળ મન્નતના પૈસા..."

"હા સારા એના માટે તો હું મારી વ્હાલી વસ્તુ વેચીને પણ મન્નત પૂરી કરું. આપણી મન્નત પુરી થઇ. દરગાહ પર જઈને પ્રસાદ ચડાવીશું..."

અરમાન અને કપ્તાન રાજકોટ પહોંચે છે. અરમાન એના કપ્તાનનો ખુબ આભાર માને છે અને ગળે મળીને ઘરે જાય છે.

આયતના અમ્મી અબ્બુ પણ આવી જાય છે. આયતના અમ્મી આયતને લિવિંગ રૂમમાં બોલાવે છે.

"કેમ આવ્યો તો એ અહીંયા...?"

"અમ્મી આ સવાલ શાહીલ ભાઈ એ કર્યો ત્યારે પણ મેં કહ્યું તું કે હું એને કેમ પૂછું કે એ કેમ આવ્યા... એમના માસીનું ઘર છે અમ્મી..."

"એની હિંમત કેમ થઇ આવવાની અને આવવું હોય તો અમે હોઈએ ત્યારે આવે ને..."

"અમ્મી આ વાત તમે મને કહો છો એના કરતા રાજકોટ ચિઠ્ઠી લખો માસા ને કે એને અહીં ના આવવા દે."

"એ આવ્યો તો તું એને ના નતી કહી સકતી?"

"બીજીવાર આવશે તો ના કહી દઈશ અમ્મી..."

"હજી એ બીજીવાર આવવાનો છે...?" એમ કહી ને રુખશાના આયત ને એક થપ્પડ મારી દે છે.

"તે શાહીલ ને કેમ અહીં થી કાઢી મુક્યો તો..." આયત ના અબ્બુ બોલ્યા...

"એ સવાલ તો મારે તમને કરવો જોઈએ અબ્બુ કે શાહીલને તમે કેમ મારી રખવાળી સોંપી..."

"આયત જબાન સાંભળીને વાત કર. કાલે ઉઠીને શાહીલ સાથે તારા લગ્ન કરાવી દઈશું તો શું કરીશ...?" રુખશાના ગુસ્સામાં બોલ્યા.

"કઈ નઈ અમ્મી. એક ઝેરની પોટલી પી લઈશ... બીજું તો શું કરવાની..."

"આ શીખવાળીને ગયો છે એ તને.. તું માં સામે બોલે છે..."

"એ કઈ શીખવાળી ને નઈ પણ પૂછી ને ગયો છે. કે મારી બાળપણની મંગેતારને જે કહેવામાં આવ્યું તું એ યાદ તો છે ને..."

"જુવો સુલેમાન આમની વચ્ચે તો વાત પણ થઇ ગઈ છે. હવે પાણી માથા પરથી જાય છે આપણે જ કૈક કરવું પડશે..."

"જા બેટા આયત તું વાંચવા બેસ..." આયતના અબ્બુ તેને બહાર મોકલે છે.

"રુખશાના મને કંઇક આભાસ થાય છે..."

"તમને આભાસને મને તો દેખાઈ ગયું છે. વર્ષો પછી મને મોકો મળ્યો છે. રુખશાનાની અંદર છુપાયેલી રુખશાનાને બહાર લાવવાનો..."

"મતલબ...."

"કહીશ બધું કહીશ સમય આવશે ત્યારે... હાલ તમને જમવાનું આપી દઉં..."

આટલું કહી રુખશાના જમવાનું લેવા જાય છે. બીજા દિવસે સવારે અરમાન ચાની કેટલી પર બેઠો હોય છે ત્યાં રાજકોટનો એમના વિસ્તારનો ટપાલી રફીક નીકળે છે.

"રફીક... ઑયે રફીક અહીં આવ..."

"હે... અરમાન બોલ શું કામ છે..."

"બેસ લે ચા પી..."

"આજે ચા પીવા બેસાડ્યો કામ શું છે... એ તો કે..."

"મારી એક ચિઠ્ઠી આવવાની છે..."

"લવ લેટર છે...?"

"હા... પણ તારે એ ધ્યાન રાખવાનું છે એ બોક્સમાં ના જાય... નહિતર કોઈ વાંચી લેશે..."

"હા સારું હું ધ્યાન રાખીશ... પણ તારે મને ૧૦૦ રૂપિયા આપવા પડશે..."

"૧૦૦ નહિ ૫૦ આપી દઈશ..."

"હા સારું... કેટલા દિવસ માં આવશે...?"

"બસ ત્રણ-ચાર દિવસમાં આવવી જોઈએ..."

"કોણ છે હે એ છોકરી...."

"આવી વાતના કર રફીક એની હું બહુ ઈજ્જત કરું છું..." આટલું કહીને અરમાન ચાની કેટલી એથી ઘરે જાય છે.

ક્રમશ:...



Rate this content
Log in

Similar gujarati story from Abstract