Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જશોદાના જીવણ ઊભા
જશોદાના જીવણ ઊભા
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   40    1


Content Ranking

જશોદાના જીવન ઊભા, જમનાને તીરે;

મોરલી વજાડે મોહન, મધૂરી ધીરે. - જશોદાના. - ટેક

પીતાંબરની પલવટ વાળી, ઉર લેહેકે માળા;

કાનબીચ કુંડળ લળકે, દીસે રૂપાળા. - જશોદાના..

પરભાતે ઊઠીને ગોપી, ગૌને હેરાવે ;

ઓ કાનુડા ! ઓ કાનુડા ! કહીને બોલાવે .- જશોદાના..

આજ તો અમારી ઘેનેં, દૂધ થોડેરાં દીધાં,

રખે રે શામળિયે વહાલે, દોહીને પીધાં.- જશોદાના..

સાંભળ રે સલૂણી શ્યામા, વાતલડી મારી;

તુજ સરખી સલક્ષણી છે, ગાવલડી તારી.- જશોદાના..

એવાં એવાં વચન સુણી, ગોપી આનંદ પામી;

ભક્તવત્સલ ભૂધરજી મળ્યા, મેહેતા નરસૈના સ્વામી.- જશોદાના..

જશોદા જીવન ગૌ કાનુડા ભક્તવત્સલ નરસિંહ મહેતા old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..