STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીવન છે ચલચિત્ર જેવું

જીવન છે ચલચિત્ર જેવું

1 min
341

જીવન પણ એક ચલચિત્ર જેવું,

ઈશ્વર છે આપણા ડાયરેક્ટર,

ક્યારેક હીરોનું પાત્ર તો ક્યારેક,

જોકરનું પાત્ર ભજવી લઉં છું,


ક્યારેક ગમતું તો ક્યારેક,

અણગમતું પાત્ર ભજવી લઉં છું,

આપે જે પાત્ર ઈશ્વર મને,

બખૂબી નિભાવી લઉં છું,


ક્યારેક હસી લઉ છું, ક્યારેક રડી લઉ છું

ક્યારેક ઈશ્વરને ફરિયાદ કરી લઉં છું,

મળે જો કઠિન પાત્ર તો એમાંથી પણ,

કઈક હું શીખી લઉં છું,


ક્યારેક બીજાની સલાહ લઉં છું તો,

ક્યારેક મારી મનમાની કરી લઉં છું,

ક્યારેક બધા સામે હસી લઉં છું,

તો ક્યારેક એકાંતમાં રડી લઉં છું,


મારી વેદના અને વ્યથાને આંસુમાં વહાવી દઉં છું,

સફળતાની સીડીઓ મારે ચડવી છે એટલે,

મુશ્કેલ રાહને પ્રયાસોથી આસાન કરી લઉં છું,


ક્યારેક વિચારોમાં ખોવાઈ જાવ છું,

ક્યારેક સપનામાં પણ ડરી જાઉં છું,

શું કરું અને શું ના કરુંની,

અસમંજસમાં અટવાઈ જાઉં છું,


હજારો પ્રશ્નોની હારમાળામાં અટવાઈ જાઉં છું,

ક્યારેક મારા જ સવાલનો જવાબ હું શોધી લઉં છું,

જીવન છે ચલચિત્ર જેવું ઈશ્વર જે આપે,

એ પાત્ર હરખ થી ભજવી લઉં છું,


બસ પડદો પડે ત્યારે વન્સ મોરનો નારો લગાવે ઓડિયન્સ,

એવું જીવી લેવા પ્રયાસ કરી લઉં છું,

ક્યારેક હીરોનું પાત્ર તો ક્યારેક,

જોકરનું પાત્ર ભજવી લઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational