Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sneha Patel

Inspirational

3  

Sneha Patel

Inspirational

મન નથી થાતું

મન નથી થાતું

1 min
7.1K


અહીં એક શ્વાસમાં ઉચ્છવાસ ગૂંથાઈ ગયો એવો, 
છે ઉલઝન એવી કે સુલઝાવવાનું મન નથી થાતું

સીધા સાદા સવાલોના સહજ ઉત્તર હું દઉં,
કિન્તુ સરળ રીતે જ સમજાઈ જવાનું મન નથી થાતું.

હું કોને ચાહું છું, એ વાત મારી સાવ અંગત છે,
ને એના નામને ઉચ્ચારવાનું મન નથી થાતું.

તમે પૂછો ને પ્રત્યુત્તરમાં હું મલકી ઉઠું કેવળ,
હતી એ હા અને હા, બોલવાનું મન નથી થાતું.

અહીંઆ બે અને બે ચાર નહીં પણ એક લાગે છે,
અને તે કેમ એ સમજાવાનું મન નથી થાતું!

 

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational