મહેંદીમાં નામ લખ્યું છે
મહેંદીમાં નામ લખ્યું છે
1 min
13.7K
મહેંદીમાં એક નામ લખ્યું છે,
કેવું ખુલ્લે આમ લખ્યું છે!
ચિઠ્ઠીમાં શરુઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.
દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.
પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.
દ્રાક્ષાસવ જેવું જીહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.
જાવું'તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે.
