STORYMIRROR

Sneha Patel

Inspirational

3  

Sneha Patel

Inspirational

સાહેબજી

સાહેબજી

1 min
14.2K


જે તને ને મને થાય સાહેબજી;
કોઈને કંઈ ન સમજાય સાહેબજી.

સ્પર્શતા જાત શરમાય સાહેબજી; 
બોલતા જીવ ગભરાય સાહેબજી.

દૂર સમજો નહીં સાવ નજદીક છું;
સાદ પાડો ને સંભળાય સાહેબજી.

રાત ચાલે છે આઠે પ્રહર આપણી,
ચાંદનીમાં સૂરજ ન્હાય સાહેબજી.

શબ્દમાં છે અને શબ્દની બહાર પણ,
ના લખે તે ય વંચાય સાહેબજી!

ગાઉં શું? મારી ગાવાની કક્ષા નથી,
ગુણ તારા હરિ ગાય સાહેબજી!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational