તરફડતી લાગણી
તરફડતી લાગણી
તરફડતી લાગણી અને શ્વાસો ધરી શકું,
મળવા અગર બહાનુ એકાદું કરી શકું.
આ તાપ, સુકું આભ ને ભીતરમાં પાછી આગ,
ઘર જેવું કૈક હોય તો પાછી ફરી શકું.
પીંછું હવાને કરગરી એવું જ કહી રહ્યું,
મારી કસમ, તું આવ, જરા ફરફરી શકું.
નિંદર જ્યાં મારી આંખને તરછોડી ચાલી ગઈ,
સપના મહી ય ક્યાંથી તને નોતરી શકું !
એકાદ વાર આવ, અગર ના કહી બતાવ,
સાંભળ, મને જ હું ન વધુ છેતરી શકું.