STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અતીતનું ચલચિત્ર

અતીતનું ચલચિત્ર

1 min
239

અઘરું છે અતીતને ભૂલવું,

ક્યારેક મીઠું મધુરું ગીત બની દિલ બહેલાવે અતીત,

તો ક્યારેક કડવું વખ ઘોળી જીવન ઝેર જેવું બનાવે આ અતીત,


કેટલાય કિસ્સા મનભાવન,

તો કેટલાય દર્દ ભર્યા,

કેટલાય હંસી ખુશી ભર્યા

તો કેટલાય આંસુઓથી ખરડાયેલા,


ક્યાંક કોઈ દીધેલો ઘા છે

તો કોઈએ લગાડેલો મલમ છે,

જાણે અતીત એક ચલચિત્ર છે,


ક્યારેક થાય આ ટુકડાને,

મારા અસ્તિત્વથી અલગ કરી દઉં,

ક્યારેક થાય હવામાં ફંગોળી દઉં,

પણ એ ક્યાં મારો સાથ છોડે છે,


જેમ ફૂલમાં ખુશ્બુ રહે

એમ એ મારામાં રહે છે,

અતીત હૃદયમાં ઘર બનાવીને રહે છે

હૈયાનાં ઘરને એ ક્યાં ખાલી કરે છે !


બસ આમ હૃદયની દીવાલોને ખોખરી કરી નાખે છે,

મનના ભોંયતળિયા ને બોદુ કરી નાખે છે,

જીવન ઇમારત ને ખોખલી કરી નાખે છે,


આ અતીતને કેમ કાઢવો હૈયેથી ?

એ તો વણનોતર્યા મહેમાન જેવો,

ગમે ત્યારે આવી ચડે,

પજવણી કર્યા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational