Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હું જાગું છું કે હું ઊંધું છું
હું જાગું છું કે હું ઊંધું છું
★★★★★

© Vijay Jadav

Inspirational Romance

1 Minutes   13.5K    5


Content Ranking

બંધ આંખે પણ હું જાગું છું,

કોણ કે' છે કે હું ઊંધું છું.

યાર તું તો છે જ રૂપાળી,

પણ મને જો કેવો લાગું છું!

કો' ગમે તે ભાંગતા હોયે,

પણ હું માઝમ રાત ભાંગું છુંં.

આપનારો તો એ બેઠો છે,

હું કશું પણ ક્યાંય માંગું છું?

આવ તું એક વાર મારામાં,

ૠતુઓમાં તો હું ફાગુ છું.

હોય તારામાં ગજું તો શોધ,

કે હું તારામાં જ વાગું છું.

પાપ પણ અંતે 'વિજય' બોલ્યું,

પુણ્યથી તો હું ય ભાગું છું.

પાપ પુણ્ય માઝમ વિજય ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..