Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tanvi Tandel

Classics

4  

Tanvi Tandel

Classics

પરંપરા

પરંપરા

1 min
143

હો ભલે વટવૃક્ષ મોટું

પાંદડીનું ખરવું પાનખરે

પરંપરા છે !

ચોમાસું સંગ્રહી હ્રદયે

બાપ કરે કન્યાદાન

પરંપરા છે !

નદીનું વહેણ ભલે ધસમસતું

સમાવવું એને સાગરે

પરંપરા છે !

જીવથી વધુ સાચવેલ દીકરો

વહુ આગમને પરિવર્તિત થાય,

પરંપરા છે !

રૂપિયા પાછળ દોડતો માણસ

સંબંધો વિસરી જાય,

પરંપરા છે !

લાગણી ધરબી મનમાં

માણસે જીવવું સમાજ ઈચ્છાએ

પરંપરા છે !

અંધકારમાં પ્રજવલ્લ દીપ

સૂર્ય પ્રકાશ આગળ ઝંખવાય

પરંપરા છે !

Rate this content
Log in

Similar gujarati poem from Classics