સ્વીકાર
સ્વીકાર
તું,
મને ઉદાસીઓને આપે છે,
હું ફેરવી નાખું છું એને સ્મિતમાં,
તું મુશ્કેલીઓના ડુંગર ખડકી દે છે મારા પર,
હું નીકળી જાઉં છું બહાર,
તું આંસુ આપે તો હું લૂછી લઉં,
તું સ્મિત આપે તો વ્હેરી દઉં,
ઈશ્વર....
તારી પરીક્ષા હું જીતવા કે હારવા માટે નહીં પણ, જીવવા માટે સ્વીકારું છું.
