STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

માઁ હું તારે શરણે આવું

માઁ હું તારે શરણે આવું

1 min
183

જ્યારે બધી દિશાઓ બંધ હો,

ત્યારે માઁ હું તારે શરણે આવું !


ચિત્ત ચડે કોઈ ચકડોળે ત્યારે

ત્યારે માઁ હું તારે શરણે આવું !


માતૃભાષાનો મર્મ ન સમજાય

ત્યારે માઁ હું તારે શરણે આવું !


કાવ્યલેખને કોઈ વિષય ન મળે

ત્યારે માઁ હું તારે શરણે આવું !


બે ઘડી મન થાય બાળ બનવાનું,

ત્યારે માઁ હું તારે ખોળે આવું !


ને જોવી હો મારે ઝલક ઈશ્વરની

ત્યારે માઁ હું તારા આંગણે આવું !


માઁ જગમાં તું કરે અકરાણ પ્રેમ,

એટલે માઁ હું તારે શરણે આવું !


ખબર કે દુનિયા રખે ને દે જાકારો 

પણ માઁ હૈયે મળશે જ આવકારો !

એટલે જ માઁ હું તારે શરણે આવું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational