આ પ્રેમ નહિ તો બીજું શું ?
આ પ્રેમ નહિ તો બીજું શું ?
ખોવાયેલ મારી જાતને તુજમાં શોધું હું
આ પ્રેમ નહિ તો બીજું શું ?
આયુષ્યના અવશેષો ભેગા કરતા કરતા
યાદોના ખજાનાને ખોલતા ખોલતા
કેવળ દેખાય મને તું...
આ પ્રેમ નહિ તો બીજું શું ?
ઈશ્વરને પામવાના આ પ્રયાસમાં,
કે ખુદને મળવાના આ આયાસમાં,
એકમાત્ર તને જ શોધું છું,
આ પ્રેમ નહિ તો બીજું શું ?
હું રાધા હોઉં કે તું હોય શ્યામ
પ્રેમની પીડા ભોગવે આપણો આતમરામ
તારામાં ઓગળું હું, ને મારામાં ઓગળે તું
આ પ્રેમ નહિ તો બીજું શું ?
ક્ષિતિજની આ પાર કે પેલે પાર
કે પછી બ્રહ્મની પણ આરપાર
હું-તું, તું-હું લે, થઇ ગયું બધું એકઠું,
આ પ્રેમ નહિ તો બીજું શું ?