ધબકાર
ધબકાર
હજી ધબકે છે,
એટલે જીવે છે.
એમ,
માનીને,
એ દવાખાનેથી
ચાલી ગયા
પણ એમને ક્યાં
ખબર છે.
આ ધબકારા
કૃત્રિમ મશીનોથી
આવી રહ્યા છે.
જો એને જીવાડવો
હોય તો
આ વેન્ટિલેટરની સ્વીચ
પાડીને
માત્ર થોડાક
હુંફાળા શ્વાસો મને
આપી ગયા હોત
તો પણ
હું
એક ક્ષણને સદીઓ
સુધી જીવી લેત.