દક્ષેશ ઇનામદાર

Drama Tragedy Thriller

3  

દક્ષેશ ઇનામદાર

Drama Tragedy Thriller

યુ આર માય વેલેન્ટાઈન

યુ આર માય વેલેન્ટાઈન

10 mins
431


                

                  ફાઈવસ્ટાર હોટેલ જેવી મોંઘી હોસ્પિટલનાં બિછાને સુતેલી તન્વીને હજી હમણાં જ ભાન આવ્યું છે. એણે ધીમે રહી આંખો ખોલવા પ્રયત્ન કર્યો. આંખો પર અજબનો ભાર હતો. ધીમે ધીમે આંખના પોપચાં ખોલવા પ્રયત્ન કર્યો..ધીમી નજરે ચારો તરફ જોયું. શરીરમાં જાણે તાકાત જ નહોતી. એણે ઉભા થવાનો પ્રયત્ન જ છોડી દીધો પણ નજર બધે ફરતી રહી. કોઈને શોધી રહી હતી હજી હૃદયમાં ભંડારાયેલી કોઈ ગભરામણ અને બીક હતી. બધી બાજુ કાચની બારી દરવાજા બંધ અને ઠંડાગાર હતાં. આઈસીયુ માં છે ખયાલ આવી ગયો એને.

                     બંધ પાંપણ પાછળ આંસુનું તોરણ બંધાયું. પલક ઊંચી કરવી જ નથી બસ આમજ પડી રહું. કંઈ જોવું યાદ કરવું નથી. અસર દર્દની કે દવાની જેની હતી..મગજ બંધ અને જાણે સ્મૃતિભ્રંશ હતું. સારું લાગતું હતું. હાશ હતી કોઈ વિચિત્ર પણ સારું લાગતું હતું ભાન વિના પણ થોડો સમય તો નિશ્ચિન્ત અને શાંતિથી જીવી શકી. ભલે ભાન વિના.. હૃદયને સારું લાગ્યું..પીડાઓથી વિચારોથી મુક્તિ...

                     બંધ આંખો પાછળ પલકનાં પડદા ઉપર જાણે ફિલ્મ ચાલુ થઈ. દાખલ થયા પહેલાની ચિત્રપટની પટ્ટી ચાલુ થઈ. એને થયું આમજ પડી રહું ભાનમાં આવ્યાની કોઈને ખબરજ ના પડે. ના બોલાવે ના ડિસ્ટર્બ કરે. ઊંડા ઉતરી જવું છે ના ગમતું નીચે દાટીને ખૂબ ગમતું યાદ કરવું છે અને એની...યાદ વહાલથી મમળાવવી છે. અને ચિત્રપટ સાથે એની અવિરત સફરે ઉપડી ગઈ....!

                       ઍય તન્મય હું ક્યારની આ સોફ્ટવેર સાથે માથા મારું છું પણ ધાર્યું કામ જ નથી થતું. એટલા ઓપશન આવે છે કયું યુઝ કરું કયું નહીં. ખબર નહીં મને આપેલો આ પ્રોજેકટ ક્યારે પૂરો થશે. કેટલી એપ અને..બધું યુઝ કર્યું પણ.... તન્વીએ છેડાઈને બાજુનાં ક્યુબમાં બેઠેલાં તન્મયને તકલીફ કીધી.

                               પરંતુ તન્મય..એનો સહાધ્યાયી અને પ્રિયતમ હતો એ એનાં મૂડમાં હતો. એણે તન્વીને સાંભળી ના સાંભળી કરી. એ લેપટોપમાં કોઈ વીડિઓ રસથી જોઈ રહેલો. તન્વીએ દબાતા પણ સખ્ત સ્વરે કીધું ,” ઍય રાસકલ તું આ બધું શું જોવે છે? કામના સમયે તું...તને શરમ નથી આવતી ? તમને પુરુષોને તો બસ..છોકરીઓનાં કપડાં ઉતરતાં જોવાની મજા આવે છે. સ્ક્રીન બદલ અને બંધ કર આવું બધું. કામ નિપટાવ જો આજે નીકળતાં મોડું થયું તો તારી ખેર નથી. આવું બધું જોઈ સમય અને મગજ બધું બગાડે છે. હું ક્યારની તારી પાસે હેલ્પ માંગુ છું પણ તને સંભળાતું નથી. પેલો બોસ કામની ઉઘરાણી કરશે આમ પણ એ નજરનો...છોડ બાર વગાડી દેશે ખોટા ...

                                તન્મયે તોફાની આંખે તન્વી સામે જોયું. હોઠ પર જીભ ફેરવી હોઠ ચુમવાનો ઈશારો કરી બોલ્યો “ રંગમાં ભંગ કર્યો.. શુ રાસકલ રાસકલ કરે છે ? ક્યારનો પેલા પ્રોજેકટ પાછળ હતો.. જસ્ટ થોડો ફ્રેશ થયો અરે જોવાની એટલી મજા આવીને કે ..પણ તારાં અંગ ઉપાંગ સામે એનાં શું કલાસ ? તારીતો વાત જ અનોખી..કહી એની સામે લુચ્ચું જોઈ રહ્યો. તું તો મારો મધ ઝરતો માલ છે તારાથી હું માલામાલ છું.

                                તન્વી અકળાઈને બોલી અંગ ઉપાંગ ..કેવા શબ્દો વાપરે છે? ફિગર નથી કહેવાતું? પછી હોઠનાં ખૂણે હસીને બોલી..”એતો હું છું જ બસ તને જ સમર્પિત માય ડાર્લિંગ. લવ યુ .તું ક્યાં ઓછો છે મારો હેન્ડસમ ટારઝન...તારી સાથેતો બધી મજા લૂંટું છું એમ કહી આંખ તીરછી કરી તોફાની જોયું અને હસી પડી..

                                  તન્મયે કહયું “ કેમ હવે ઉતાવળ નથી? જયાં આ કામદેવનાં પ્રેમતીર ચાલે પછી કોઈ બાકી ના રહે ...પછી રંભા અને મેનકા પણ પાણી ભરે..

                તન્વીએ કહ્યું છોડ ચીકણી ચુપડી વાતો પહેલાં મને હેલ્પ કર. મારે પ્રોજેકટ પૂરો કરવાનો છે પછી આપણાથી નિકળાશે અહીંથી.

                 તન્મય પોતાનાં ક્યુબમાંથી નીકળી તન્વી પાસે આવી ગયો. સ્ક્રીન જોઈ એ જે ભૂલ કરી રહી હતી બતાવી. બોલ્યો “આટલી સીલી મિસ્ટેક કરે છે પછી અકળાય છે. તન્વી એની સામે પ્રેમથી જોઈ બોલી થેંક્યું જાન. જા હું નિપટાવી લઉ નહીંતર મારાથી કામ નહીં થાય. તન્મય તન્વીના ગળે કિસ્સી કરી બહાર નીકળી ગયો. તન્વી બોલી “લુચ્ચો” બન્નેની આંખો હસી ઉઠી....

          તન્વી અને તન્મય બન્ને માયાવી નગરી કહેવાતાં મુંબઈમાં રહે છે. અંધેરી ઉપનગર સાથે સાથેના ફ્લેટમાં રહે છે. કોલેજકાળથી સાથે છે જોબ પણ એક સાથેજ. વિષય પણ સોફ્ટવેરનો સરખોજ. આઇટી ક્ષેત્ર. બન્ને ખૂબ મહેનતુ હોંશિયાર અને કુશળ હતા. પહેલી જ નજરે વેલેન્ટાઇન પાર્ટીમાં પ્રેમ થયેલો. બન્ને સાથે કામ કરી રહયાં છે.

            સૂબાહુ ટેકનોલોજી પ્રાઇવેટ લિ. માં બંનેનું મહત્વ હતું. સોફ્ટવેર એન્જીનિયર તરીકે ખૂબ સારું કામ કરી રહયાં હતાં. સૂબાહુ તપોધન માલિક હતો. એલોકો માઈક્રો પ્રાઇવેટ કેમેરા વિથ મીરરની નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહેલા જે આ બંને કામ સંભાળી રહયાં હતાં. આનો પહેલો ઓર્ડર સેલિબ્રિટી કોસ્ચ્યુમ ડિઝાઈનર મધુ કાબરાનો મળ્યો હતો. એને એનાં ગ્રીનરુમમાં ઇન્સ્ટોલ કરાવવો હતો. સૂબાહુ અને તન્મય બન્ને એક્ષાએઇટેડ હતાં.

                તન્મયે સૂબાહુને કીધું “ આ લોકો ગ્રીનરૂમમાં કેમ મુકાવે ? સૂબાહુ કહે ” મારે તારે શું પંચાત ? આપણે પૈસાથી મતલબ ખરીદ્યા પછી એલોકો જાણે. આપણે આપણાં ધંધાથી મતલબ. બધી તૈયારી થઈ ગઈ અને તન્મય ફાઇનલ ચેક કરીને રિપોર્ટ આપ્યો કે ક્વોલિટી વર્કિંગ અને સોફ્ટવેર ઓકે છે તમે ક્લાયન્ટને જાણ કરી દો.

                    સૂબાહુએ કહ્યું પહેલા કલાયન્ટ અહીં આવવાના હતાં પરંતુ આપણે ડિલિવરી એમનાં બ્યુટીક પર કરી ત્યાં ઇન્સ્ટોલ કરી ત્યાંજ ડેમો આપવાનો છે એમનાં સેલિબ્રિટી ગેસ્ટ આવેલાં છે. તન્મએ કીધું અરે વાહ કોણ કોણ આવવાનું છે ? સૂબાહુ તન્મયનાં આ નવા મિરર ટુ મિરર કેમેરા વિથ સોફ્ટવેરથી ખૂબ ખુશ હતો. મોં માંગી રકમ મળી રહી હતી. એણે તન્મયને કહયુ તું રૂબરૂ જા બધાની ઓળખાણ થશે..મારી પાસે એમનું પેમેન્ટ પણ એડવાન્સમાં આવી ગયું છે. ત્યાં તન્વી ત્યાં આવી ગઈ એણે સૂબાહુને કહયું હું પણ તન્મય સાથે જઉં બધાને જોવા મળશે. સૂબાહુએ ઝીણી આંખ કરી લાલચી નજરે કીધું ઓકે તું પણ જા...તન્મય ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ જોશે..અને સોફ્ટવેર ડાઉનલોડ કરશે.

                     તન્વી તન્મય બન્ને ખૂબ ખુશ થઈ ગયાં. સૂબાહુ એમની ખુશી જોઈ મનમાં કોઈ વિચાર ચાવી રહયો પછી પોતાની ચેમ્બરમાં ઘુસી ગયો.

              તન્વીએ જોયું સૂબાહુ અંદર ગયો એણે તન્મયની આંખમાં આંખ પરોવી કીધુ “ ઍય મારા જાનું હું ખૂબ ખુશ છું આજે તે નવું ઇન્વેન્ટ કર્યું ખૂબ સફળતા મળી. આઈ એમ સો હેપી માય ડાર્લિંગ. આપણે કાલે જઈશું મધુ કાબરાનાં પ્રખ્યાત બ્યુટીક ઉપર. વળી બીજી ખુશી છે ..2 દિવસ પછી આપણે મળ્યાં ને એક વરસ પૂરું થશે..યાદ છેને? ગઈ 14 ફેબે મળેલાં વેલેન્ટાઈન ની પાર્ટીમાં...

                       તન્મયે કહ્યું યાદ જ હોયને કયા દિવસે મને મારો આ માલ મળેલો અને માલામાલ થયેલો..એમ કહીને એણે તન્વીને કેડેથી પકડી એનાં તરફ ખેંચીને દબાવી ભીંસ આપી હોઠ પર હોઠ મૂકી દીર્ઘ ગરમા ગરમ ચુંબન લઈ લીધું. તન્મયનાં મોઢામાંથી લાળ નીકળી ગઈ. તન્વીએ કહ્યું “ ઍય જંગલી કોઈ જોશે...સુધર્યો જ નહીં પછી એને તન્મયને ફરી કિસ કરી વળગી પડી.

                      તન્મયે કહ્યું હવે નહીં જોવે કોઈ ? તન્વી કહે તે શરૂ કર્યું હું પૂરું કરું.અને હસીને ખૂબ ચૂમીઓ લઇ લીધી. અંદર ચેમ્બરમાંથી લુચ્ચી બે લાલચી આંખો તન્વીને જોઈ રહી હતી. તન્વીએ કીધું “ તનું.. તને ખબર છે હું તારી મમ્મીજીનો પણ ખૂબ આભાર માનું છું એમણે તને પેદા કર્યો તો તું મને મળ્યો ને. તન્મયે કીધું વાહ સાચું કીધું ..પણ હવે નીકળીએ ? લોન્ગ ડ્રાઇવ ? મારી ધીરજ ને ચેલેન્જ ના કર.. ભૂખ્યો શેર પછી કાંઈ પણ કરશે .. તન્વીએ કહ્યું “ ચલ ચલ મારા ટારઝન ..હું પણ ભૂખી જ છું ..અને બન્ને જવા નીકળ્યાં.

                                                     *********

 મુંબઇ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અને માનીતા કોશચ્યુમ ડિઝાઈનર મધુ કાબરાને ત્યાં તન્મય અને તન્વી સમય પહેલાં પહોંચી ગયા. ભવ્ય વિશાળ બ્યુટીક હતું. કાબરાએ એલોકોને સીધાંજ એની પાસે બોલાવી લીધા. એણે તન્મય સાથે હાથ મિલાવી ઉષ્માથી કહ્યું વેલકમ યંગ કપલ. પ્લીઝ બીસીટેડ હિયર. અને એમનાં માટે સોફ્ટ ડ્રિન્ક મંગાવ્યું પછી કીધું, તમે તમારું કામ ચાલુ રાખો હું સેલિબ્રિટી ગેસ્ટનું પતાવું. તન્વીથી ના રહેવાયું એણે પૂછી જ લીધું કે કોણ કોણ આવ્યું છે? કાબરાએ કહ્યું “ બેબી પ્રોડ્યુસર ડાયરેક્ટર મનન જોહર, હાર્દિક રોશન અને કવિતા ખાન કપૂર છે. તમે પતાવો પછી ચોક્કસ મુલાકાત કરાવું. તન્વીએ કહ્યું મારે હાર્દિક રોશનને મળવું છે..જોકે મારી પાસે મારો છે જ કહી તન્મય સામે જોયું. આટલે આવ્યા છીએ તો રૂબરૂ મળાય એલોકોને.

                   કાબરાએ કહ્યું “ ઓકે ડન.. આમ કહી કાબરા કેડ, ફૂલા અને દરેક અંગ હલાવતો બહાર ગયો. એનાં ગયા પછી તન્વી તન્મય બન્ને હસી પડ્યા. તન્વી કહે સાવ બાયલો લાગે છે. તન્મયે ઇશારાથી ચૂપ રહેવા કીધું. તન્વી બ્યુટીકમાં બધું જોઈ રહી હતી તન્મય કાબરાના સ્ટાફની મદદથી મિરર ટુ મિરર કેમેરા ઇન્સ્ટોલ કરવામાં બીઝી થયો. ત્યાંના બધા બીજા કેમેરા ચાલુજ હતાં.. જ્યા તન્મયની નજર નહોતી ગઈ.

                    તન્વી બ્યુટીકમાં મુકેલા એકથી એક ચઢિયાતા ડ્રેસ જોઈ રહેલી અને કાબરા એની પાસે આવી બોલ્યો.. હાય તન્વી ધીસ ઇઝ ફોર યુ. ગિફ્ટ ફ્રોમ મી..પ્લીઝ ટેક ઇટ. તું પહેલીવાર આવી છે મારાં બ્યુટીક પર. તન્વી ડઘાઈને બોલી “ઓહ નો નો આઈ ડોન્ટ વોન્ટ..પ્લીઝ ઇટ્સ ઓકે.. પેલો પાછળ પડ્યો.. પ્લીઝ તું આ લઈ ચેન્જ કરી લે તન્મયને સરપ્રાઈઝ આપ પછી હાર્દિક રોશન પાસે મળવા આવજે..ડોન્ટ વરી તન્મય ના પડે તો 50℅ વસૂલી લઈશ બસ ?

                     તન્વી વધુ ના ,ના પાડી શકી..કાબરા પાસેથી થેંક્સ કહી ડિઝાઈનર ડ્રેસ લીધો અને કાબરાએ બતાવેલ રૂમમાં ડ્રેસ ચેન્જ કરવા ગઈ. તન્વીએ વિચાર્યું આટલાં મોટાં ડિઝાઈનારનો ડ્રેસ વાઆઉ..એ ખૂબ ખુશ થઈ ગઈ પહેલાં આ પહેરીને તન્મયને જોરદાર સરપ્રાઈઝ આપીશ પછી રોશનને મળીશ તન્મયની સાથે જઈને. એમ વિચારતી અંદર ગઈ. ચેન્જ રૂમમાં બધુંજ હતું વોર્ડરોબ ટોયલેટ ડ્રેસિંગ ટેબલ, બધીજ વ્યવસ્થા. એણે એનાં કપડા ઉતારવા માંડયા અને ઉતારી ચેર પર મૂકી દીધા અને ચહેરો ધોવા ગઈ..ફ્રેશ થઈ પાછી આવી  અને નવો ડિઝાઈનર ડ્રેસ પહેરવા માંડ્યો તો..જોયું કે નેકની ડિઝાઇન એવી છે કે એની બ્રાની પટ્ટીઓ દેખાતી હતી..એ વિચારમાં પડી પછી નક્કી કરીને બ્રા ઉતારી નાખી અને પછી ડ્રેસ પાછો પહેર્યો. વાહ આજે વેલેન્ટાઈનનાં દિવસે નવો ડ્રેસ ..આજે તન્મયને ખૂબ પ્રેમ કરીશ ખૂબ ખુશ કરી તૃપ્ત કરી દઈશ અને ખુશી આનંદના વિચારોમાં ગરકાવ થઈ ગઈ. એને થયું મને જોરદાર તક મળી છે. તૈયાર થઈ એ બહાર નીકળી તો..બધાં જાણે રાહ જોઈ ઊભાં હતાં.. કાબરાએ તાળીઓ પાડી સ્વાગત કરતાં કીધું આજની મારી ડિઝાઇન મેં યોગ્ય વ્યક્તિને પહેરાવી. તન્મયની પણ નજર પડી એ પણ આશ્ચર્યચકિત થઈ ગયો.એ પણ તાળીઓથી વધાવતો તન્વી પાસે આવીને બધાં સામે ચૂમી લીધી અને બોલ્યો...વાહ માય લવ..આજે તું મારી અપ્સરા તુંજ સેલિબ્રિટી લાગે છે. તન્વી એને વળગી પડી.

                         તન્મય તન્વીની સરપ્રાઈઝથી થોડો વિચલિત થઈ ગયેલો પણ તન્વીની ખુશી જોઈ ચૂપ રહ્યો એણે કોઈ એવો અહેસાસ થવા ના દીધો. આપણે મિડલ ક્લાસનાં માણસ, એણે કેમ તન્વીને ગિફ્ટ આપી? એણે તન્વીને કીધું “ ડાર્લિંગ લુકિંગ વેરી બ્યુટીફૂલ. લવ યુ..

 એણે કાબરાને કહ્યું તમારું આ મિરર ટુ મિરર કેમેરા વિથ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયું છે એ તમે અહીં બહાર મોટા સ્ક્રીન તથા લેપટોપ સ્ક્રીન પર પણ જોઈ શકશો. હું તમને ડેમો આપું કહી ..હાર્દિક રીશન અને મનન જોહરને અંદર મિરર સામે ઊભા રાખી રૂમ બંધ કરી બહાર લેપટોપ પર આવ્યો અને કાબરાને ડેમો બતાવ્યો .એલોકો મિરર સામે હતાં જે કાંઈ કરતા અહીં લેપટોપ સ્ક્રીન અને મોટા બહારના સ્ક્રીન પર સ્પષ્ટ અને ચોખ્ખું દેખાતું હતું. કાબરાએ થેંક્સ કીધું.

                         તન્મય અને તન્વીએ રાજા માંગી. અંદરથી એક યુવતી આવી તન્વીના પહેરીને આવી હતી એ બધાં કપડાં બેગમાં આપી ગઈ. તન્વીએ થેંક્સ કીધું અને કાબરાની રજા લઈ ત્યાંથી નીકળી ગયાં.

                             તન્વીએ કારમાં બેગ મૂકી કહ્યું યાર આજનો દિવસ જોરદાર છે. આટલાં મોટાં સેલિબિટીને મળવા મળ્યું, પ્રોડક્ટ વેચી..સુંદર ડ્રેસ ગિફ્ટમાં મળ્યો અને ઓફિસથી બોસ પાસેથી કમિશન.. તારું નામ થયું તન્મય એ અલગ. હું ખૂબ ખુશ છું. ઓફિસથી નીકળી કાલ સુધી સેલિબ્રેટ સેલિબ્રેટ જ કરીશું એમ કહી વહાલ કરી લીધું.

                              તન્વી તન્મય ઓફીસ આવ્યા, ચેમ્બરમાં સૂબાહુ હાજર હતો પણ સ્ક્રીન પર કંઇક જોવામાં વ્યસ્ત હતો. એલોકો સીધાંજ ચેમ્બરમાં ઘૂસેલા. સ્ક્રીન પરનું દ્રશ્ય જોઈને બન્નેના પગ જ થીજી ગયા. સ્ક્રીન પર તન્વીની કપડાં ઉતારતી.. આખું શરીર નગ્ન હતું. સૂબાશું આ રસપૂર્વક જોઈ રહેલો.

                 આવું જોતાં જ તન્મય ભડક્યો એણે રાડ પાડી બોલ્યો “ યુ બસ્ટર્ડ યુ હેવ યુઝ અસ. આઈ વીલ કિલ યુ. સૂબાહુએ પોતાને બચાવવા તન્મય તરફ જોરથી ફ્લાવરવાઝ ફેંક્યું. તન્મય નીચે નમી ગયો. અત્યાર સુધી સ્તભ થઈ જોઈ રહેલી તન્વીને વાગ્યો. તન્વી ચીસ પાડી માથું દબાવી નીચે પડી ગઈ.

                                 તન્મયે પેલાને ગળચીથી પકડી પેટમાં લાતો અને ચહેરા પર ખૂબ ફેંટો મારી પછી ઉંચકીને કેબિનની બહાર ફેંક્યો. બધો સ્ટાફ દોડી આવ્યો. બધાએ તન્મયને પકડી રાખ્યો. સૂબાહુ સોરી સોરી બોલતો બેભાન થઈ ગયો. તન્વીએ ભાન ગુમાવતા ગુમાવતા સ્ક્રીન જોઈ રહેલી તન્મયને રાડો પાડતો સાંભળી રહેલી..” યુ બાસ્ટર્ડ યુ હેવ સપોઇલ અવર લવ અવર લાઇફ..આઈ લોસ્ટ એવરીથીંગ.અને તન્વી બેહોશીમાં ઢળી ગઈ. તન્મય દોડી તન્વીને ઊંચકી લીધી અને દોડ્યો. એમ્બ્યુલન્સ આવી અને ખ્યાતનામ હોસ્પિટલમાં દાખલ કરી.

                                 તન્મય બહારથી વિવશ આંખે કાચના દરવાજાથી અંદર જોઈ રહેલો. એનો કળીએ કળીએ જીવ કપાતો હતો. એને એટલો બધો આઘાત લાગેલો કે પચાવી જ નહોતો શકતો. પાશવી અને ગંદા માણસોએ એમનું સ્વપ્ન રગદોળી નાખ્યું હતું. એ નિસાસા નાખતો તન્વી ભાનમાં આવે એની રાહ જોઈ રહ્યો. ઓર્ડરથી મંગાવેલા ફૂલો બુકે ગિફ્ટ બધા સામે નિરાશ વદને જોઈ રહયો.

                                                                   *********

                                          તન્વીની પાસે ડોક્ટર પહોંચ્યા એમણે જોયું તપાસયું કે તન્વીને ભાન આવી ગયું છે. એમણે તન્વીની બોલાવી. તન્વી થોડીવાર કંઈ બોલી નહીં. પછી કંટાળા સાથે..જાણે કોઈએ ચાલુ સ્વપ્ને બોલાવી ડીસ્ટર્બ થઈ. ડોક્ટરે કહયું “આર યુ ઓકે ? યુ આર આઉટ ઓફ ડેંજર નાઉ.. તન્મય તારાં ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંય કલાકોથી અહીં કાચમાંથી જોઈ રહયો છે ના ખાધું ના ઉંઘ્યો, નથી એક પળ બેઠો. એને હું અંદર મોકલું ટેક રેસ્ટ. ડોક્ટરે કીધું તું જા અંદર ભાનમાં આવી ગઈ..

                              સાંભળતા જ અંદર તરફ દોડ્યો તન્મય.... અને... તન્વી...માય લવ..અને એનો હાથ પકડી લીધો. તન્વીએ સજળ આંખે તન્મયની આંખમાં જોયું ...પ્રેમનો તોખાર..લાગણીનો દરિયો અને ઊંડે ઊંડે કંઇક ખૂંચતુ એની આખમાં જોયું.

            તન્મયને જોઈ રડતી આંખે તન્વીએ કહયું. “ એક તારી આ આંખો છે જે મારામાં પ્રેમ જોવે શોધે છે કરે છે અને બીજી ગંદી પિશાચી આંખો હતી કે મારામાં વાસના અને ગંદકી શોધી રહેલી. ઈશ્વર એલોકોને ક્યારેય માફ નહીં કરે ક્યારેય નહીં.. આઈ લવ યુ તનું.. એમ કહી તન્મયને વળગી ખૂબ રડી પડી.

                  તન્મય તન્વીની આંખોને ચૂમીને હોઠ પર આંગળી ફેરવી બોલ્યો ..”ઍય આઈ લવ યુ જાન. તુંજ મારો જીવ છે હું તને જ જીવું છું ...આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ. તન્મએ મંગાવેલા ફૂલ બુકે બધું નર્સ અંદર આપી ગઈ. તન્મએ એ તન્વીને આપ્યાં. અને અત્યાર સુધી દાબી રાખેલો બંધ તૂટ્યો અને તન્વીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી રહયો.

                    તન્વીએ કીધું. ઍય મારાં ટારઝન તું ઢીલો થાય કેમ ચાલે? હું તારાં સહારે ..ઍય માય લવ આઈ લવ યુ. યુ આર માય વેલેન્ટાઇન.. આઈ લવ યુ...લવ યુ...લવ યુ.


Rate this content
Log in

Similar gujarati story from Drama