The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

દક્ષેશ ઇનામદાર

Romance

4.8  

દક્ષેશ ઇનામદાર

Romance

શ્વાસ-વિશ્વાસ

શ્વાસ-વિશ્વાસ

11 mins
1.3K


  ઓપરેશન થીયેટરની બહાર ઉચ્ચક શ્વાસે આયુષી રાહ જોઇ રહી છે. હમણાં થોડીવાર પહેલાં જ આયુષને ઓપરેશન થીયેટરની અંદર લઇ ગયાં હતાં. થોડોક સમય પહેલાંજ તો એણે મને ફોન કરેલો "આયુષી બસ તારી પાસે આવું જ છું. સમયસર ટુરીસ્ટને હોટલ પર ઉતારીને આવું છું. છેલ્લો જ ઘાટ ઉતરી રહ્યો છું” આયુષે કેટલાં ઉલ્લાસમાં કહ્યું હતું. એના બોલવાં પરથી એનાં ચહેરાનો આનંદ પણ જાણે હું વાંચી ગઇ હતી. અને એનાં કલાકમાં જ સમાચાર આવ્યાં કે આયુષની કાર પલટી ખાઇ ગઇ છે. ટુરીસ્ટ કપલ તો હેમખેમ બચી ગયું પરતું કારને કાબુ કરવાં જતાં અંતે મોટાં ખડક સાથે અથડાઇ આયુષનું માથુ ફૂટી ગયું. ક્યારે શું થઇ ગયું કંઇ ખબર જ ના પડી. આયુષી હજી પણ યાદ કરી કરીને રડી રહી છે..!


      "આયુષીની મુલાકાત પણ આયુષ સાથે આ સાપુતારા ગિરીમથક ઉપર જ થઇ હતી. ત્યારે આયુષ માસ્ટર્સ કરીને જોબ ચાલુ કરતાં પહેલાં ગિરીમથક પર આવેલો કે ચાલ કુદરતનાં સાનિધ્યમાં થોડાં શ્વાસ લઇ લઊં પછી ખબર નહીં ક્યારે અવાશે.

      આયુષ કુદરતના આગોશમાં આવી પાગલ બન્યો. એણે ચારેબાજુ ડુંગર, પહાડ, પાણીનાં ઝરણા ધોધ અને વનરાજી આટલી બધી લીલોતરી ? ક્યાંય ના હોય એવું સૂકુન તો અહીંજ છે. એ ચારેબાજું ડુંગરા ખૂંદી વળ્યા પછી લેક પર આવ્યો અને અચાનક આયુષી તરફ નજર પડી અને એનાંથી બોલાઇ ગયું "અરે આયુષી તું ? કોલેજમાં સાથે હતાં. પછી.. આયુષે લાઇન સાવ જુદી જ પકડી અને બંન્ને જુદા પડ્યા.. એ સમયે આકર્ષણ હતું. પણ કબૂલાત નહોતી.


      આયુષીએ કહ્યું તું તો ફેકલ્ટી છોડીને રંગરસાયણની માસ્ટરી કરવા ગયો તે ગયો. આયુષે કહ્યું "સાચી વાત છે પણ જો કુદરતની કમાલ "મારાં ગમતાં વાતાવરણમાં પાછાં આપણે મળ્યાં. ક્યાંક અધૂરી કડી અહીં... પછી બોલતો અટક્યો. મેં તને એકવાર કહેલું મારાં નામમાં તું એક દીર્ધાઇ બનીને રહી ગઇ.. પણ ક્યારે મળીશું ખબર નથી. બાય ધ વે તું કોની સાથે આવી છે ? લગ્ન થઇ ગયાં ? ક્યારે આવી ? ક્યારે જવાની ? હું તો સાવ એકલો જ આવ્યો છું. મારા નામ સાથે અનુસ્વાર સિવાય કાંઇ નથી.


      આયુષી કહે "અરે અરે કેટલું પૂછીશ એક સાથે ? હું અહીં મારાં પેરેન્ટ્સ સાથે આવી છું એ લોકો ફરી ફરીને થાક્યા એટલે હોટલ પર છે પણ મારે બોટીંગ કરવું હતું તેથી હું એકલી આવી છું અને ત્યાં તું મળી ગયો.

      આયુષે કહ્યું "હું મળી ગયો ? મારો ભેટો થઇ ગયો... મળી જવાનું તો તેં ક્યાં નક્કી કર્યું ? આરે આવેલી નાવ ને તે લંગારી જ નહીં હું અવઢવમાં રહ્યો કંઇ ના બોલ્યો... અને એમાં બીજા વરસો નીકળી ગયાં. મારે તો તને મારાં નામની માત્ર દીર્ઘાઇમાં ઉમેરીને દીધાર્યું સુધી ચાહવી હતી ત્યારે અવઢવમાં હતો અત્યારે નથી... વીલ યુ મેરી મી ? એમ બોલતાં બોલતાં આયુષીની નજીક જઇને સીધું પ્રપોઝ કરી દીધું.

      આયુષીએ કહ્યું "આટલું બોલતાં તે વરસો કાઢ્યાં હવે અચાનક પ્રપોઝ કરે ? અને મેં જાણે જીવવું છોડેલુ શું કહું ? તારાં આકર્ષણ થયેલું પછી... જાણે સૂક્ષ્મ પ્રેમમાં જ પડી હતી પણ હિંમત ના કરી શકી અને મેં સામેથી કોઇ પ્રયત્ન ના કર્યો. તારી તપાસ કરતાં જાણવાં મળેલું તું સુરત ભણવા ગયો છે પછી નક્કી કર્યું કે સાચી નિષ્ઠાનો પ્રેમ હશે તો મળશે જ. સાચું કહું તો હું પણ ગ્રેજ્યુએટ પછી મારી મોમને મદદ કરવામાં વ્યસ્ત હતી એ ઘરે બેસીને બધું બનાવતી વેચતી અને બે વરસમાં તો મેં માર્કેટીંગ કરીને એનું નામ પ્રચલિત કરી દીધું.


      આયુષે કહ્યું "પણ શેનું કામ ? તારી મોમ તો પાપડ મઠીયા, અથાણા, મસાલા બધું બનાવતાં હતાં મને યાદ છે” “ હાં આયુષ એમાં જ મદદ કરી આજે માલતીબેન પાપડવાળા આખા વલસાડમાં અને સુરત સુધી પ્રખ્યાત છે.” આયુષે કહ્યું "વાહ કહેવું પડે અમારે ત્યાં પણ મળે છે પણ એ તારી મોમ છે ખબર નહોતી. “

      “તારાં લગ્નનું શું થયું ? થઇ ગયાં કે બાકી ?” આયુષે પૂછ્યું "અરે આટલી રામાયણ કીધાં પછી પૂછે છે સીતાનું હરણ થયું કે નહીં ? નથી કર્યા.. તારી અને મારી બાકી રહેલી વાત આગળ વધવાની હશે....”. એમ કહીને ખડખડાટ હસવા લાગી.

      આયુષે કહ્યું "આયુષની આયુષી બની જા મારાં નામનાં દીર્ઘાઇ વધારીને મારાં શ્વાસમાં તારાં પ્રેમનો વિશ્વાસ ભરી દે.” આયુષી કહે "મને પણ આ કુદરત અજબ લાગે છે અધૂરી વાત આમ અચાનક તત્કાળ જ પુરી કરી દે છે. આયુષ મને મંજૂર છે અને મારાં નહીં આપણાં નસીબ કે આપણે આકર્ષણ પછીનાં અધ્યાયમાં સાચાં પ્રણયનાં ભાગીદાર બનીશું અને અને આ પ્રણય પરીણય તરફ લઇ જશે. “

***

           આયુષ અને આયુષીનાં પ્રણયમાં નવરંગ છવાયો ઘરનાની સર્વ સમતિ સાથે રંગેચંગે પરણી ગયાં અને જ્યાં ફરી પરિણય ગૂંથાયો ત્યાંજ રહેવાનો નિર્ણય કર્યો. આયુષે કહયું “ ભલે મેં ડાઇઝ અને કલરમાં માસ્ટર્સ કર્યું પણ મારે એ શહેરી વાતાવરણમાં પૈસા કમાવવા માટે જીંદગી ફેંકી નથી દેવી. આપણે આખી જીંદગી આ વનરાજી કુદરત આ ચોખ્ખી હવામાં જીવન ગૂજારીશું. આયુષી એ આયુષનાં નિર્ણયમાં સૂર પુરાવ્યો અને બંન્ને જણાં લગ્ન કરી સાપુતારા જ ઠરીઠામ થયાં.

      આયુષે સુરતનું મકાન અને વડીલો પાર્જીત થોડીક જમીન જે ભાડે ચઢાવેલી એ વેચી દીધી. માં તો નાનો હતો ને ગૂજરી ગયેલી. પિતાનું મૃત્યું કોલેજના છેલ્લાં વર્ષમાં હતો ને જ થયેલું કોઇ બીજું હતું નહીં. તેથી બધું વેચીને સાપુતારા આવી એક સાથે ત્રણ કોટેજ લઇ લીધાં હતાં, એકમાં રહેતો અને બાકીનાં માં ટુરીસ્ટને આપતો. પોતેજ બધી જ સર્વિસ આપતો અને એની જરૂરિયાતથી પણ થોડુંક વધારે કમાઇ લેતો.


***

આયુષી આયુષની મહેનત, અને કુદરત માટેનાં પ્રેમને જોઇને ખૂબ રાજી રહેતી. આયુષ કાયમ એને સાથે જ રાખતો ટુરીસ્ટ સાથે હોય તો પણ બંન્ને સાથે જ સાઇટસીન માટે જતાં. અને સાપુતારા રેન્જ સહિયાદ્રી પર્વતમાળાની મજા લેતાં. ચારે બાજુ પથરાયેલાં સહિયાદ્રીનાં રણીયામણાં ડુંગરોને ખૂંદી વળ્યા. આયુષ આ જોઈને કાયમ કહેતો. “અહીં જે આ રમણીય દુનિયા છે. એનાંથી વિશેષ મને કંઇ નથી ખપતું બસ આ નિજાનંદમાં તારો સાથ રહે અને આપણે કુદરતનાં ખોળામાં એકમેકને પ્રેમ કરીને પ્રણયરંગમાં રંગેલા રહીએ.”


***

આયુષી ઓપરેશન થીયેરનાં બંધ અને નિષ્ઠુર દરવાજા તરફ જોઇ રહી. ત્યાંથી કોઇ અવાજ નહોતો એની નીતરતી આંખો બસ એની સામે ટગર-ટગર જોઇ રહી હતી. આમને આમ બે કલાક થયાં અને જાણે કોઇ બોલ્યું એવાં સંચાર એહસાસ થયો એ દોડીને દરવાજા પાસે ગઇ પરંતુ ત્યાં કોઇ અવાજ નહીં કોઇ નહોતું એનાં હૃદયની ધબકારની ગતિ જાણે એકદમ વધી ગઇ. હૃદયનાં ધબકાર વધતાં શ્વાસની ગતિ વધી. વધતી શ્વાસની ગતિ સાથે એ વીતી ગઈ. વીતેલી પળો યાદ આવી ગઇ. આયુષ સાથે એ એક સુંદર વિતાવેલી સાંજ યાદ આવી ગઇ અત્યારે એનાં શ્વાસમાં એ યાદોની સુવાસ ફેલાઇ ગઇ.

      “આયુષી આજે આપણે કેટલાં સમય પછી મળ્યાં પણ જાણે હજી કાલે મળ્યાં હોય એમ એકમેકમાં કેવા પરોવાઇ ગયાં. ના એ સમયની બીજી કોઇ યાદ બસ તું જ. આ આથમતો સૂરજ એની સિંદુરીયા રંગની સુરેખાઓની સાક્ષીમાં એજ સિંદૂરીયા રંગથી તારી માંગ ભરુ છું તારાં શ્વાસમાં શ્વાસ પરોવું છું..” આયુષે મને માથે ચૂમી મારી આંખો ચૂમી હતી. મારી આંખો સંવેદના ભીની થઈ. નમ હતી.. એણે મને ગાલ પર. મારાં હોઠ પર હોઠ મૂકી ચૂમી લીધી.


      “આયુષી તારાં આ લાલ ગુલાબી રેશમી હોઠનો જાદુ એનો નશો મને પાગલ બનાવે છે” એમ કહી એણે ચૂસ્ત ચુંબન આવ્યું મને એની બાહોમાં લીધી આ પરિણય પરાકાષ્ઠાએ ચઢેલો.... આયુષીના શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યાં એની આંખોમાંથી અશ્રુ વરસી રહ્યાં શ્વાસનાં જોરે હોઠમાંથી નીકળી ગયું “આયુષ” અને નજર બંધ દરવાજા તરફ ફરી પડી એ વિવશતા ભરી આંખો સાથે જોઇ રહી એને ઇશ્વરને કહ્યું "હે ઇશ્વર જો શ્વાસ ખૂટવાનાં હોય તો બંન્નેનાં સાથે ખૂટાડજે નહીંતર મને આભ ભરીને ખૂશીયા આપજો મારો ખોળો તમારાં આશિષથી ભરજો અને ત્યાંજ ઓપરેશન થિયેટરનાં દરવાજા ખૂલ્યાં.

      આશા ભરી આંખે આયુષીએ રીતસર ઓપરેશન થીયેટર તરફ દોટ મૂકી અને પગમાં જાણે અજબ જોર આવ્યું.

      દરવાજો ખોલી ડૉ. સુધાંશુ બહાર આવ્યાં એમનાં ચહેરા પર આયુષી હાવભાવ વાંચી રહી હતી મિશ્રભાવ ના સમજી શકી.એ બોલી ઉઠી ? ડૉકટર મારો આયુષ કેમ છે ? કોઇ ચિતાનું કારણ નથી ને ? એ ભાનમાં છે ? એ કંઇ બોલ્યાં ? કંઇ કીધું ? ડૉ. સુધાંશે એકદમ માયાળુ અને સાંત્વનનાના સૂરમાં કહ્યું "દીકરી કોઇ ચિંતાનું કારણ નથી આયુષ સલામત છે પરંતુ એક... આયુષી કહે સલામત છે તો પરંતુ. કેમ ? શું થયું ?

      ડૉ. સુધાંશે કહ્યું એને માથામાં ભારે ઇન્જરી હતી પણ એ ભયયુક્ત છે પણ એકજ ભય દૂર થવો જોઇએ એની માથાની સ્થિતિ હજી ખૂબ નાજુક છે એને કંઇ યાદ નથી પણ અત્યારે લેટેસ્ટ દવાઓ આપી છે ખૂબ જલ્દી રીકવરી આવી જશે. એને દીકરા તારે મળવુ હોયતો બે કલાક રાહ જોવી પડશે એ ભાનમાં આવેલ અને પાછો સ્મૃતિભ્રંશ થયો છે. સર્જરી સંપૂર્ણ સફળ છે મેં વાત પણ કરી પરંતુ એ કંઇ યાદ નથી પાછો નીંદરમાં સરકી ગયો છે. હવે થોડી રાહ જોવી પડશે એને આરામની જરૂર છે પરંતુ એની પાસે જઇ શકે છે એને સ્પેશીયલ રૂમમાં હમણાં શીફ્ટ જ કરે છે.

      આયુષીનાં રોકી રાખેલાં આસું છૂટી પડ્યાં એ ધ્રૂસ્કેધૂસ્કે રડી રહી. આયુષને સ્ટ્રેચરમાં લઇને વોર્ડબોય બહાર આવ્યો અને સ્પે.રૂમ નં.3 માં શીફ્ટ કર્યો.

      આયુષી રૂમમાં ગઇ અને આયુષની સામે બેસી ગઇ અને એક નજરે આયુષની સામે જોઇ રહી. આયુષ ભાનમાં આવે એની રાહ જોવાની હતી એ મનોમન મહાદેવને પ્રાર્થના કરવા લાગી.

***


           સવારનું ઓપરેશન ચાલુ હતું બરાબર પાંચ કલાક ચાલેલું અને ડૉકટરે 12.00 પછી દરવાજો ખોલેલો. એકવાર ભાનમાં આવી પાછો મૂર્છામાં સરી ગયેલો. સ્પે.રૂમમાં લાવ્યાને બીજા કલાકો નીકળી ગયાં હતાં નર્સ સતત એનું ધ્યાન રાખી રહેલી. એનાં બેડની બાજુમાં મૂકેલા મશીનોમાંથી રીડીંગ નોંધ્યા કરતી હતી આયુશી પૂછે તો આશ્વાસન આપતી હતી.

      આયુષી છેલ્લાં કલાકોથી કંઇપણ ખાધાપીધા વિનાં ફક્ત આયુષની સામે જ નજર માંડીને બેઠી હતી. થોડીવાર પહેલાં આયુષીના પેરેન્ટસ પણ આવી ગયાં હતાં. માં એ સમજાવ્યું કેટલો સમય થઈ ગયો દીકરા. થોડું ખાઇ લે.. કોફી પી લે. પરંતુ આયુષીએ એક જળનું ટીપું ગળે નહોતું ઉતાર્યું એને આયુષ સિવાય કશામાં રુચી જ નહોતી. સાંજના સાત વાગવા આવ્યાં. રૂમની બારીમાંથી સૂર્યના કિરણોને આથમતાં જોઇ રહીં. એ ધીમે રહીને ઊભી થઇ અને આયુષની બરોબર લગોલગ આવીને બેઠી. આયુષને જોઇ રહી હતી એનાં માથે મોટો પાટો હતો. આંખો બંધ હતી અને ચહેરો એકદમ શાંત હતો જાણે કોઇ નિશ્ચિંત માહોલમાં સૂઇ રહેલો.

      આયુષીએ હળવેથી એની આંખો પર ચુંબન કર્યું અને બોલી "મારાં આયુષ હવે તો આંખો ખોલ.. જોતો ખરો.. તારી આયુષી ટગર ટગર તને જ નીરખી રહી છે જો ને મારીં આંખોમાં શું દેખાય છે ? સૂર્યનારાયણ સાક્ષી છે, સુરખી છવાઇ છે, નભમાં વાદળ અને જળ ભરાયાં છે નેણમાં.. મારાં આયુષ કંઇક તો બોલ” આમ કહેતાં કહેતાં આયુષી ધુસ્કે ધૂસ્કે રડી ઉઠી.


      આયુષીની માં એકદમ નજીક આવી આયુષીને સંભાળી લીધી. દિકરાં થોડી ધીરજ અને હિંમત રાખ બધાં સારાંવાના થશે. પરંતુ આયુષીને માં ને હળવેથી છોડાવી ફરીથી આયુષને કહ્યું "આયુષ.. હે આયુષ જુઓ તમે મારી સાથે મારી સ્થિતિનો વિચાર કર્યો છે ? આટલી બધી પીડા તમારી મને સ્પર્શે છે મારાંથી નથી સહેવાતું તમે કેવી રીતે સહેતાં હશો ? મને ખબર છે સબકોન્સીયશમાં પણ મારું નામ રટતાં હશો.

      આયુષ તમારા આ શ્વાસમાં મારો વિશ્વાસ પરોવાર્યો છે આ શ્વાસ વિશ્વાસની પરોવણી ઇશ્વરે કરી છે, આયુષ આંખ ખોલોને મારે તમારું તેજ જોવું છે. આયુષ હું તમારી આંખોમાં જોવા તરસું છું મારો પ્રેમ બધી પરાકાષ્ઠા આંબી ગયો છે, આ શરીર ચિંથરાનો પ્રેમ નથી આતો ભવોભવનો રુહથી રુહનો શ્વાસથી શ્વાસનો સાથ, અને વિશ્વાસનો સંબંધ છે. આયુષ....” અને આયુષની આંખો ધીમે રહીને ખૂલી.

      આયુષીતો રાજીપામાં બોલી ઉઠી...” આયુષ તમે આંખો ખોલી.. આયુષ.. આઇ લવ યુ “ બધી શરમ સંકોચ છોડીને આયુષી આયુષને વળગીને ચૂમી ઉઠી એની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહયા. એણે કહ્યું “માં જો આયુષે આંખો ખોલી. મારાં આયુષ ભાનમાં આવી ગયાં. હે ઇશ્વર તે મારી પ્રાર્થના સાંભળી ખૂબ ખૂબ થેંક્સ મારાં પ્રભુ આયુષ. આયુષ તમને કેમ છે ? આયુષ કેમ કંઇ બોલતાં નથી ? આયુષ..... “


      આયુષે આયુષી તરફ જ પ્રથમ નજર કરી. આયુષીને સાંભળી રહયો પરંતુ કાંઇ પ્રતિભાવ જ ના આપ્યાં. એણે નજર આજુબાજુ કરી બીજે જોવા ઓળખવા પ્રયત્ન કર્યો. એણે આયુષીની માં ને જોયાં પછી દોડી આવેલી નર્સને જોઇ. એણે આયુષીની સામે જોયા કર્યું.

      આયુષે આયુષીને કહ્યું "હું ક્યાં છું ? મને શું થયું છે ? તમે કોણ છો ? પહેલાં બે પ્રશ્ન સુધી આયુષી સહી ગઇ પછી તમે કોણ છો સાંભળી એનું હૈયું બેસી ગયું. એણે કહ્યું "આયુષ હું આયુષી. તમારી આયુષી તમે મને નથી ઓળખી ? તમે આયુષ તમને એક્સીડેન્ટ થયેલો માથામાં ઇજા પહોંચેલી તમને અહીં દાખલ કરેલાં તમારું ઓપરેશન .........”. એટલું બોલતાં બોલતાં આયુષીનું શરીર, વાચા લથડી અને એ મૂર્છા ખાઈ ઢળી પડી. એણે આયુષને દાખલ કર્યો ત્યારથી ના અન્નના જળ લીધું. બધું સહી ગઇ પણ આયુષ ઓળખીના શક્યો એ સહી ના શકી અને......


      નર્સ દોડીને ડૉક્ટરને બોલાવી લાવી બાજુમાંજ બેડમાં આયુષીને સુવાડી.. મૂર્છા ખાઇ ગયેલી આયુષીને જોઇને આયુષે પૂછ્યું "આમને શું થયું ? હમણાં તો મને કંઇક કહી રહેલાં.. મારું નામ આયુષ છે ?” ડૉક્ટરે નર્સને સૂચના આપીને તાત્કાલીક આયુષીને ગ્લુકોઝ ચઢાવવા કહ્યું. અને પછી આયુષને તપાસ્તા કહ્યું "ઓહ ઓકે યંગ મેન તમે ભાનમાં આવી ગયાં છો. હું તમને જણાવુ છું તમારાં અંગે તમારું નામ આયુષ પંડિત છે અને આ બાજુમાં તમારી જ પત્નિ આયુષી એ સતત તમારાં ભાનમાં આવવાની રાહ જોઇ રહેલી.”

      ડૉક્ટરે આયુષને કેવી રીતે એક્સીડન્ટ પછી અહીં લઇ આવ્યાં ઘણું લોહી વહી ગયેલું બેભાન અવસ્થામાં લાવ્યા પછી ઓપરેશન થયું બધી જ વિગત સંક્ષેપ્તમાં કહી. આયુષ બસ સાંભળી રહ્યો એણે કોઇ જ પ્રતિધાત ના આપ્યાં અને અજાણ્યાની જેમ આયુષીને જોઇ રહ્યો. થોડીવાર પછી એણે પાછી આંખો મીંચી દીધી.

***


           થોડી સારવાર પછી આયુષી ભાનમાં આવી તરતજ બેડમાંથી ઉભી થઇ ગઇ સીરીંજ કાઢી લીધી હતી. હાંફળી હાંફળી આયુષ પાસે આવી ગઇ અને કહ્યું "આયુષ તમે મને ના ઓળખી ? આયુષ આંખો ખોલો મને ઓળખો આયુષ... “  આયુષ પાછી આંખો ખોલી આયુષી બોલી રહેલી એ સાંભળી રહેલો. આંખો આયુષીને જોઇને દીલમાં ઉતારી રહેલી કાનમાં અવાજ આયુષીને આવી રહેલો. એ ઓળખવા મથી રહેલો. આયુષીને આયુષની આંખોનો અણસાર આવ્યો આંખોની ઊંડાઇ માપી લીધી એ આયુષની વધુ નજીક આવી આયુષીએ આયુષને ક્હ્યું" આયુષ મારો ચહેરો હજી ભ્રમિત લાગતો હશે...., મારો અવાજ હજી ઘંટારવ કરવા અશક્તિમાન હશે પણ... મારો શ્વાસ” એમ કહી આયુષની સાવ નજીક ગઇ અને આયુષનાં હોઠ પર પોતાનાં હોઠ મૂકી દીધાં. દીર્ધચુંબન લઇને આયુષનાં હોઠને આયુષીનાં હોઠની ભીનાશ ફરી વળી હોઠનાં મિલન સાથે શ્વાસ સાથે શ્વાસ પરોવાયા અને આયુષ...


      આયુષનાં હોઠ ફફડયાં....”મારી આયુષી...” અને આયુષીએ ચહેરો ઊંચો કરી આયુષની સામે જોયું અને હસતી રડતી આંખે બોલી "આયુષ મને શ્રધ્ધા હતી જ મારાં તમારાં શ્વાસનો વિશ્વાસ ક્યારેય ઓછો નહીં પડે તમારાં શ્વાસ સાથે મારાં અંતરનો વિશ્વાસ પરોવાયો અને તમે મારાંમય થઇને મને ઓળખી..મારાં વિશ્વાસે તમારાં મનનાં કોરા થયેલાં કાગળમાં મારું નામ કોતરાઈ ગયું. આજ આપણાં પ્રેમની પવિત્રતા અને પરાકાષ્ઠા છે. જેમ તમારાં નામમાં દીર્ઘાઇ ઉમેરી મારું નામ બને એમ તમારામાં સમાઈ તમને પછી લઇ આવી મારાં આયુષ...

      આયુષે અમી ભરી નજરે આયુષીની સામે મીટ માંડતાં કહ્યું "હાં આયુષી મારાં શ્વાસમાં તારા શ્વાસ પરોવીને તારો વિશ્વાસ જીતી ગયાં. આઇ એમ બલેસડ ટુ લવ યું. આયુષીએ કહ્યું "મી ટુ માય ડાર્લીંગ આયુષ. આઇ લવ યું. આજ આપણો પાવન શ્વાસ વિશ્વાસ. અને .... પ્રણ્યભીના જીવ પાછા શ્વાસ વિશ્વાસ સાથે એકબીજામાં પરોવાઈ ગયાં એકમેકને મળી ગયાં.

             આજ શ્વાસ..... વિશ્વાસ !


Rate this content
Log in

More gujarati story from દક્ષેશ ઇનામદાર

Similar gujarati story from Romance