દક્ષેશ ઇનામદાર

Children Stories Others

3  

દક્ષેશ ઇનામદાર

Children Stories Others

ગોટીયા પોટિયા ગણેશજી

ગોટીયા પોટિયા ગણેશજી

10 mins
501


શાંત રમણીય શાળાનાં પ્રાંગણમાં પ્રાર્થના ચાલી રહી છે. નાનાં નાનાં ભૂલકાઓ આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહયા છે. નિર્દોષ મનમાં ઈશ્વરની કલ્પના કરીને બે હાથ જોડીને પ્રાર્થનામાં જાણે મગ્ન છે. પ્રાર્થના પૂરી થયા બાદ પોતાનાં સ્થાન પર પલાઠી વાળીને બધાં પાથરણાં ઉપર બેસી જાય છે. શાળાનાં આચાર્ય ઊભા થઈને આજનો સુવિચાર સંભળાવીને પછી એક જાહેરાત કરે છે. સાથે ઊભેલા બીજા શિક્ષકો અને બાળકો ધ્યાનથી સાંભળે છે.


"વ્હાલા બળકો. આજે શ્રાવણ માસ પૂરો થયો. તમે બધાં મહાદેવનાં મંદિરમાં દર્શન કરવા ગયા હશો ને ? હવે આવતી કાલથી ભાદરવો મહીનો શરૂ થશે અને ભાદરવા સુદ ચોથ એટલે આપણાં મનગમતાં ગણેશજીની જયંતિ એમનો ગણેશ ઉત્સવનો દિવસ. એટલે આપ સહુ મારા ભૂલકાઓને આનંદનાં સમચાર આપું છું કે આપણી શાળામાં પણ દર વર્ષની જેમ ગણેશચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની સ્થાપના કરીને ઉજવણી કરીશું. બધાએ તાળીઓનાં ગળગળાટથી વાતને વધાવી લીધી.આચાર્યએ એ કહ્યું "ગણેશજીની પૂજા કરી આરતી કરીને પછી રજાની મજા માણીશું. બધાએ વધુ ગળગળાટથી તાળીઓ મારીને ખુશી વ્યક્ત કરી. નીલું એનાં મિત્રો સાથે બેસીને સાંભળી રહી હતી બધાં તાળીઓ પાડે ખુશીથી તાળીઓ પાડતી હતી. એનાં નાનાં કોમળ મનમા ગણેશજી પધારવાનાં આવવાનાં છે, બધું સમજાઈ રહ્યું હતું પણ ગણેશજી કોણ શું કરવાનું કંઈ સમજાતુ નહોતું.પણ બધાં મજા કરશે મજા આવશે જાણીને આનંદ થતો.


શાળાનો આજનો દિવસ પૂરો થયો અને નીલુ શાળાએથી છૂટીને બહાર આવી એની મમ્મી રાહ જોઇ રહી ઉભી હતી. અને છ વર્ષની નીલુ દોડતી દોડતી એની મમ્મી પાસે આવી ગઇ. મમ્મી એ પૂછ્યું "નીલુ બેટા આજે સ્કુલમાં શું કર્યું ?" નીલુએ એની કાલી ભાષામાં કહ્યું "મમ્મી આજે અમને ટીચરે કહ્યું "ગણેશચતુર્થી આવે છે આપણે ગણેશજીની પૂજા કરીશું પછી રજા મળી જશે અને હસવા લાગી." એની મમ્મી સરલાએ કહ્યું અરે વાહ ખૂબ સરસ.. દર વર્ષની જેમ પૂજા અને પછી રજા. તમને તો મજા પડી જશે. નીલુએ નિર્દોષ ભાવે પૂછ્યું "મમ્મી આ ગણેશજી કોણ છે ? અને એમને કેમ લાવે છે ? એમની પૂજા કેમ કરીએ છીએ ?

 

"સરલાએ કહ્યું "દીકરા નીલુ ગણેશજી આપણાં ભગવાન છે અને તારાં ખાસ મિત્ર છે. એમની પૂજા કરવાથી એમની સાથે વાતો કરવાથી એમનાં આશીર્વાદ મળે આપણને જે જોઈતું હોય એ લાવી આપી આપણી બધીજ ઈચ્છાઓ પૂરી કરે. નીલુ એ કહ્યું " "ઓહો તો એ મારાં મિત્ર છે તો મમ્મી આપણે ગણેશજીને આપણા ઘરે પણ લાવીશું ? આપણે પૂજા કરીશું ખૂબ મજા કરીશું પછી હું એમની પાસે..." એમ કહી પાછી મૌન થઈ ગઇ. એણે કંઈક વિચરી કહ્યું "તો એમનો ચેહેરો હાથીભાઈ જેવો કેમ છે ? સરલા એ હસતા હસતા કહ્યું "નીલુ એમનો ચેહેરો એવો જ છે ખૂબ સુંદર હું તને ઍમની આખી વાર્તા પછી કહી સંભળાવીશ નિલુ કહે ભલે. આમ વાતો કરતાં કરતાં ઘરે પહોંચ્યા.

       

ગણેશચતુર્થીના દિવસે નીલુ હોંશે હોંશે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઇ. આજે ખૂબ ઉત્સાહમાં હતી આજે સ્કૂલમાં ગણેશ ઉત્સવ કરવાનાં હતાં અને પછી તરત રજા મળી જવાની હતી આજે કંઈ ભણવાનું હતું નહીં અને આજે ગણેશજીની વાર્તા સાંભળવા મળવાની હતી. સ્કૂલ પહોચીને તરતજ બધાં બળકો પ્રાંગણમાં ગયાં. પ્રાંગણમાં મધ્યમ કદની ગણપતિદાદાની ભવ્ય પ્રભાવી મૂર્તિ મૂકવામાં આવી હતી એમને સરસ શણગાર કરવામાં આવેલો. તોરણ બાંધેલા હતાં. ગણપતિદાદાને ગુલાબનાં ફૂલોનો સુંદર હાર પહેરાવેલો હતૉ. માથે મુગુટ હતો. હાથમાં , પગમાં સુંદર કંગન પહેરાવેલા હતાં એટલી સુંદર સૌમ્ય અને હસતી મૂર્તિ હતી કે જાણે હમણાં બોલી ઊઠશે.


 પ્રાંગણમાં સ્કૂલનાં બધાં ભૂલકાઓ બેસી ગયાં હતાં અને શાળાનાં આચાર્યએ ગણપતિ પૂજન કરીને આરતી ગાઈ અને ગણપતિદાદાનો જયઘોષ બોલાવ્યો. બધાને જોરથી ધૂન અને ગણપતિ સ્તવન કરાવ્યું, "બોલો ગણપતિબાપા મોરીયા"નો ઉદઘોષ કરાવ્યો પછી કહ્યું "જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાનકી પાર્વતી પિતા મહાદેવા." સરસ પૂજા અર્ચન કર્યા પછી બધાંજ ભૂલકાઓને મોદક્નો પ્રસાદ આપ્યૉ અને આચર્યાશ્રીએ કહ્યું "આજે ખૂબજ આનંદ મંગળનો દિવસ છે અને તમને સહુને હું ગણેશજીની વાર્તા કહી સંભળાવું છું.બધાંજ ભૂલકાઓ શાંત થઈ ગયાં બધાનાં કાન સરવા થયા. નિર્દોષ બાળકોને ખૂબ કુતુહલ હતું કે હવે ગણેશજીની વાર્તા સાંભળવા મળશે..

 નિલુ તો અધીરી હતી સાંભળવા માટે.. એને થયું આજે મને બધું જાણવાં મળશે. આચાર્યશ્રીએ જયઘોષ બોલાવ્યા પછી ગણેશજીની વાર્તા કહેવાં માંડી...

"હિમાલયની ગિરિમાળામાં કૈલાસ પર્વત છે. ઉમાશિવ એટલેકે શંકર ભગવાન અને માં પાર્વતી કૈલાસ પર્વત ઊપર રહેતાં હતાં. એકવાર મહાદેવજી એટલેકે શંકર ભગવાન હિમાલયની પરિક્રમા કરવાં નીકળ્યાં.ઘણાં સમય પછી ઘરે પાછા આવવાનાં હતાં.


અહીં ઘરે પાર્વતીમાં અને બાળ ગણેશ ઘરે હોય છે. મા પાર્વતીએ ગણેશજીને કહયું, "દીકરા હું સ્નાનાદિ પરવારીને આવું છું ત્યાં સુધી તું દરવાજે ઊભો રહી ધ્યાન રાખજે. હું પાછી ના આવું ત્યાં સુધી કોઈને પણ ઘરમાં આવવા ના દઈશ પછી કોઈ પણ હોય." ગણેશજીએ માને કહયું "તમે નિશ્ચિંત થઈને જાવ હું કોઈનેય નહીં આવવા દઉં." મા અંદર ગયાં અને બાળ ગણેશજી દરવાજે ચોંકી કરવાં લાગ્યાં.

થોડાં સમય પછી મહાદેવજી ભ્રમણ કરીને પાછાં ઘરે આવ્યાં પરંતુ ગણેશજીએ કહયું "તમે બહાર પ્રતિક્ષા કરો અંદર જવા પ્રવેશ નહીં મળે." મહાદેવજીએ કહયું "અરે ઓ બાળક તું આમ મારી અવજ્ઞા ના કર મને અંદર પ્રવેશ કરવાં દે. પણ ગણેશજી માન્યા જ નહીં કેમકે માતાજીની આજ્ઞા હતી." મહાદેવજીને ખૂબ ગુસ્સો આવ્યો અને એમણે ચેતવણી આપી પણ ગણેશજી માન્યા જ નહીં. એટલે ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલાં મહાદેવજીએ ત્રિશુલથી ગણેશજીનું ડોકું કાપી નાખ્યું.


એટલામાં પાર્વતીમાં અંદરથી બહાર અવાજ સાંભળીને હાંફળા ફાંફળા આવ્યાં. ગણેશજીનું ડોકું કપાયેલું જોઈ ખૂબ આક્રંદ કરવાં લાગ્યાં. એમણે કીધું સ્વામી તમે આ શું કરી નાખ્યું ?" મહાદેવજીએ કહયું "અરે આ બાળક મને પ્રવેશ નહોતો કરવાં દેતો." પાર્વતીમાંએ કહયું "અરે એ મારી આજ્ઞા હતી કે કોઈને આવવા ના દેતો. હું સ્નાનાદિ પરવારતી હતી. હવે કોઈ પણ રીતે મારાં ગણેશને સજીવન કરો." આ સાંભળી મહાદેવજી ખૂબ શોક પામ્યાં. એમણે કીધું "એનાં ધડ પર કોઈનું ડોકું લગાવવું પડશે" એ શોધવા જતાં હાથીનું બચ્ચું મદનિયુ મળ્યું અને એનું ડોકું કાપીને ગણેશજી ઊપર લગાવીને સજીવન કર્યા.

 

ગણેશજીને નવજીવન આપ્યું. પછી ગણેશજી જીવંત થયાં પરંતુ પાર્વતીમાં ખુબ શોકઆતુર થયા કે મારાં ગણેશનું મોં આવો ચેહરોં ? કેમ આમ કર્યું અને આક્રંદ કરવા લાગ્યાં ત્યારે મહાદેવજીએ આશ્વાસન આપતાં કહ્યું "દેવી શોક ના કરો. ગણેશનો ચેહરો ભલે હાથીનો છે પરંતુ સમસ્ત શ્રુષ્ટિમાં બધીજ જ્ગ્યાએ કોઈ પણ પૂજા -અર્ચન - શુભ પ્રસંગ હશે તો સૌથી પેહલાં ફક્ત ગણેશનું જ પૂજન થશે પછીજ બીજી પૂજનક્રિયા થશે. નહીંતર એ પૂજાનું ફળજ નહીં મળે. આમ ગણેશજીને વરદાન મળ્યું. મા પાર્વતી શાંત થયા અને આનંદ પામ્યા.

   

તો છોકરાઓ તમને આજે ખબર પડીને આપણાં બાળ ગણેશનો ચેહરો હાથી જેવો કેમ છે ? અને બીજી ખાસ અગત્યની વાત કરું છું આચાર્ય એ કહ્યું "ગણેશજીનું આમ ખરા મનથી ઘરમા સ્થાપન પૂજન કરવાથી પછી મૂર્તિ ભલે નાની, મોટી માટીની કે કેવી પણ હોય પણ એમનું પૂજન કરવાથી ઘરે તેડાવીને ઍમની જોડે દોસ્તી કરવાથી આપણાં બાળગણેશ આપણું ઈચ્છેલુ બધુંજ કાર્ય કરે છે. માંગેલું બધુંજ આપે છે. આપણાં બધાંજ મનોરથ ઈચ્છાઓ પૂરી કરે છે. એટલે ખુબ શ્રદ્ધાથી બધાં કરજો." આમ કહીને બીજા કાર્યક્રમ કરીને સ્કૂલમાં રજા આપી.


નીલુ તો એક નજરે બાળ ગણેશ જોઇ રહી હતી અને આચાર્યએ કીધેલી બધીજ વાત મનમાં ઉતારી રહીં હતી અને ખુબ ખુશ હતી. એને જાણે એના હાથમાં કોઈ જાદુઈ છડી આવી ગઈ હતી. સ્કૂલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરીને નીલુ ઘરે આવી. હજી મમ્મી દવાખાનેથી પાછી નહોતી આવી. બાજુવાળા ક્મુબાનાં ઘરે ગઈ અને કમુબા સાથે વાતો કરવા લાગી આખી ગણેશ વાર્તા એમને સંભળાવી દીધી. નીલુની મમ્મી હોસ્પિટલગઈ હતી. નીલુનાં પાપાને દાખલ કરેલાં હતાં. નીલુની મમ્મીસરલા નીલુને તૈયાર કરી સ્કૂલે મૂકીને પછી દવાખાને જતી અને ઘર અને હોસ્પીટલ બંન્ને સંભાળી રહીં હતી. એ ઘરે ના હોય ત્યારે બાજુમાં જ એકલાં રેહતા કમુબા નીલુને સંભાળ લેતા ક્યારેક એમનાં ઘરે નીલુને બોલવે ક્યારેક એ નીલુનાં ઘરે આવે ખુબ માયાળુ કમુબા નીલુની દાદીની ગરજ સારતાં.


આજે નીલુ ખુબ આનંદ સાથે ઘરે આવી. કમુબા રાહ જોઇ રહ્યાં હતાં નીલુને દૂધ નાસ્તો આપ્યૉ. નીલુએ કહ્યું બા આજે સ્કૂલમાં ગણેશજીને તેડાવેલાં. મારે પણ ગણેશજીને બોલાવવા છે. મારા ફ્રેન્ડ બનાવવા છે. કમુબા એ કહ્યું તું તેડાવ એમને એ ખૂબજ આનંદ પામશે. નાના છોકરાઓનાં ખુબ ગમતાં છે. નીલુ એ કહ્યું " હું મંમી ને કહીશ મને લાવી આપે.


સરલા હોસ્પિટલથી પાછી આવી અને નીલુ રાહજ જોતી હતી એણે કહ્યું "મમ્મી મારે ગણેશજી ઘરે લાવવા છે. મારે ઍમની સાથે ફ્રેન્ડશીપ કરવી છે. મારે પૂજન કરી મનાવવા છે. ઍમની બર્થડે મનાવવી છે. અને મારે ખાસ રિટર્ન ગીફ્ટ માંગવી છે. સરલા એ થોડા ગમગીન ચેહરે કહ્યું "દિકરી મારી હું તને કેવી રીતે લાવી આપું ? આપણી પાસે એટલાં પૈસા નથી. તું પ્રાર્થના કર તારાં પાપા સજા થઈ જાય પછી આવતા વર્ષે તેડાવીશુ." નીલુ કંઈ બોલી નહીં. ચૂપચાપ સાંભળી રહી. સાંજે વાળુ કરીને સરલા - નીલુને સૂવરાવી રહી હતી. સૂવરાવતા સરલાજ એટલી થાકેલી હતી કે એ સૂઈ ગઈ.


નીલુ હળવેથી ઉભી થઈને ગણેશજીના ફોટા પાસે આવીને ઉભી રહી અને હાથ જોડી પ્રાર્થના કરવા લાગી એણે કહ્યું " હે ગનુદાદા મારાં ગોટીયા પોટીયા ગણેશજી હું તમને ખુબ યાદ કરું છું. મારે તમને મારાં ઘરે લાવવા છે. મારે બધાં કરે એવી પૂજા કરવી છે થાળ પ્રસાદ ધરાવી આનંદ કરવો છે પરંતુ મા કહે છે આવતા વર્ષે લાવીશું. તમે મારાં ફ્રેન્ડ છોને તો તમેજ આવી જાવને. મારા પાપા પણ નથી ઘરે એ પણ બીમાર છે દવાખાનામાં જ છે. આમ બોલતા બોલતા નીલુની આંખમાથી અશ્રુધારા વહી રહી. એ ખુબ રડતી રડતી મનાવતી રહી અને પછી થાકીને સૂઈ ગઈ.


નીલુની મા સરલા અને પિતા સંકેત બંન્ને નીલુને ખુબ પ્રેમ કરતાં હતાં. સંકેત માર્કેટિંગ મેનેજર હતો અને ખુબ સારું કામ કરી રહ્યો હતો. પરંતુ છેલ્લા છ માસથી બીમાર રેહતો હતો. છેલ્લા એક માસથી દવાખાનામાં છે એની કિડની ફેઈલ થઈ ગઈ છે અને સારવાર ચાલે છે. કોઈ સગુંવહાલું અહીં નથી એક ખાસ મિત્ર છે.વિવેક એ રાત્રે રોકાવા આવે છે. ઘરની સ્થિતિ પણ હવે બગડી છે પૈસાની ખેંચ-મોંઘી દવાઓ અને સરલાનો સંઘર્ષ અને નાનકડી નીલુને સંભાળવાની બધું જાણે માથે આભ ટૂટી પડ્યું છે.

 

નીલુ ગણપતિદાદાને પ્રાર્થના કરી રડતી રડતી સૂઈ ગઇ. અને સૂતાંની સાથે જ નીલુને ગણપતિદાદા દેખાયા. એવું નાનકડું સુંદર સ્વરૂપ ખુબ તંદુરસ્ત ગોટીયા પોટીયા ખુબ વ્હાલા લાગે એવાં એમણે નિલુને કહ્યું "નીલુ ઉઠ હું તારો ફ્રેન્ડ ગોટીયા પોટીયો ગણેશ જૉ તારી પાસે તારાં ઘરે જ આવી ગયોં છું."


નીલુ તો આશ્ચર્ય સાથે ઉભી થઈ ગઇ. એણે ગણેશજીને જોઈને ખુબ આનંદ વ્યક્ત કર્યો. એણે પૂછ્યું "તમે કેવી રીતે આવી ગયા ? તમે મારાં ફ્રેન્ડ છો ને ? હું તમનેજ ખુબ યાદ કરતી હતી. તમે મારી સાથે રમશો ? આપણે સાથે રમીશું સ્કૂલે જઇશું અણે ભણીશું. અને મારી ખાસ ગમતી રમત કંકોટી - પગથિયાં રમીશું તમે રમશોને ?


ગણેશજીએ હસતાં હસતાં કહ્યું "હા હું તારી પાસે જ રેહવા આવ્યો છું આપણે ખુબ રમીશું." નીલુ તો ખુબ ખુશ થઈ ગઇ. એ દોડીને કીચનમાં જઇને ડબામાંથી બિસ્કિટ લઈ આવી અને કહ્યું "ચાલો આપણે બિસ્કિટ ખાઈયે. પછી મંમી ઊઠશે એટલે હું કહીશ તમારાં માટે લાડું બનાવે તમને ખુબ ભાવે છે ને ?" ગણેશજીએ કહ્યું "ભલે હા મને ખુબ ભાવે છે." નિલુ કહે "બધા તો તમારી પૂજા કરે છે તમને કેટલા સુંદર સજાવે છે. મને તો એવું કંઈ આવડતું નથી.


ગણેશજી કહે "હું તો તારો ખાસ મિત્ર બનીને આવ્યો છું. આપણેતો સાથે રહીશું ખાઈશું, ભણીશું અને મજા કરીશું." નીલુ કહે "પણ તમે પછી જતા તો નહીં રહોને ? મને તમારાં વિના નહીં ગમે." ગણેશજીએ કહ્યું "ચાલ આપણે કંઈ રમીયે શું રમીશું ?" નીલુ કહે "અત્યારે રાત્રે શું રમીશું ? હાં ચાલો આપણે છૂપાછૂપી રમીયે." ગણેશજી કહે ભલે. અને બંન્ને જણા રમવા લાગ્યાં.


થોડા સમય પછી ગણેશજીએ કહ્યું "મારી આજે વર્ષગાંઠ મને બોલાવીને સાથે રમીને કેવી સરસ મનાવી લીધી." નીલુ કહે "ક્યાં મનાવી ? નથી કેક નથી કોઇ ડેકોરેશન ના કોઇ મિત્રોને મેં બોલાવ્યા ? સાવ ફીક્કીજ લાગી." ગણેશજી કહે અરે જોતો ખરી ત્યાં બધુંજ તૈયાર છે. એમ કહી બાજુનાં રૂમમાં લઈ ગયાં તો નીલુ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઇ. બાજુનાં રૂમમાં ખુબ સુંદર ડેકોરેશન કરેલુ હતુ. વચ્યેની ટીપોય પર મીઠી કેડબરીની કેક પડી હતી. ચારેય બાજું ચકચકતા ચમકતા તોરણ -બોલ, સ્ટાર, ફુગ્ગા લટકતા હતાં .નીલુએ કહ્યું " 'અરે આ બધું કોણે તૈયાર કર્યું ? ક્યારે તૈયાર કર્યું ? મને તો કંઈ ખબરજ નથી." ગણેશજીએ કહ્યું 'એતો અમારી મુષક સેનાએ તૈયાર કર્યું ચાલને મારો બર્થડે ઉજ્વીયે." નીલુ તો ખૂબજ ખુશ થઈ ગઇ એણે કહ્યું "ચાલો ચાલો પણ કોઈ બીજા ફ્રેન્ડ્ તો છે નહીં ? ગણેશજીએ કહ્યું "અરે હું તો છું તારો ફ્રેન્ડ તું મારી ફ્રેન્ડ પછી બીજાની ક્યાં જરૂર છે ?" નીલુ એ નિર્દોષ ભાવે કહ્યું "ચાલો આપણે મનાવીએ ચાલો તમે કેક કાપો. હેપી બર્થડે ટુ યુ ..હેપી બર્થડે ટુ યુ.. ડીયર ગણેશજી...હેપી બર્થડે ટુ યુ... એમ ગાવા લાગી. ગણેશજી એ કેક કાપી અને નીલુને ખવરાવી અને નીલુ એ ગણેશજીને ખવરાવી અને ગણેશજીએ નીલુ ને ઊંચકી લીધી વહાલ કર્યુ અને રિટર્ન ગિફ્ટ આપી અને અદ્રશ્ય થયા.


ઉંઘમા નીલુ બોલી રહી હતી ગણેશજી મારાં ગોટીયા પોટીયા ગણેશજી હેપી બર્થડે ટુ યુ..હેપી બર્થડે ટુ યુ. અને સરલાની આંખ ખૂલી એણે જોયું નિલુ ઊંઘમાં કંઈક બબડી રહી છે. એણે નીલુની પાસે જઈને કહ્યું "બેટા શું થયું ? કોની હેપી બર્થડે છે ?" નીલુ ઓ નીલુ ...નિલુ સફાળી જાગી અને બોલી ..." મમ્મી મમ્મી મારાં ગણેશજી મારાં ફ્રેન્ડ. અહીતો આવેલાં મને ઉઠાડી વાતો કરી મે એમને બિસ્કિટ આપ્યાં.પછી બાજુના રૂમમાં અમે ઍમની બર્થડે સેલીબ્રેટ કરી. મંમી મંમી ક્યાં ગયાં અહીયા તો હતાં." અને ગણેશજીને ક્યાંય જોયાં નહીં એટલે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. સરલા એ નીલુ ને છાતી સરસી ચાંપી દીધી. સરલાની આંખો રડી ઉઠી એણે કહ્યું "દીકરી ગણેશજી આવેલાને તો હવે આપણે એમને આ વર્ષે જ ફરીથી બોલાવીશું મારી દીકરી એ અહીંજ છે. અને નિર્દોષ નીલુ ની આંખો ગણેશજીને શોધી રહી.


બીજે દિવસે સરલા દવાખાનેથી પાછી આવી અને નીલુને ગળે વળગાવી દીધી. નીલુ ને કહ્યું "તારાં ફ્રેંડ ગણેશજીએ તને અદભૂત રિટર્ન ગિફ્ટ આપી છે. એમ કહી સાથે લાવેલી બેગમાંથી નીલુનું પ્રિય ગીટાર આપ્યું અને કહ્યું આ તારી એમનાં તરફ્થી રિટર્ન ગીફ્ટ. પછી આંસુ પડતાં બોલી દીકરાં તારી..આસ્થા..ગણેશજીનાં પ્રેમ અને દોસ્તીએ તારાં પાપાનો બધાં ખર્ચ કંપનીએ મંજૂર કર્યો. તારાં પાપાની તબીયત ધીરે ધીરે સારી થઈ રહી છે અને રિપોર્ટ્સ બધાં નોર્મલ આવ્યા છે હવે થોડાકજ દિવસમાં પાપા પણ ઘરે આવી જશે.


નીલુની નિર્દોષ આંખો એ ગણેશજીની જાણે માનસિક પ્રતિકૃતિ રચીને હસીને ગોટીયા પોટીયા ગણેશજીને કાલી ભાષામાં કહ્યું " થેંક્યુ ડીયર ફ્રેન્ડ ગણેશજી."


Rate this content
Log in