Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

#DSK #DSK

Inspirational Romance Tragedy

3  

#DSK #DSK

Inspirational Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા ભાગ 2.10

યે રિશ્તા તેરા મેરા ભાગ 2.10

7 mins
596


'તુ શુ જમીશ ?'

'આજે તારે સોમવાર છે...' નિરવા મોબાઇલમા બોલી રહી છે.

'તને જે ગમે તે બનાવજે..એમ પણ મારી પસંદની તો તને ખબર જ છે.'

જયદિપ બોલ્યો.

નિરવા; 'હમમ્મ'

'ઓ ભાઇ આ કોબીજ કેટલાની છે ?'

ભાઇ; 'બેન લઇ લો.... ૨૦ની જ છે..'

'ઓહ...આપી દો પેક કરી દયો.'

નિરવા એ ક્યારેય પણ આવા કામ નહી કરેલા, પણ પોતે જબરદસ્તી જયદિપ જોડે મેરેજ કરેલાને જયદિપને આવી બધી નાની બાબતો ખુબ જ ગમે એટલે તે ખુદ માર્કેટમા શાકભાજ લેવા આવેલી..

'હવે તેને ફાવી ગયુ એમ કહી શકાય.થોડું થોડું.'

તેને પૈસા આપ્યાને આગળ જવા ગઇકે તેને કોઇ જાણીતુ દીખાયુ,તેણે જોયુ કે તરત જ ઓળખી ગઇ બૂમ મારી...

'મહેક...'

મહેકે અવાજ ન સાંભળ્યુ...તે મરચા જ લેવામા છે..

'કાકા ૧૦ના કરી દયો...'

'૨૦ના લઇ જાવ બેન... સસ્તા છે..'

'ના એટલા બધા જરુર નથી.'

લારીવાળા ભાઇ એ આપ્યા કે નિરવા બાજુમા આવીને બોલી 'મહેક કેમ છે ?'

મહેક શાંતિથી બોલી 'જી બસ જો શાંતિ...'

'કેમ છે અંશ ?'

'મહેક બોલી એ હોસ્પિટલ છે, હુ શાકભાજી લેવા આવી.'

નિરવા; 'હમમમ.'

'ચલ ઘેર.'

મહેકને જયદિપની યાદ આવી એ બોલી ન શકી, 'જી પછી ક્યારેક નિરવા હાલ તો મારે કામ છે.'

નિરવા; 'જયદિપ ઘેર નથી ને મારુ ઘર....'

મહેક; 'નિરવા,પણ....મારે કામ છે ને બીજુ મારો ભાઇ પણ હુ અહીં લાવી તો...'

નિરવા; 'ઓહ...મીત આવ્યો છે ?'

મહેક; 'જી'

નિરવા; 'તો તેને લઇને આવજે જ.'

મહેક; 'જી'

નિરવા; 'તમે લોકો અમારા મેરેજમા ન આવ્યાને તારાને અંશના મેરેજ.....?'

મહેક; 'નથી થયા,અમારાથી ન આવી શકાયુ,.'

નિરવા; 'જયદિપે અંશને કહેલુ સગાઇમા ને પછી અમારા થોડા સમયમા જ મેરેજ થય ગયા.'

મહેક; 'અભિનંદન'

નિરવા; 'એમ ન ચાલે,પરિસ્થિતિ ચાહે કોઇ પણ હોય ખાસ દોસ્તને તો ઘેર જ આવવુ પડે.'

મહેક; 'ફરી ક્યારેક ચલ તો બાય.'

નિરવા; 'બાય...'

મહેક ફરી એક્વાર પોતાના અતિતમા ઘેરાય વળી, જે મંગળસુત્ર, સિંદુરને ચાર ફેરા જયદિપ જોડે ફરવાની હતી એ નિરવા ફરી ચુકીને જયદિપ પોતાની જિંદગીમા એક કદમ આગળ પણ નિકળી ગયો. મહેકને જયદિપની યાદ તેની સાથે વિતાવેલો સમય, જયદિપની પ્રમાણિકતાને તેનો દગોને અંશ સાથે થયેલુ તેનુ જોડાણ યાદ આવી ગયુ, એકદમ એ પરસેવે ન્હાય ગઇને આંખમાથી આંસુ પણ આવી ગયા, એ ઘર તરફ વળી. હવે,તેની હિમંત ન હતી કે આગળ કશુ કામ કરી શકે.

***

આજ સમયે અંશ, મીરાને આકાશની સાથે ઇશુ પણ "લેક ગાર્ડેનમા"છે.

અંશ; 'ઇશુ,ચિરાગ તને સ્વીકારે એવી સ્થિતિમા નથીને તારા મમ્મી-પાપાને...'

ત્યા જ ઇશુની તબિયત ખરાબ થઇ મીરા એ પાણી આપ્યુને થોડી ફ્રેશ થઇ,

આકાશ; 'અંશ હવે,'?'

અંશ; 'ખબર નહી, ઇશ્વર કેમ સારા માણસોની જ એકધારી અટક્યા વગર પરીક્ષા લેતો હશે ? એને વિચાર પણ નહી આવતો હોય કે એક માણસને હદ કરતા વધારે દુખ ન આપી શકાય ? આકાશ તુ ને મીરા જો હુ ને મહેક જો ? આ ઇશુને જો કેટલી મુસીબતથી ઘેરાયને પણ ઇશુના ચહેરા પર કોમળતાને નિખાલસતા છે.?'

મીરા; 'હમમ..ને મહેકને તુ જો ? તુ તેને અમારા બધાથી છુપાવીને પણ બધુ સંભાળી લે છે.'

અંશ; 'જી,બસ...આજ અંત છે ઇશ્વરનો ?મને ઇશ્વરનો આ ફેસલોને આ અંત ન ગમ્યા. એમણે એકવાર પણ કોઇ સારી વ્યક્તિની સારપને જોવાનો પ્રયત્ન ન કર્યો. એકવાર પણ નહી...શીટ...'

બધા જ તણાવથી ઘેરાયેલા ઉભા છે. ઇશુની આંખમાથી જાણે મુશળઘાર વર્ષા વરસી રહી, પોતાના જ નસીબને કોસતા બોલી 'સર મેડમ; ચિરાગની વાત સાચી છે મારા જેવી નાલાયક છોકરી આ દુનિયામા કોઇ જ ન હોય શકે. મે જે કર્યુ એ મારા જ અસ્તિત્વને બરબાદ કરતુ પગલુ ભર્યુને આજ ચિરાગ મને જે કહે એ પણ સાચુ જ છે ને ? સીતામાતાને ન બક્ષનાર આ માનવસમાજ મારી ભુલને થોડી માફ કરશે ? આગળ શુ થશે ? કેવુ થશે ? મારા મોમ-પાપાની લાડલી એવી હુ તેની સામે ઉભી નહી નજર પણ કેમ...મેળવી શકીશ.'

પોતાની આંખમાંથી આંસુ લૂછ્યા,એક હિમંતવાન છોકરી બની ઉંચા અવાજે બોલી ‘’હુ જ મરી જઇશ’’

’’ન રહેગા બાસ, ન બજેગી બાસુરી’’

‘’મારા પ્રેમની નિશાની ને ખતમ કરી હુ નહી જીવી શકુ, મારી હિમંત એટલી બધી નથી. હુ મરી જઇશ પાકુ’’

મીરા બોલી 'એ...એ ઇશુ એવુ ન બોલ, જો અમે બધા તારી સાથે છીએ ? તુ સાંભળ.....અમે તને બદનામીથી બચાવી લઇશુ'

ઇશુ; 'જોરથી રાખ બચાવી લેશો ? બોવ વાયદા આપ્યા તમે મેડમ. નવરાત્રી પુરી થઇ, હવે દિવસો પણ આગળ જ્વા લાગ્યા, દવાથી કશુ નહી થાય તો હુ તો..બદનામ જ થઇશને ?તમારે શુ ?'

મીરા બોલી શાંતિથી 'ઇશુ તારી બદનામી દવાથી નીકળી જશે. હુ તને દવા નહી આપુ પણ એટલુ કહીશ; હુ હારી ગઇ. થાકી ગઇ. તુ કોઇ પણ મેડિકલ સ્ટોર પર દવા માંગજે મળી જશે. બીજુ તુ ખુદ સર્ચ કરી શકે છે ને માહિતી મેળવી શકે છે. તુ નાની નથી...હુ તને મુક્ત કરુ છુ, મારાથી કશુ નહી થાય સોરી'...મીરા રડી પડી.

અંશ; 'બસ,મીરા..મીરા 'ના ખભ્ભા પર હાથ્ મુકીને એ બોલ્યો. તારો દોષ નથી. તે કોશિશ કરી, તારાથી કશુ ન થઇ શક્યુ, એ છોકરો પણ...છી...જવા દે....' એમ્ કહી મીરાને શાંત પાડવા માટે તેને એક હગ આપીને થોડીવાર પક્ડીને જ ઉભો રહ્યો.

મીરા; 'હુ કશુ ન કરી શકી....'

અંશ; 'બસ....'મીરા 'ના આંસુ લુછતા બોલ્યો..

ઇશુ નજીક આવીબોલી 'સોરી મેમ...મારાથી તમને ગુસ્સો.....તમે મારા માટે મેહનત....સોરી.'

મીરા એ ઇશુને બાહોમા લીધીને બોલી...'ઇશુ આઇ એમ સોરી..યાર સોરી'

ઇશુ: 'મેમ...ઓકે...કશો પ્રોબ્લેમ નહી....'

આકાશ; 'મીરા...બસ...જો ઇશ્વર બધાને બધુ જ આપી દે તો..તેને કોણ માને ?

****

'તર્જુ આઇ એમ હેપ્પી...તુ મારી ચિંતા ન કર... મને કોઇ દુ;ખ નથી..બાય... પછી કોલ કરુ ઓકે ચક્કી..'

તર્જુ; 'ભાઇ....બસ..'

સ્વર; 'ઓકે....ચક્કા...'

તર્જુ; 'બાય...આપ નહી સુધરોંગે..'

સ્વર; 'ઓહ....ઇશુ..કેમ અહીં?'

ઇશુ; 'બસ,એમ જ.તુ ?'

સ્વર; 'બસ,જો આંટો મારવા જ.'

ઇશુ; 'તર્જુ,શુ કરે છે ?'

સ્વર; 'એ તને જ યાદ કરતી હતી કાલે !'

ઇશુ; 'કેમ ?'

સ્વર; 'તારા શબ્દો...છેલ્લા...'

ઇશુ; 'સોરી...તને કહેલા એ જ શબ્દો આજે મારા પર ....પાછા આવ્યા.'

સ્વર; 'ચિરાગ શુ કરે છે ? તમે લોકો એ ઘરે વાત કરી મેરેજની.'

ઇશુ; 'ના'

સ્વર; 'આ લોકો તારા જોડે છે ?'

ઇશુ; 'જી'

સ્વર; 'શાયદ...આ..તો ડૉ.અંશ...'

ઇશુ; 'જી,બધા ડૉ..જ છે હુ એક જ...'

સ્વર; 'બિલાડી છે. હસીને કહ્યું' ઇશુ હસી પડી..

સ્વર; 'કેમ છે સર ?'

આકાશ; 'બી હેપ્પી.'

સ્વર; 'તુ કેમ આમ બધા ડૉ.જોડે ? તારા પાપાને તો ઠિક છે ને ?'

ઇશુ; 'હા...'

મીરા; 'શુ થયુ તારા પાપાને ?'

સ્વર; 'એમને એક એટેક આવેલો છે તો...'

આકાશ; 'ઓહ માય ગોડ !'

અંશ; 'અમને વાત નથી કરી, સારા માણસોની જ પરિક્ષા હોય, એ જોયું' ઈશ્વર સામે આકાશમાં જોઈ બોલ્યો,અંશ.

સ્વર; 'તો તમે લોકો તો કેમ ભેગા થયા ?'

ઇશુ; 'સ્વર...એક્ચ્યુઅલી...ચિરાગ..'

સ્વર; 'શુ થયુ ચિરાગને ?'

ઇશુ; 'તે મારા જોડે...'

મીરા; 'પ્લીઝ....ઇશુ.'

ઇશુ; 'મે આ વ્યક્તિને એવુ કહ્યુ છે મે’મ કે તેને પૂરો હક છે, મારા નસીબ પર ખુશ થવાનો હસવાનો, તર્જુને પણ હક છે. મને સંભળાવવા નો...'

સ્વર; 'શુ થયુ ?'

ઇશુ; 'રડતા-રડતા બધુ જ બોલી ગઇ જે તેની સાથે થયુ.'

સ્વર;'સ્વરની આંખોમા આંસુ આવી ગયા, તે બોલ્યો તને શુ લાગે છે મને ખુશી થશે ? હુ તારા પર હસીશ ?'

ઇશુ; 'મે કર્યુ જ એવુ ક્ર્ત્ય કે ...'

સ્વર; 'અગર,તને કોઇ પ્રોબ્લેમ ન હોય તો એક વાત કહુ.'

ઇશુ; 'બોલ,મને ખબર છે તુ કહીશ, બોવ પ્રમાણિકને સત્યવાદી હરિચ્ચંદ્ર ન બનાય. ડૉ.ની સલાહ પણ ન લેવાય... મારા માતા-પિતાને બદનામીમાંથી બચાવી લેવાય....'

સ્વર; 'પણ,તુ શ્વાસ લે હુ એવુ કશુ કેહવા માંગતો નથી. હુ બસ એટલુ જ કેહવા માંગુ છુ કે તને કોઇ પ્રોબ્લેમ ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ.'

ઇશુની આંખો પહોળી થઇ ગઇ, મીરા તો સ્તબ્ધ થઇ ગઇ, આકાશને અંશ જોઇ રહ્યા.

સ્વર; 'મે તને જ પ્રેમ કર્યો છે, બસ,ઠુકરાવ્યો તો તે મને, અને આજ તુ જ ફરી પાછો અપનાવીશ. બસ પરિસ્થિતિ અલગ અલગ છે ત્યારે તારી ઇચ્છા ન’તી આજ તારી મજ્બૂરી છે.'

ઇશુ; 'પણ...હુ....મા બનવાની છુ,ને ?'

સ્વર; 'બસ,પ્રેમની પરિભાષા જ શાયદ આ છે, રાધાને ખબર હતી કે ક્રિશ્ના તેને નથી જ મળવાના, રુકમણિને ખબર જ હતી કે ગોકુળમા રાધા સાથે રાસલીલા રમીને જ આવ્યા છતા પણ રુકમણિ એ ક્રિશ્નાને અપનાવ્યાને પ્રેમ કર્યો, મીરા પણ ઝેરનો કટોરો... હા કોઇ એક પણ પ્રુથ્વી પર મારા જેવુ નથી કે આમ કોઇ બીજાના બાળકની માતા બનવા જતી છોકરીને કોઇ અપનાવે. પણ હુ તને પ્રેમ કરુ છુ સાથે મારા માતા-પિતાની આબરુનુ પણ માન રહેશે, કેમ કે લોકો મને તારા જેમ જ નપુંસક સમજે છે. તારા માટે ને મારા માટે આ એક જ રસ્તો છે.'

અંશ; સ્વર,તુ પાક્કુ...ઇશુને નવી જિંદગી આપવા માંગે છે ?'

સ્વર; 'ના,હુ મારા માતા-પિતાની આબરુ માટે. તર્જુની ખુશી માટે.મારા પરિવાર માટે.'

મીરા; 'જોયુ,ઇશ્વર પણ કેમ આવીને મદદ કરે છે ! બે અલગ-અલગ દુ;ખી લોકોને ભેગા કરી એમને ખુશ કરે છે.'

આકાશ; 'સ્વર,બસ બે હાથ જોડી વિનંતી છે કે પ્લીઝ તુ ઇશુને દગો...'

સ્વર; 'હસીને બધા એક સરખા નથી હોતા, પણ હા,આ બાળક મારુ કેવાશે,એ મારી શરત છે.'

ઇશુ; 'વોટ ?'

સ્વર; 'હા,હુ તેને મારુ નામ આપીશ.'

મીરા; 'આકાશ, મને એક મારતો. હુ સ્વપ્ન તો નથી જોતીને ?'

સ્વર; 'નો,મે’મ ...આજ સાચુ છે....'

અંશે ઇશુનો હાથ સ્વરના હાથમા મુકી કહ્યુ સ્વર, હવે,ઇશુ તારી જવાબદારી છે. તારે તેને સાચવવાની છે..

સ્વર; 'હમમ..અમારા લગ્નમા આવવાનુ છે...'

મીરા; 'પાક્કુ...'

સ્વર; 'હુ તારો હાથ તર્જુ જોડે મંગાવીશ, તારા મોમ-પાપા જોડે...

તમે ચિંતા ન કરો હવે બધુ મેનેજ હુ કરીશ,આપ ચિંતા ન કરો.

***

મીરા,આકાશ અને અંશે આખી બાઝી પલ્ટી નાખી, જે ગુનાહ ચિરાગે કર્યુ એ સ્વર પર આવ્યુને ઇશુના મોમ-પાપાને સમજાવવા ગયા,એક માતા-પિતા એ ઇશુ પર નફરત કરી. મોમે એક થપાટ મારી, પાપા એ તમામ સંબધ તોડી નાખવાની ધમકી આપી, તેમ છ્તાય એક છોકરીના માતા-પિતા છોકરી માટે માની ગયાને લગ્ન કરાવી આપવા રાઝી થયા કેમ કે ઇશુ ....

તર્જુ એ ઇશુને કોલ કરી કહ્યુ ઇશુ મારો ભાઇ ખરેખર નપુસંક નથી, આ સમાજે તેના ગરુરને બદનામી આપી, કોલેજના સ્ટુડેંટ્સે મારા ભાઇને બદનામ કરી દીધો એ પણ તારા કારણે આજ એ જ...'

ઇશુ કશુ ન બોલી બસ...સાંભળી રહી....

***

દસ દિવસ પછી ઇશુનો કોલ આવ્યો....

'મેમ....મારા મેરેજ થય ગયા...સ્વર...નપુસંક નથી...બસ...દરેક છોકરીમા પોતાની માતા-બેન જુએ છે માટે એ કોઇ જોડે કોઇ છોકરીઓ જોડે આડા અવળુ બોલતો નથી.

મીરા; 'સોરી અમે તારા મેરેજમા..'

ઇશુ; 'નો પ્રોબ્લેમ મેમે....'

આકાશ; 'અભિનંદન'

અંશ; 'અભિનંદન...'

સ્વર; 'તમે લોકો એ જુઠુ આરોપ મારા પર ન નાખ્યુ હોત તો આ શક્ય ન્હોતુ...આ પ્લાન તમારો હતો અંશ સર.

મીરા; 'હા,મે ઘણા દિવસ મેહનત કરી પણ કેહવાય છે ને કે જશ તો જેને નામ લખેલો હોય તેને જ મળે છે. નસીબને મેહનત જ રંગ લાવે.'

ઇશુ; 'હા,મે’મ.નસીબ જ બાકી જેને મે નપુસંક કહી મારી જિંદગીમાંથી ધક્કો માર્યો એણે જ મારો હાથ પક્ડ્યો.'

અંશ; 'બંને ખુશ રહો..'

ઇશુ; 'હમમ,સારુ, હુ તમારી જ હોસ્પિટલમાં.'

મીરા; 'હુ તારી રાહ જોઇશ.'

સાગર; 'સર....સર...સર...તમારા ઘેરથી કોલ હતો કે મહેક દીદીની તબિયત ખરાબ છે....'


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Inspirational