Kunjal Chhaya

Drama Fantasy Inspirational

4  

Kunjal Chhaya

Drama Fantasy Inspirational

વટવૃક્ષ

વટવૃક્ષ

1 min
14.5K


ઊંડો શ્વાસ ભરીને હું આકાશ તાકતી અર્ધગોળકાર લાંબાં ચંપાના ઝાડના પાન વચ્ચેથી ફેલાયેલ ઓજસવાળું ચંદ્ર બિંદુને જોઈ રહી. ભારી થયેલ પાંપણો જરાવાર ભીડી મૂકી. ક્ષણિક ઉચ્છ્વાસે ફરીથી પેલાં પાંદડાંઓ નીચે અટકી. તેના આકારને નિરખતી રહી. ડાળખીને અડોઅડ શરૂ થતી રેખાઓ સુરેખ વિસ્તરતી હતી અને એની જાડાઈ છેડાથી પાતળી થતી હતી. કોઈ પાનમાં ગાંઠો થઈ હતી તો કોઈમાં ભિંગડાં પણ હતાં. વિચારી રહી કે હરિતકણ તો કુદરતે દરેકને એકસરખું જ પહોંચાડ્યું હશે ને? તો કેમ દરેકનાં આકાર, કદ અને રંગમાં આટલો ફેર ? અને વળી, એક જ મૂળિયાંથી જોડાયેલ !

મમ્મી, બહેન અને પપ્પા સાથે કોઈ વાતે મતભેદ થતાં ચર્ચા ટાળવા ઓસરીમાં પહોંચી હતી. રિસાવું કે રોષે ભરાવું એની ગડમથલમાં.

મારી નજર છેક જમીનમાં દટાયેલ મૂળિયાં શોધી રહી હતી અને પોપચાં ભીંજાયાં. આંખ મીંચીને ફરી ઊંડો શ્વાસ લેવા ચહેરો સંકોચ્યો ત્યાંજ મારા કાને પ્રિય અવાજ પહોંચ્યો. “ક્યારનો શોધું છું, અહીં બેઠાં છે બેનબા !” મેં મોં ફેરવ્યું. પપ્પાએ હડપચી પકડીને પૂછ્યું, “તમને કોણ વઢતું હતું હેં ? હાલો હતા કરી આવીએ…” આંખ ખોલતાં જ સચવાયેલાં મોતી સરી પડ્યાં અને મેં હાકલ કરી… “મ…મ્મી...”

“અમે નહીં ટોકીએ તો શું પારકી મા કાન વીંધશે ? સારુંનરસું કોણ સમજાવશે ?” માએ વહાલથી માથે હાથ ફેરવ્યો અને હાથ ઝાલી પ્રેમથી ચાંપ્યો.

પ્રિય ચંપાના ઝાડ પરના સફેદ સુગંધી પુષ્પો પવનની લહેરખીથી ડોલ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama