વસંતની અણમોલ ભેટ
વસંતની અણમોલ ભેટ
વસંતએટલે ઋતુઓનો રાજા.
કુદરતનું જો રમણીય રૂપ જોવું હોય તો,
આ વસંતમાં નિહાળી શકાય.
પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે.
પ્રકૃતિ સૌંદર્યની લ્હાણી કરતી હોય એવું લાગે છે.
વસંત એટલે સૃષ્ટિનું યૌવન.
વસંત એટલે નિસર્ગનું નવલું રૂપ.
વસંતમાં જાણે ધરતી દુલ્હન જેવી દીસે છે.
ચારો તરફ હરિયાળી જાણે કોઈ કોડીલી કન્યાના સાડીના પલ્લું જેવો આકર્ષિત આ ધરતીનો નજારો લાગે છે.
જાણે કુદરત ખુશ થઈને, ખોબલે ખોબલે ધરતીને સૌદયનું દાન કરે છે.
શિશિર ઋતુમાં વિધવા જેવી બની જતી પ્રકૃતિને, નવોઢાનું નવલું રૂપ બક્ષે છે.
કેસૂડો જાણે આ નવોઢાના સેથાના સિંદૂર પૂરતો હોય લાગે.
આંબાની મહોર પણ કેવી મહેક ફેલાવે. જાણે કોઈ નવોઢાના શરીરે લગાવેલા અત્તરની મહેક.
આ મહોરથી મહેકતો આંબો જાણે ઝૂકી ઝૂકી ને કિરતાર ને સિજદો કરતો હોય એવું લાગે.
આ આંબાવનમાં હતી કોયલ જાણે પ્રભુ ભજનમાં લીન હોય એમ પોતાની મસ્તીમાં ટહુકો કરી વાતાવરણને સંગીતમય બનાવે.
આ ઝરણાંનો ઝણકાર જાણે નવોઢાના કંગનનો રણકાર લાગે.
મંદ મંદ વહેતી હવાના તાલે જાણે ફૂલો નૃત્ય કરી રહ્યા હોય એવું લાગે.
આ વૃક્ષની નવી કૂંપળ, આ ખીલેલા તાજા પુષ્પો, પ્રકૃતિ ના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે.
સવારનો સૂરજ તો જાણે કોઈ નવોઢા ના ઘૂંઘટમાંથી મલકતો ચહેરો હોય એમ,
વાદળ ના ઘુઘટમાં હજારો સોનેરી કિરણો
અર્પિત કરી, જો ને કેવા આ ફૂલો પર પડેલા ઝાકળને મોતી જેમ ચમકાવે છે.
આવા આહલાદક કુદરતી નજારો જોઈ,
માનવીનું હૈયું પણ કેવું થનગનાટ કરી મૂકે.
પ્રકૃતિના અસીમ સૌંદયને નિહાળવા નીકળે પડે છે, આ પ્રકૃતિની ગોદમાં.
પ્રકૃતિ જાણે આળસ મરડી ને ઊભી થઈ હોય એવું લાગે.
નવો જોમ., નવો ઉત્સાહ,. નવો ઉમંગ,. લાવે.
પ્રકૃતિને ધન ધાન્યનું ઐશ્વર્ય બક્ષે છે આ વસંત.
આંખોને ખુશી બક્ષતી આ વસંત ઘણું બધું શીખવી જાય છે.
અંતરની આંખો ખોલી કિરતાર ના દીદાર માટેની પ્રેરણા આપે છે વસંત.
કુદરતના તમામ તત્વો જાણે ઈશ્વરીય આરાધના કરતા હોય એવું લાગે.
આ પ્રકૃતિ માનવી ને એ સૂચવે છે કે કિરતારની આરાધના કરવી.
વસંત એ જીવન જીવવાની જડીબુટ્ટી દઈ જાય છે.
દુઃખ પછી સુખ છે જ એ કુદરતનો નિયમ સમજાવી જાય છે.
કુદરતમાં ક્યાંય ભેદભાવ નથી.
પ્રકૃતિના તત્વોમાં ક્યાંય અહમ નથી.
ક્યાંય મારું તારુંની ભાવના નથી.
માનવી એ પણ આ શીખવું રહ્યું.
ખેતે લહેરાતા પાક પરિશ્રમ એ જ પારસમણિ એ સમજાવી જાય.
જો ને આ લહેરાતા ઘઉં પણ કેવી ત્યાગની અને બલિદાનની વાતો શીખવી જાય.
વસંત એ સુખનું પ્રતીક છે.
માનવી જો એકબીજા માટે ત્યાગ આપે
સહકાર આપે,
મદદની ભાવના રાખે,
એકબીજાની કદર કરે તો સુખની વસંત જીવનનો બગીચો મહેકાવી દે.
આ વસંત આપે છે એક અણમોલ ભેટ.
સદગુણોની આપે છે અમૂલ્ય ભેટ.
