વસિયતનામું
વસિયતનામું
શેઠે જ્યારે પોતાની નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેના ચાર ચાર દીકરા સંપત્તિ અને ખાસ કરીને તેના આલીશાન બંગલાની માલિકી માટે લડવા લાગ્યા. અંતે શેઠે પોતાની વસિયતમાં લખાવ્યું કે જે સંતાન પોતાના મા- બાપનું ઘડપણ સાચવે તેને આ બંગલો મળે. અચાનક શેઠના મૃત્યુ પછી બંગલાના દરવાજા પર એક પાટિયું લટકતું હતું. આ બંગલાની માલિકી ' સદ્દભાવના વૃદ્ધાશ્રમ' ની છે.
