STORYMIRROR

Trupti Gajjar

Tragedy Others

3  

Trupti Gajjar

Tragedy Others

નિશાળ

નિશાળ

1 min
193

આજે ઘણાં વર્ષોથી જર્જરિત પડેલ એક મકાનની હરાજી થવાની હતી. આસપાસના ઘણાં લોકો એ મકાનની જગ્યા ખરીદવાના ઈરાદાથી તો ઘણાં એમ જ માત્ર જોવા માટે આવેલ હતા. હરજીની કિંમત લગાવવામાં આવી રહી હતી.

એ સમયે એક વૃદ્ધની આંખમાંથી આંસુ સરી પડ્યા એ વિચાર સાથે મારી જિંદગીના અમૂલ્ય એવા વર્ષો મેં આ નિશાળના વિકાસમાં આપ્યા તેમજ અનેક બાળકોના જીવન ઘડતરનો પાયો પણ આ નિશાળના માધ્યમથી જ નંખાયો અને એ જગ્યા કે મકાનની કિંમત બીજાને મન માત્ર અમુક લાખ કે કરોડમાં જ અંકાય છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy