Trupti Gajjar

Tragedy Inspirational

4  

Trupti Gajjar

Tragedy Inspirational

સ્ત્રીની સ્વતંત્રતા

સ્ત્રીની સ્વતંત્રતા

1 min
217


સામાજિક સેવા સંસ્થાન ચલાવતા બેલા બહેનની સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સ્વાતંત્ર્ય બાબતના ભાષણ પર આખો હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. એક સ્ત્રીએ બીજીને પૂછ્યું," આ કોણ છે ?" ત્યારે તેના જવાબમાં બીજી સ્ત્રીએ જવાબ આપ્યો. " અરે, આ તો બેલાબેન છે. સ્ત્રીઓના કલ્યાણ માટે સંસ્થા ચલાવે છે અને ખર્ચ પણ બધો એમના પતિ આપે છે. અત્યાર સુધી એમણે કેટલીય સ્ત્રીઓને સાસરિયાંના ત્રાસથી તેમજ રાક્ષસ જેવા પતિઓની કેદમાંથી છોડાવી છે. દુખિયારી સ્ત્રીઓ માટે તેઓ લડત ચલાવી ગમે તે ભોગે ન્યાય અપાવે જ છે. "

બીજે દિવસે બેલાબેનને અન્ય જગ્યાએ ભાષણ માટે ફોન આવ્યો. ત્યારે તેમણે પોતાની તબિયત ઠીક નથી એવું કહ્યું. ફોન રાખ્યા બાદ અરીસામાં ગઈ કાલે નજીવા કારણસર પોતાના પતિ દ્વારા મળેલ મારના નિશાન જોતાં મનમાં વિચાર્યું ," આ નિશાન સાથે કઈ રીતે વાતો કરું સ્ત્રી સ્વતંંત્રતાની !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy