Trupti Gajjar

Tragedy Inspirational Others

4  

Trupti Gajjar

Tragedy Inspirational Others

સંબંધ કે સ્વમાન ?

સંબંધ કે સ્વમાન ?

7 mins
281


વિદિશા આજે ખૂબ જ ખુશ હતી. આજે તેણે વિરાજ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. આજે તે પોતાના સપનાઓનાં મહેલમાં એટલે કે પોતાના સાસરે આવી. વિદિશા એક કંપનીમાં નોકરી કરતી હતી. દેખાવમાં સાવ સામાન્ય કહી શકાય એવી વિદિશા હૃદયથી એકદમ સુંદર હતી. તે એકદમ નિખાલસ હતી અને તેની આંખોમાં નરી નિર્દોષતા નીતરતી હતી. વિરાજ દેખાવમાં વિદિશા કરતા ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. પોતાના સામાન્ય દેખાવ છતાં પોતાને પસંદ કરી એ માટે તેને વિરાજ પર ખૂબ જ પ્રેમ અને માન હતું. લગ્ન પછી બંને એકબીજા સાથે પૂરતો સમય વિતાવી શકે માટે બંને એ અગાઉ જ લિવ લીધી હતી. પરંતુ હજુ તો સુખના દિવસો શરૂ થાય ત્યાં જ વિરાજ બે જ દિવસમાં ઓફિસે કામ છે એમ કહી નોકરી પર ચાલી ગયો. છતાં પણ વિદિશા તો સાસુના સાથ અને નણંદની કંપનીથી પણ ખૂબ જ ખુશ હતી. તેને તો જાણે પોતે સપનાઓનાં મહેલની રાજરાણી હોય એવું જ લાગતું હતું. પરંતુ સ્વપ્નાઓના મહેલોને કડડભૂસ થતાં ક્યાં વાર લાગે છે !

એક મહિનો તો સ્વપ્નવત્ વીતી ગયો. હવે વિદિશા એ પણ નોકરી પર જવાનું શરૂ કરી દીધું. પરંતુ થોડાં દિવસ પછી જાણે કે તેેના સાસુએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું. વિદિશા પર નોકરી સાથે સાથે ઘરની એમ બેવડી જવાબદારી આવી પડી. સાથે જ સાસુમાના સતત શરૂ રહેતા વ્યંગબાણો તો ખરા જ ! અત્યાર સુધી પ્રેમથી રાખતા સાસુને જાણે કેે અચાનક જ વિદિશા હવે એક આંખ ગમતી ન હતી.આમ છતાં પણ વિદિશા પોતાની દરેક ફરજ ખૂબ જ પ્રેમ અને નિષ્ઠાથી બજાવતી. વિરાજ સાથે તો આ બધી વાતો તો કેમ કરવી, કારણ કેે લગ્નથી લઈને અત્યાર સુધી વિરાજ તેની સાથે એક મિત્રની જેમ ખૂબ જ લાગણીપૂર્વકનું વર્તન કરતો અને સાથે જ તેની બધી જરૂરિયાત પણ પુરી કરતો. પણ આ બધામાં વિદિશાને એક વાતનું દુુઃખ હતું કે હજુ સુુધી તેમની વચ્ચે પતિ પત્નીનો સંંબંધ કાયમ થયો ન હતો.વિરાજ જાણે કે સતત પોતાના કામની ચિંંતામાં હોય એવું લાગ્યા કરતું, એટલે તેને ઘરની કોઈ બાબત કે વિષય પર ચર્ચા કરવાની કોઈ ઈચ્છા ન થતી. ઘણી વાર વિદિશાને એવો વિચાર પણ આવતો કે કદાચ મમ્મીને મારૂ નોકરી કરવું પસંદ નહિ હોય....આ વાત તેેણે વિરાજને જણાવી નોકરી છોડવા માટે પણ પૂૂછી જોયું, પરંંતુ વિરાજ તો અવારનવાર નોકરી ન છોડવાનું અને બધું ઠીક થઈ જશે એવુંં આશ્વાસન આપ્યા કરતો.

વિદિશા એના સાસુ અને નંણદને હમેંશા ખુશ રાખવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરતી રહેેેતી. તે પોતાના પગારમાંથી કંઈનેે કંઈ લઈ આવતી. બસ એટલો સમય એને પોતાના સાસુનો પ્રેમ અને ઘરની વહુ તરીકેનું થોડું ઘણું સન્માન મળી રહેતું. અને આટલા પ્રેમમાં પણ તે અગાઉનું ગેરવર્તન અને બધાં જ અપમાનો ભૂલી જતી. હવે તો સાસુનો માનસિક ત્રાસ સહન કરવાની તો તેને જાણે કે આદત 

અપનાવી લીધી હતી. પરંંતુ વિરાજનું તેેનાથી અતડું કે દૂર રહેવું એને ક્યારેય સમજાતું ન હતું. એવું નહોતું કે આ બાબતે વિદિશા એ કોઈ પ્રયત્ન કર્યા ન હતા. પણ જ્યારે પણ એ વિરાજ સાથે પોતાના સંબંધોમાં આગળ વધવાની વાત કરતી ત્યારેે વિરાજ કોઈને કોઈ બહાનું બતાવી ટાળતો રહેતો. કદી ઓફીસના કામના ભારણનું તો વળી કદી થાકનું...વિદિશા તો હંમેશા એના દરેક કારણોને સાચા માની પોતાનું મન મનાવી લેતી. કારણ કે તેને તો એમ જ લાગતું હતું કે વિરાજ તેને ખૂબ જ પ્રેમ કરે છે, કેમ કે પ્રેમ વિના તો વિરાજ તેની બધી જરૂરિયાત તો ન જ પૂૂરી કરતા હોય ને !આમ જ સમય વીતતો ગયો. વિદિશાને હતું કે તેના સાસુનું આ વર્તન પણ સુુધરી જશે, બસ એકવાર તેનો અને વિરાજનો સંબંધ બંધાઈ જાય... અને આ માટે વિદિશાને તક પણ મળી ગઈ. આજે વિદિશા-વિરાજના લગ્નની પહેેેલી વર્ષગાંઠ હતી. આ માટે વિદિશાએ પોતાની નોકરીમાંથી લિવ પણ લઈ લીધી, પણ વિરાજ તો કામનું બહાનુંં કરીને નોકરી પર ચાલ્યો ગયો. આ કારણે વિદિશાને દુઃખ તો થયુ પણ પોતાના મનને મનાવી લીધુ. આમ આજનો દિવસ વિરાજના રૂક્ષ વર્તનથી શરૂ થઈને સાસુના અપમાનો અને નંંણદની જોહુકમી પર ઢળતો રહ્યો. પણ રાત પડતા જ તેને એક વાતનો વિશ્વાસ અને આશા હતા કે આજે તો વિરાજ તેનું મન રાખશે અને તેેના સંબંધને આગળ વધારવાની પોતાની વાત નુંં માન પણ જાળવશે. તે મન અને વચનથી તો વિરાજની જ છે પણ આજે તે તનથી પણ તેની થઈ જશે. તે ખુશ થતી અને અનેક સપનાઓ સજાવતી પોતાના રૂમમાં ગઈ. પણ આ શું ? વિરાજને તો જાણે કંઈ જ પડી ન હોય એમ શાંતિથી સૂઈ ગયો હતો. આ વાતથી વિદિશાને ખૂબ જ દુઃખ થયું. આખી રાત તેણે રડીને વિતાવી, પરતું સવારે વિરાજને તો જાણે કાંઈ જ ફરક ન પડતો હોય એમ ઓફિસે ચાલ્યો ગયો. વિરાજના આવા વર્તન પછી વિદિશા જાણે કે અંદરથી તૂટવા લાગી હતી. એક સ્ત્રી તરીકેે પત્ની તરીકેના પોતાના હક્કની માંગણી પણ કેેેટલી વાર કરવી અને એ પણ પોતાના જ પતિ પાસે !

 હમેંશા ખુશ રહેતી વિદિશા હવે દુઃખી રહેેવા લાગી. ઉપરથી તેેના સાસુ દ્વારા કહેવામાં આવતા વારંવારના અપમાનજનક શબ્દોએ તેેના આત્મવિશ્વાસને પણ તોડી નાખ્યો. આ બધી પરિસ્થિતિની અસર તેના કામ પર પડવા લાગી. ઓફીસના કામમાં એકદમ ચોક્કસાઈ રાખતી વિદિશાથી રોજ કંઈ ને કંઈ ભૂલ થવા લાગતી અને રોજ તેને ઠપકો સાંભળવો પડતો. તેેના સહકાર્યકરોને પણ વિદિશાના આવા બદલાયેલા વર્તનથી નવાઈ લાગતી હતી. તેઓ અવારનવાર તેની સમસ્યા અંગે પૂૂછતાં પણ ખરાં. પણ વિદિશાને થતું કે આમ પોતાની અંગત સમસ્યા કેવી રીતે બધાને જણાવવી ? એ તો બસ પોતાના જીવનમાં જે ચાલતું હતું તે બધું ચલાવ્યે જતી હતી...અને આમ જ પોતાની જિંદગી પણ ચલાવ્યે જતી હતી.

આમને આમ દિવસો વીતતા જતા હતાં. લગ્ન પછીના સોનેેરી દિવસોના જોયેલા સપનાઓ તો વિદિશા માટે જાણે કે હવે દુઃસ્વપ્ન સમાન થઈ ગયા હતા. પોતાનો અને વિરાજનો પતિ પત્નીનો સંબંધ પણ માત્ર દેખાવ માટે જ હતો. તો પણ તે પોતાની જિંદગીનો બોજ જાણે કે ઢસડી રહી હતી. એવામાં એક દિવસ અચાનક તેેને વિરાજના લગ્નેતર સંબંધ વિશેેેની જાણ થઈ. પહેલાં તો એ આ વાત માનવા જ તૈયાર ન હતી. પરંતુ જ્યારે તેણે વધારે ઊંડાણથી તપાસ કરી તો આ વાત સાચી નીકળી. તેના પગ નીચેથી તો જાણે કે જમીન સરી ગઈ. તે વિચારમાં પડી ગઈ, 'કોને આ બધું કહેવું ? કોની પાસે જઈને પોતાનું હૈયું હળવું કરવું ? પોતાના માતા-પિતાને પણ આ વાત કેમ કરવી ? આ ઘરમાં પણ કોણ એવું હતું જેને પોતાનું ગણી આ બધી વાત કહી શકે.' અંતે તેણે નક્કી કર્યું કે તે વિરાજ સાથે જ વાત કરીને એને સમજાવે કે તે પોતાને સ્વીકારી લે અને પ્રેમથી બંને નવેસરથી પોતાનું જીવન શરૂ કરે. રાત્રે જ્યારે વિરાજ આવ્યો અને વિદિશાએ જયારે તેને તેના લગ્નેતર સંબંધ વિશે પૂૂછ્યું તો તેણે નફ્ફટાઈપૂર્વક કહી દીધું કે તારા જેવી સામાન્ય દેખાવની છોકરીને કોણ પસંદ કરે ? અપનાવવાની વાત તો દૂર રહી....!! આ તો મારા મા-બાપને એક કમાતી નોકરિયાત વહુ જોઈતી હતી. એટલે મેં તારી સાથે લગ્ન કર્યા. બાકી મને તો તું કદી પસંદ હતી જ નહિ....અને રહી વાત મારા સંબંધની...તો એના વિશે હું જ તને કહેવાનો હતો કે હું તને નહિ પણ બીજા કોઈનેે પ્રેમ કરું છું.

વિદિશા તો આ સાંભળીને અવાચક જ થઈ ગઈ. વિરાજે આગળ કહ્યું કે તું આ ઘરમાં રહી શકે છે. મને કોઈ વાંધો નથી પણ...મારા હૃદયમાં વસવાના સપનાઓ ન જોતી. અને હા, મારી પાસે કદી પ્રેમની પણ કોઈ આશા ન રાખતી. કેેેમ કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે લિવ ઈન રિલેેશનશીપથી જોડાવા માંગુ છું.

અને એ પણ ટૂંક સમયમાં જ...આ બધું સાંભળતા જ વિદિશાની આજુબાજુ જાણે બધુ ગોળ ગોળ ફરવા લાગ્યું. અચાનક તેને એવું લાગ્યુ કે તે નીચે પડી જશે. જે વિરાજના ભરોસા પર એ તેેના સાસુનો બધો જ ત્રાસ સહન કર્યે જતી હતી એ વિરાજનો આવો ચહેરો !

આ બધુ સાંંભળ્યા બાદ કેટલાય સમય સુધી વિદિશા રડ્યા જ કરી.પણ ત્યાર બાદ તેેણે પોતાની જાતને સંભાળી લીધી. તે હવે એક મિનિટ પણ વિરાજ સાથેે તેેના ઘરમાં રહેવા માંગતી ન હતી. પણ તેની સામે એક પ્રશ્ન ઉભો થયો કે તે પોતાના માતા- પિતાને શુું કહેશે ? તેેના માતા -પિતાએ તો હંમેશા પતિની સાથે પ્રેમથી રહેેવાની અને સાસરે સદા સંપીને રહેેવાની શિખામણ આપી હતી. તો અહીં આવી પરિસ્થિતિમાં આ બધા સાથે કેમ રહેવું ! અને એ પણ એવા લોકો સાથે જેમણે કદી પોતાનેે સ્વીકારી જ ન હતી કે કોઈ માન સન્માન પણ આપ્યુંં ન હતું. એક જ ઘરમાં રહેેવા છતાં તેની સાથે પારકા જેવું જ વર્તન થતું હમેંશા.

વિદિશાને લગ્નથી લઈને અત્યાર સુધીનું વિરાજનું વર્તન નજર સમક્ષ આવવા લાાગ્યું. જયારે તે પોતાના સાસુના વર્તનથી કંટાળીને રડતી ત્યારે તેેને સાંત્વના આપવા માટે કદી વિરાજ સાથે રહેતો નહિ. ઉલ્ટાનો વિરાજ તેેને જ સંભળાવતો કે મમ્મીનો તો સ્વભાવ છે એમાં રડ્યા શું કરવાનું ? તું તો રડીને મારો દિવસ બગાડે છે. મારી મમ્મીનો મારી સામે વાંક કાઢીને મારી નજરમાં તેેમને ઉતારી પાડે છે. આટલું કહી તે રૂમની બહાર નીકળી જતો. પોતે એક પત્ની- એક સ્ત્રી તરીકે હંમેશાં તેને મનાવતી રહેતી છતાં પણ કદી એને પ્રેમ તો ન જ મળ્યો અને પોતે આપેેેલ પ્રેમ અને માનના બદલામાં મળ્યો તો માત્ર દગો અને વિશ્વાસઘાત અને એ પણ ભરપૂર અપમાન સાથે...!

 એક બાજુ તેના પિતાની આબરૂ અને શિખામણ હતી જે તેને કહેતી હતી કે વિદિશા ગમે તેવા સંજોગો હોય તો પણ ગમે તેમ કરીને પણ આ સંબંધ નિભાવ. તેેની માતાના સંસ્કાર તેને એવી આશામાં જીવવાનું કહેતા હતાં કે બેટા ધીરજ રાખ એક દિવસ બધું ઠીક થઈ જશે. તો બીજી બાજુ વારંવાર અપમાનિત થયેલ તેનું હૃદય તેેને સંબંધ તોડવાનું-વિરાજને છોડવાનું કહેતું હતું. તેેના માટે અત્યારે એ પ્રશ્ન હતો કે તેેને સંબંધ જાળવવો કે પછી સ્વમાન ?

અંતે તે એક નિર્ણય પર આવી કે જે સંબંધમાં તેેનું માન ન જળવાય એ સંબંધ શું કામનો ? જે સંબંધમાં પ્રેમ કે વિશ્વાસનુંં કોઈ તત્ત્વ જ ન હોય એ સંબંધને ટકાવીને શું ફાયદો ? અને અંતે તેણે એકલા જ જિંદગી જીવવાના દ્રઢ નિર્ધાર સાથે સ્વમાનભેર વિરાજનું ઘર છોડી દીધું હંમેશાં માટે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy