Heena Modi

Inspirational Others

2  

Heena Modi

Inspirational Others

વિશ્વાસને પે'લે પાર

વિશ્વાસને પે'લે પાર

2 mins
6.8K


આમ તો શેરડીનો ચિચોડો સવારે નવ વાગ્યે ચાલુ થાય. પણ આજે રૂપલી સવારે આઠ વાગ્યે જ નાહી-ધોઈ અનેરા ઉત્સાહ સાથે ચિચોડા પર કામે લાગી ગઈ. ચિચોડાનો માલિક રતન આવે તે પહેલાં તો રૂપલીએ આખા ચિચોડાને વાળીઝૂડી સાફ સુથરો કરી નાંખ્યો.

આંગણમાં પાણી છાંટી મધમધતું બનાવી દીધું. બળદોને પણ નીર પીરસી દીધો. અને હા, પાટિયાં પર લખ્યું હતું; નુકસાન કરનારે ભરપાઈ કરવું.એને પણ ભીનાં કટકાથી લૂછીને ચમકાવી દીધું. રતન માલિકનાં ગલ્લા અને ભગવાનનાં ફોટાને ધૂપ-દીપ, અગરબતી કરી. ભગવાનને પ્રાર્થના કરી – “હે પ્રભુ! આજે મારા હેઠીયાનો ધંધો ધોમધોખાર ચલાવજે.કારણ રૂપલીને શેરડીના રસના એક ગ્લાસ પર દસ પૈસા મજૂરી મળતી હતી.

ભગવાને પણ સાચ્ચે જ રૂપલીની પ્રાર્થના સાંભળી. સવારથી જ ગ્રાહકોની કતાર લાગી ગઈ. રૂપલી ઉત્સાહભેર ચાર હાથે અને ચાર પગે અનેરા આનંદથી જોમભેર કામ કરતી હતી.

લગભગ દોઢેક કિલોમીટર દૂર આવેલાં કાપડનાં માર્કેટમાં પણ અવારનવાર ચકકર લગાવી આવતી. બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં પણ આંટાફેરા કરી આવતી.

સામેની ફૂટપાથ પર બેઠેલ મોચી રૂપલીની ઝડપ અને ઉત્સાહથી વિચારમાં પડયો. એણે રૂપલીને પાસે બોલાવી પૂછયું અલી રૂપલી! આજે હું છે કે તું ખૂબ કામ કરે સે....? રૂપલીએ જવાબ આપ્યો – “મા ખાંહી- ખાંહી ને અધમુઈ થૈ ગૈ સે....... સરકારી દાકતરે બારની દવા લખી આલી સે...... એ બાટલી આણવામાં મને એવ બાર રૂપિયા ઘટે સે, આજે હું ઈ બાર રૂપિયા ભેગા કરીને માને માટે દવાની બોટલ લૈ જવાની સુ ઈટલે.........મોચી કહયું હારું હારું હું એ પ્રભુને પારથના કરીશ કે તને ઘટતાં રૂપિયા આજે જ ભેગા થૈ જાય.રૂપલી ટૂંકમાં વાત પતાવી ફરીથી રસનાં ગ્લાસ લઈને દોડવા મંડી. આખો દિવસ અટલ વિશ્વાસ સાથે કામ કર્યું. રાતે નવ વાગ્યે ચિચોડો બંધ કર્યો.

રતને રૂપલીનો હિસાબ કર્યો. રૂપલીનાં હાથમાં પુરા સોળ રૂપિયા સિત્તેર પૈસા આવ્યા. રૂપલી રાજીની રેડ થઈ ગઈ. એણે ભગવાનનો લાખ-લાખ પાડ માન્યો. રૂપલીનાં મોં પરની ખુશી કોઈથી છૂપી ન રહી સામેવાળો મોચી પણ સમજી ગયો આજે રૂપલીનો દિહતો.

રતન અને રૂપલી નીકળવાની તૈયારીમાં જ હતા. ત્યાં ધારાસભ્ય એમનાં પરિવાર સાથે ચિચોડે આવ્યા. ધારાસભ્યને તો કેમ ન પડાય! ફરીથી ચિચોડો ચાલુ કર્યો. રૂપલીને દવા લેવા જવું હતું એ ઉતાવળે કામ પતાવવા માંગતી હતી. ત્યાં તો ખણણ... એનાં હાથમાંથી ગ્લાસ છટકી ગયો.

રતન શેઠના ભવા ઊંચા ચડી ગયા. રતનની આંખો સામે લટકાવેલ પાટિયા તરફ ઈશારો કરી રહી હતી. રૂપલી ધ્રુજવા મંડી. રતનશેઠ ગ્રાહકે એ પહેલાં જ રૂપલીએ પુરી વફાદારીથી બાર રૂપિયા નુકશાની પેઠે રતનશેઠને ચૂકવી દીધા.

રૂપલીનાં હદયમાંથી આક્રંદનો પ્રવાહ ધસમસી આવ્યો પણ આંખોની પાળે એ પ્રવાહ અટકાવી દીધો. રૂપલી પુરાં વિશ્વાસથી બાજુમાં આવેલ ઢોસાની લારી પર વાસણ ધોવાનાં કામે ચડી ગઈ. વિશ્વાસની પેલે પાર એનો આત્મવિશ્વાસ પોકારી રહયો હતો કે – “આજે હું માની દવા લઈને જ ઘરે જઈશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational