STORYMIRROR

ushaben dawda

Tragedy

4  

ushaben dawda

Tragedy

વીજ પ્રપાત

વીજ પ્રપાત

1 min
361

નીશા ટ્રેનમાં બેઠી ને મુશળધાર વરસાદ શરૂ થયો. ડબ્બામાં ખાસ ભીડ ન હતી. તેની નજર બારીની બહાર ગઈ અને તે ભુતકાળમાં સરી ગઈ.

એ દિવસે પણ આવો જ મુશળધાર વરસાદ પડ્યો હતો. એ ઘરમાં શ્યામની રાહ જોઈને બેઠી હતી. વરસાદ વધતો હતો તેમ નીશાની ચિંતા પણ હજી શ્યામ કેમ ન આવ્યો ? ફોન પણ લાગતો નથી ઓફિસમાં ફોન કર્યો તો કહ્યું,"સાહેબ નીકળી ગયા છે." તો શું થયું હશે ?

બરાબર એજ વખતે ડોરબેલ વાગી.દરવાજો ખોલ્યો તો કુરિયર. એણે ખોલીને જોયું તો શ્યામએ સરસ એને ગમતાં કલરની સાડી મોકલી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે "હું આવું ત્યારે આ સાડી પહેરીને તૈયાર રહેજે. નીશા જલ્દી જલ્દી તૈયાર થવા લાગી. અરીસામાં જોઈ એને થયું આજે પણ કેટલી સુંદર લાગું છું.અને એને શ્યામ સાથે ગાળેલી એ વરસાદની પહેલી મુલાકાત યાદ આવી ગઈ.

વરસાદમા થયેલ એનું પ્રથમ મિલન યાદ કરતાં હદયમાં માં શત્ શત્ કમળ ખીલી ઊઠ્યાં. એક બીજાને આપલ સાથ નિભાવવાના વચન યાદ આવ્યાં. શ્યામ સાથે વિતાવેલી પળો યાદ આવી. શ્યામનો મહેકતો પ્રેમ યાદ આવ્યો ત્યાં ફોનની રીંગ વાગી. ફોન ઉપાડ્યો તો સામે થી અવાજ આવ્યો,"મેડમ શ્યામ સરની ગાડીને અકસ્માત થયો છે તમે જલ્દી હોસ્પિટલમાં આવો."

તે જલ્દી જલ્દી હોસ્પિટલમાં ગઈ શ્યામે નીશાનો હાથ પકડી અને એને જોઈ અને આંખો મીંચી દીધી. આકાશમા વિજળીનો જોરદાર અવાજ થયો. નીશાને થયું મારી ઉપર વિજળી પડી છે. આજે ફરી વિજળીના અવાજથી નીશા ચમકી અને ટ્રેનની બહાર જોયું. અને શ્યામની યાદથી આંખ વરસી પડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy