STORYMIRROR

ushaben dawda

Romance Tragedy

4  

ushaben dawda

Romance Tragedy

આધાત

આધાત

2 mins
228

મૈત્રી અને નીતા ખાસ મિત્ર. બંને રોજ સાથે કોલેજ જાય. મૈત્રીના પિતા ખૂબજ ધનવાન અને નીતાના પિતા સામાન્ય બંનેના સ્વભાવમાં પણ ફરક મૈત્રી બિન્દાસ અને નીતાનો સ્વભાવ શાંત.

કોલેજના પ્રથમ વર્ષે બંને સાથે જ રહે. સમય જતાં મૈત્રીને એનાં જ ક્લાસમાં ભણતાં અરૂણ સાથે મિત્રતા થઈ બંને મળવાં લાગ્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી. મૈત્રી અને અરૂણ એકબીજાને ખૂબ પ્રેમ કરે અરૂણ મૈત્રી માટે નવીનવી ભેંટ લાવે. નીતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે મૈત્રીને કહ્યું ,"મૈત્રી મને અરૂણ બરાબર લાગતો નથી તું જે કરે તે વિચારીને કરજે."

આ સાંભળીને મૈત્રીને થયું કે નીતાને મારી અદેખાઈ થાય છે. કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યાં ત્યારે બંને એ પોતાના માતા-પિતાને વાત કરવાનું નક્કી કર્યું. મૈત્રીએ જ્યારે એના માતા-પિતાને કહ્યું ત્યારે મૈત્રીનાં પિતાએ ના પાડી દીધી પણ મૈત્રીની બહુ જીદ કરી એટલે હા પાડી.

બંને પરિવારની સહમતીથી મૈત્રી અને અરૂણ પરણી ગયા. બંનેની નવી જિંદગી શરૂ થઈ. મૈત્રી હવે ઘર સંભાળવા લાગી અને અરૂણ નોકરી એ જાય બધું બરાબર ચાલતું હતું. અરૂણને ઘણી વખત ઓફિસથી આવતાં મોડું થઈ જાય મૈત્રીને ઘણી વખત એવું લાગતું કે અરૂણ બદલાઈ ગયો છે પણ પછી એમ પણ થતું કે એને ઘણું કામ હોય છે તો મોડું થાય.

એક દિવસ મૈત્રી બજારમાં ગઈ તો એણે અરૂણને એક સ્ત્રી સાથે ગાડીમાં જતાં જોયો. જ્યારે અરૂણ ઘરે આવ્યો ત્યારે મૈત્રી એ અરૂણને પૂછ્યું, "તુ કોની સાથે હતો ?"

અરૂણે કહ્યું,'એ મારી બોસ છે અમે એક મિટિંગ માં ગયા હતાં."

અરૂણ હવે રોજ વહેલો આફિસ જાય અને મોડો ઘેર આવે મૈત્રી પૂછે તો કહે, "પ્રમોશન જોઈતું હશે તો કામ તો કરવું પડશે ને ?"

એક દિવસ અરૂણનુ કામ હોવાથી તે ઓફિસ ગઈ. ત્યાં જે જોયું તેનાથી એને 'આઘાત' લાગ્યો. મૈત્રી ત્યાંથી તરત નીકળી ગઈ. તે વિચારવા લાગી શું અરૂણનો પ્રેમ માત્ર આકર્ષણ હતું શું એણે મને પ્રેમ કર્યો જ ન હતો ? વિચારતા વિચારતા એને ચક્કર આવવા લાગ્યા અને એ પડી ગઈ એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અરૂણને જાણ કરવામાં આવી અરૂણ આવ્યો ડોક્ટર એ કહ્યું "એને આઘાત ને કારણે હાર્ડએટક આવ્યો હતો.એના કારણે મૃત્યુ પામી છે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance