STORYMIRROR

ushaben dawda

Tragedy

4  

ushaben dawda

Tragedy

હૈયાંનો સાદ

હૈયાંનો સાદ

3 mins
215

રોજ જમના મા ડેલીએ બેસી એના દિકરાની રાહ જૂએ. એક દિવસ, બે દિવસ થી નહીં આજે સતર સતર વર્ષ થયાં છતાં જમના મા એક જ વાત કરે મને 'આભાસ' થાય છે કે મારો દિકરો જરૂર આવશે. એક દિવસ એ રઘલાને લઈને મેળે ગયેલા. બધા સાથે હતાં પણ રઘલો નદીમાં પડ્યો કે તણાવા લાગ્યો અને દૂર દૂર પ્રવાહ સાથે ચાલ્યો ગયો. ઘણી તપાસ કરી પોલીસ ને જાણ કરી. પોલીસ પણ તપાસ કરી પણ રઘલો ન મળ્યો એના સમાચાર પણ ન મળ્યાં.

થયું એવું કે રઘલો પાણીના પ્રવાહમાં તણાઈ દૂર દૂર ચાલ્યો ગયો ત્યાં ઊભેલા એક માછીમાર એ એને બચાવ્યો. રઘલો ખૂબ જ ગંભીર હાલતમાં બેભાન હતો. માછીમાર એને પોતાના ઘરે લઈ ગયો. આ માછીમારનું નામ હીરો હતું હીરાને કોઈ સંતાન ન હતું એ તો આ આઠ વર્ષના બાળકને જોઈ રાજી થઈ ગયો એ એને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. થોડા સમય પછી રઘલો ભાનમાં આવ્યો પણ એને કંઈ જ યાદ આવતું ન હતું જૂનું બધું ભૂલી ગયો હતો. નવું એટલે વર્તમાનનું યાદ રહેતું હતું. હીરાની પત્ની તેજીને તો જાણે ભગવાન મળ્યા એ તો રઘલાને ખૂબ જ વહાલ કરે. પુત્રની જેમ રાખવા લાગ્યા એને નજીકની શાળામાં અભ્યાસ માટે મોકલ્યો. રઘલો ભણવામાં ખૂબ જ હોંશિયાર. સમય પસાર થતો ગયો. રઘલો એસ.એસ.સી.ની પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ સાથે પાસ થયો. હીરાએ અને તેજીએ એને શહેરમાં ભણવા મોકલ્યો રઘલો હીરા અને તેજીને જ માતા પિતા સમજતો હતો.

એક દિવસ હીરાએ તેજીને કહ્યું,"તેજી આ આપણા છોકરાને એના માતા-પિતા યાદ આવી જશે ને આપણને છોડી દેશે તો ?"

"તેજીએ એવું ક્યારેય નહીં કરે તે આપણને જ માતા-પિતા સમજે છે."

રઘલાનુ શહેરમાં ભણવાનું પૂરું થતાં જ એને ઓફિસરની સારા હોદ્દાની નોકરી મળી ગઈ. આ શુભ સમાચાર આપવા પોતાના ઘરે ગાડીથી આવી રહ્યો હતો કે સામે થી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે એની ગાડી ટકરાઈ અને રઘલો બેહોશ થઈ ગયો. ત્યાં હાજર રહેલા લોકો એને હોસ્પિટલમાં દાખલ કરી એનાં ઘરનાને જાણ કરી. હીરો અને તેજી તરત જ આવી ગયા. રઘલો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને બધુ યાદ આવવા લાગ્યું.

રઘલાએ હીરા અને તેજીને કહ્યું,"મને બધુ યાદ આવી ગયું છે પણ હું તમને બંનેને ક્યારેય નહીં છોડુ." આ સાંભળીને બંને પતિ-પત્ની રાજી થાય.રઘલાએ કહ્યું,"હું મારી માને મળવા ઈચ્છું છું"

હીરો,તેજી અને રઘલો પોતાના ગામ ગયા જમના મા ડેલીએ બેઠાં હતાં. તેણે જોયું કે આ આવડી મોટી ગાડી લઈને મારા ઘરે કોણ આવ્યું ? ગામના લોકો પણ કૂતુહલ થયું. બધા જોવા આવ્યા. હીરો તેજી અને રઘલો નીચે ઊતર્યા. રઘલો જમના માને પગે લાગ્યો. જમના મા મુંઝાયા એ બોલ્યાં, "આ સ્પર્શ તો મારા રઘલાનો" એની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં એ રઘલાને ભેટી પડ્યા અને કહ્યું,"મને રોજ 'આભાસ' થતો હતો કે તું જરૂર આવીશ તું આવી ગયો."

રઘલાએ બધી વાત કરી ને હીરા તથા તેજીની ઓળખાણ કરાવી. રઘવાએ કહ્યું, 'મા મને શહેરમાં નોકરી મળી ગઈ છે તમે ચાલો હવે આપણે બધા સાથે જ રહેશું." આ સાંભળીને હીરો અને તેજીની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. ગામના લોકો પણ રાજી થઈ ગયા. અને આ માતા પુત્રનું મિલન જોઈ રહ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy