ઉત્સવની સાચી ઉજવણી
ઉત્સવની સાચી ઉજવણી
ઘરનાં બધાં ઉત્સવની તૈયારીઓ કરી રહ્યા હતા. આઠ વર્ષનો શિવમ આ બધુ જોઈ રહ્યો હતો. મીઠાઈ ફરસાણ બની રહ્યા હતા એની સુગંધ આવી રહી હતી.
શિવમ,"દાદી આ ઉત્સવમાં કેવી મજા આવે બધા આનંદમાં હોય મને દરેક ઉત્સવ બહું ગમે "
દાદી," હા બેટા,બધા લોકો ઉત્સવને પોતાની રીતે ઉજવે, ઉત્સવમાં ખોટા ખર્ચા અને દેખાદેખી દંભ ટાળવા જોઈએ પરંપરાગત અને પોતાના બજેટ પ્રમાણે ઉત્સવ ઉજવવા જોઈએ."
દાદીની વાત સાંભળીને શિવમ વિચારવા લાગ્યો એને થયું દાદીની વાત સાચી છે.
બીજે દિવસે બધા સાથે જમતાં હતાં ત્યારે શિવમ બોલ્યો, "દાદા-દાદી, મમ્મી-પપ્પા મારી ઈચ્છા છે કે આ વખતે આપણે ઉત્સવને અલગ રીતે ઉજવીએ.
દાદા," બોલ બેટા, તું જેમ કહીશ તેમ ઉજવશું."
શિવમ, "આ વખતે આપણે આપણી પાછળ શ્રમજીવી પરિવારમાં મીઠાઈ અને કપડાં આપીએ તો ?" આ વાત સાંભળીને બધાને નવાઈ લાગી ! નાના શિવમની વાત પર આશ્ચર્ય થયું.
દાદા," શિવમ આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ "
ઘરમાં ખુશીનું વાતાવરણ થઈ ગયું !
દાદા બોલ્યા,"આ વખતે આપણે ઉત્સવની સાચી ઉજવણી કરીશું."
