STORYMIRROR

ushaben dawda

Romance

4  

ushaben dawda

Romance

લાગણીના જળ

લાગણીના જળ

2 mins
404

શૌર્ય અને શ્રૃતિ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. સમય જતાં એ મિત્રતા પ્રણયમાં પરિણમી. શૌર્ય અને શ્રૃતિ કોલેજની પાછળ આવેલી ટેકરી ઉપર બેસીને વાતો કરે.

એક દિવસ શૌર્ય એ કહ્યું, "શ્રૃતિ હું કોલેજના કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયો છું. મને એન્જિનિયરની નોકરી મળી જશે. તું કહે તો હું તારા ઘરે આવી તારા પપ્પાને આપણાં લગ્નની વાત કરું."

શ્રતિએ હા પાડી એટલે શૌર્ય શ્રૃતિના પપ્પાને મળવા ગયો. શ્રૃતિના મમ્મીને તો સોહામણો વિવેકી અને વિનયી શૌર્ય ખૂબ જ ગમી ગયો એનાં પપ્પાને પણ ગમી ગયો. એટલે શ્રૃતિના પપ્પાએ કહ્યું,"તમારું ભણવાનું પૂરું થશે એટલે લગ્ન કરી આપીશું".

લગ્નની મંજૂરી મળતાં બંને ખૂબ જ ખુશ થઈ ગયા હવે તે ઓ વધારે મળવા લાગ્યા. એક દિવસ શૌર્ય એ આવી શ્રૃતિને કહ્યું, "હું મારા મમ્મી પપ્પાને આપણા લગ્નની વાત કરવા જાઉં છું."

અચાનક વસાદ અને વિજળી થવા લાગી બંને સામે આવેલી હોટલમાં ગયા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હતી અને અહીં શૌર્ય અને શ્રૃતિના મન. હવે તો આપણા લગ્ન થવાનાં છે એમ વિચારી શ્રૃતિ શૌર્યને સંપૂર્ણ તન મનથી સમર્પિત થઈ ગઈ.

શૌર્ય એ મમ્મી પપ્પાને મળવા જવા ગાડી ચાલું કરી શ્રૃતિને મળી ને નિકળ્યો હજુ તો થોડું અંતર કાપ્યું ત્યાં તો સામે થી આવતા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાતાં શૌર્યનું ત્યાં જ મૃત્યુ થયું. શ્રૃતિને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે ખૂબ જ દુઃખી થઈ ખૂબ જ આધાત લાગ્યો.

એક દિવસ રાત્રીના એને વિચાર આવ્યો કે હવે આ બાળકનું શું થશે ? મારા મમ્મી-પપ્પાની ઈજ્જત નું શું થશે ? એણે દ્ઢ નિશ્ચય કરીને ડેલી ખોલી ધીમે ધીમે મક્કમ પગલે આગળ ચાલવા લાગી. રાત અંધારી હતી, રસ્તો સૂમસામ દૂરથી કૂતરાનો રડવાનો અવાજ આવતો હતો. એ ઝડપથી સ્ટેશન તરફ ચાલવા લાગી ત્યાં જઈને ટ્રેન આવવાની રાહ જોવા લાગી.

દૂરથી ટ્રેનને જોઈ એ આગળ ગઈ એ ટ્રેન નીચે ઝંપલાવવા ગઈ. ત્યારે કોઈએ એનો હાથ પકડી કહ્યું, "આ શું કરો છો ?" શૌર્ય એને બાંકડા પર બેસાડી અને કહ્યું, આ શું કરો છો ?" શ્રૃતિ એ રડતાં રડતાં બધી વાત કરી ને કહ્યું,"હવે મને જીવવું નથી" યુવાન એ કહ્યું," તમને વાંધો ન હોય તો હું તમારા સંતાનને મારું નામ આપવા તૈયાર છું તમે મરવાના વિચારો ન કરશો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું અને આવનારા બાળકને માત્ર નામ જ નહીં પરંતુ પિતાનો પુરેપુરો પ્રેમ આપીશ."

આ સાંભળીને શ્રૃતિની આંખ માં હર્ષના આસું આવી ગયા.એણે પોતાના પેટ ઉપર હાથ રાખીને એને અહેસાસ થયો કે આ યુવાન એ લાગણીના જળ સિંચન કરીને પોતાના જીવનમાં નવી વસંત લાવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance