મોડું ન કરીએ
મોડું ન કરીએ
રૂડી પરણીને સાસરે આવી ત્યારે એની ઉંમર અઢાર વર્ષની હતી. ઘરમાં ચાર વ્યક્તિ રહે, રૂડી એનો પતિ ભુરો અને સાસુ-સસરા. રૂડી રૂડીના સાસુ મોંઘી મા રૂડીને કામકાજ બાબતે ટોક્યા કરે રૂડીને ગમે નહીં પણ કંઈ બોલે નહીં.
થોડા સમય પછી રૂડી પણ મોંઘી મા ને જવાબ આપી દેતી એક દિવસ મોંઘી મા એ એનાં પતિને કહ્યું,"આ રૂડને મારી જરા પણ કદર નથી." બે દિવસ પછી એક દિવસ મોંઘી મા નો આંગણાંમાં પગ લપસી જતાં પડી ગયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એનો પગ ભાંગી ગયો હતો પ્લાસ્ટર આવ્યું. રૂડી એ એની ખૂબ સેવા કરી.
એક દિવસ રૂડી હોસ્પિટલમાં ટિફિન આપવા આવી ત્યારે એણે પતિ અને સસરાને ખૂબ જ ચિંતામાં જોયાં એને સમજતાં વાર ન લાગી કે આ લોકોને શું ચિંતા છે એ ઘરે ગઈ અને પોતાના પિયરથી મળેલાં દાગીનાની પોટલી બાંધી એ હોસ્પિટલમાં ગઈ અને પતિ અને સસરાને કહ્યું," આ દાગીના વહેંચી ને બા ની દવા કરાવશુ". બંને પિતા પુત્ર એકબીજા સામે જોઈ રહ્યા.
અંતે ઘરેણાં વહેંચી મોંઘી મા ની દવા થઈ મોંઘી મા હવે ઘરે આવ્યાં રૂડી એની સેવા કરવા લાગી. એક દિવસ રૂડીના સસરાએ મોંઘી મા ને કહ્યું" તારી દવા માટે પૈસા ન હતા ત્યારે રૂડી એ એનાં ઘરેણાં વેચવા આપ્યા અને કહ્યું,"બા ની દવા કરાવીશું બા ને ન કહેતા એ દુઃખી થશે" આ સાંભળીને મોંઘી મા બોલ્યા,"એની કદર કરી લેવી જોઈએ, હજી મોડું નથી થયું સમય રહેતો વ્યક્તિની કદર કરી લેવી જોઈએ હજી ક્યાં મોડું થયું છે જાગ્યા ત્યાંથી સવાર."
