STORYMIRROR

ushaben dawda

Romance Tragedy

3  

ushaben dawda

Romance Tragedy

મઝધાર

મઝધાર

2 mins
122

આજે કોલેજમાં પ્રથમ દિવસ હોવાથી ગોપી તૈયાર થઈ રહી હતી. એની સખી મૈત્રી એને લેવા આવવાની હતી. ગોપી અને મૈત્રી સાથે ભણતા હતાં.

મૈત્રી:"ગોપી તૈયાર થઈ ગઈ ? કેવી સરસ લાગશ."

ખૂબ જ સાદા ડ્રેસમાં પણ ગોપી સુંદર લાગતી હતી.

ગોપી:"મમ્મી હું જાઉં છું" સ્કુટી ચાલુ કરી બંને કોલેજ પહોંચ્યાં. બંને લોબીમાં ઊભા હતા ત્યાં મયુર આવયો.

મયુર: "હાય ગોપી હાય મૈત્રી" કહી વાતો કરવા લાગ્યો.

મયુરને ગોપી જોતાની સાથે ગમી ગઈ હતી. બને મિત્રમાંથી ક્યારે પ્રેમ થઈ ગયો એ ખબર જ ન પડી.

કોલેજ ના છેલ્લા વર્ષમાં આવ્યાં. આજે કેમ્પસ ઇન્ટરવ્યૂ હતો. એમાં મયુર મોટી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી મળી ગઇ.

મયુરે ગોપીને કહ્યું,"ગોપી હું તને બહુ જ પ્રેમ કરું છું તુ મારી જીવનસંગિની બનીશ હું તારો સાથ ક્યારેય નહીં છોડુ."

ગોપી મલકાણી અને નીચે નજર કરી હા પાડી.

મયંક: "હું તારા પપ્પાને આપણા લગ્ન માટે મળવા આવું ?"

ગોપી એ હા કહી એટલે બીજે દિવસે મયુર ગોપીના ઘરે ગયો. સીધોસાદો અને પ્રભાવશાળી મયુર ગોપીના મમ્મી-પપ્પાને ગમી ગયો. બંને વડીલોની સહમતીથી પરણી ગયા અને સુખી જીવન જીવવા લાગ્યા. સમય જતાં એમને ત્યાં નાની પરીનું આગમન થયું બંને બહું ખુશ હતાં.

એક દિવસ મયૂર ઓફિસથી આવી રહ્યો હતો, ત્યારે સામેથી પૂરપાટ આવતી ટ્રક મયૂરની ગાડી સાથે અથડાતા અકસ્માત સર્જાયો. ગોપીને જ્યારે ખબર પડી ત્યારે એ પરીને લઈને હોસ્પિટલમાં ગઈ મયૂરનો હાથ પકડી બોલી,

"તમે મને સાથ આપવા નું વચન આપ્યું હતું આમ મને 'મઝધાર'માં મૂકીને ન જાઓ."

અકસ્માત ઞંભીર હોવાથી ડૉકટર મયૂરને બચાવી ન શક્યા. ગોપીને સંસારમાં પોતાની નાવ 'મઝધાર'માં ડૂબતી લાગી એણે પરીનો હાથ પકડી દ્ઢ નિશ્ચય કર્યો કે હું પરીના સાથથી હવે આ મઝધારમાંથી નાવને પાર કરીશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance