'Sagar' Ramolia

Inspirational Others

4.8  

'Sagar' Ramolia

Inspirational Others

વહુની વાર્તા 02

વહુની વાર્તા 02

2 mins
377


''મમ્મી, ત્યાં બધા પાસે એટલે મારા સાસુ, સસરા, નણંદ, મારા પતિ વગેરે પાસે મોબાઈલ ફોન છે. મને પણ આ ફોન આ વખતે આપેલ છે. પરંતુ નવાઈની વાત એ છે કે દરેક પોતાને જરૂર પૂરતી જ મોબાઈલ દ્વારા વાત કરતા હોય છે. કોઈને ફોનનું ઘમંડ નહિ અને બીજુ એ કે ઘરની અંદર કયારે પણ ઓફીસની કે ધંધાની ચર્ચા કરે નહિ અને કોઈનો ફોન આવે તો એકબાજુ જઈ તરત જ જવાબ આપી ફ્રી થઈ જાય. અમારે દરેકને સમજી વિચારીને જ ફોન કરવાના હોય છે. કોઈ ફાલતું અથવા વિશેષ ચર્ચા ન થાય તેની કાળજી રાખવી પડે છે. એટલે જ મમ્મી તું વાત કહેતી કે ફોન કેમ કરતી નથી. પણ જો બધી બાબતથી સંતોષ હોય, વાતાવરણ ખુશનુમા હોય પછી ફોનથી બિનજરૂરી વાતો થાય તેવા સંબંધોમાં તિરાડ પડી જાય એટલે તમને ફોન ન કરેલ. હું ત્યાં જાવ ત્યારે તારે મારી ચિંતા મૂકી દેવાની છે.''

કમૂરતા ઊતરતા જ કંચનબહેને મંજુલાબહેનને સમાચાર મોકલાવેલ કે "અમો તમારે ઘેર આવવાના છીએ. આપણે રવિ અને સુવર્ણાના લગ્ન વિશે ચર્ચા કરીને તારીખ નક્કી કરી લઈએ. તેથી ગોરમહારાજને ટિપ્પણું લઈને બોલાવી રાખજો. અમે આવતા રવિવારે ત્યાં આવવાના છીએ."

મંજુલાબહેને સુવર્ણાના પપ્પા મહેશભાઈને આવેલ સમાચારની વાત કરી અને કહ્યું કે, "આ રવિવારે આપણી સુવર્ણાના સાસરાપક્ષ તરફથી લગ્નની તારીખ નક્કી કરવા આવવાના છે. માટે ગોરમહારાજને સમાચાર આપો કે તેઓ વહેલી સવારે જ આવવાના છે તે ભૂલતા નહિ. આપણે સાંજે ચર્ચા કરશું, જેથી આપણે તૈયારી કરી શકાય."

મંજુલાબહેને ફોન કરીને કંચનબહેનને જાણ કરી દીધી કે અમને રવિવાર અનુકૂળ છે તમે જરૂર આવો અને બપોરે બધા સાથે ભોજન કરશું. તમે જ્યારે આવો ત્યારે તરત જવાનું રાખો છો પણ આ વખતે અમારું માન રાખવું તેવો આગ્રહ છે. હા રવિને સાથે લેતા આવજો. ઘણા સમય થયા જોયા નથી. તો ભલે આવજો. જય શ્રી કૃષ્ણ.

સાંજે નક્કી થયેલ તે મુજબ સુવર્ણા, મંજુલાબહેન, તેમજ મહેશભાઈ જમીને ગયા ફરવા માટે, પરંતુ મોટાભાઈ જેઓ અલગ રહે છે તેઓ પણ ચર્ચા માટે બેસવાના હતા, પણ ભાભીને અનુકૂળતા નથી, એટલે તેઓ આવવાના ના હોય, ખાલી મોટાભાઈ જ ચર્ચામાં ભાગ લેશે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational