Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dharmendra Joshi

Inspirational


5.0  

Dharmendra Joshi

Inspirational


વાત્સલ્યની મૂર્તિ

વાત્સલ્યની મૂર્તિ

3 mins 1.1K 3 mins 1.1K

સૂર્ય આથમી રહ્યો હતો,પક્ષીઓના વૃંદ પોતાનાં માળા તરફ વળી રહ્યા હતા, પાંચમનાં આ ભરાયેલા મેળામાં રંગબેરંગી કપડાં પહેરી માનવ મહેરામણ કિલ્લોલ કરી રહ્યું હતું. કોઈ ખરીદી કરી રહ્યા હતા, તો કોઈ ચકડોળમાં બેસી રહ્યા હતા, તો કોઈ નવી-નવી વાનગીઓ ખાઇને આનંદ માણી રહ્યા હતા. પરંતુ હવે સાંજ થતાં જ જનમેદની ઓછી થતી જતી હતી. લોકો આખો દિવસ મેળાનાં લખલૂટ આનંદ સાથે મેળામાંથી અવનવી વસ્તુઓ ખરીદી પોતાના ગામ તરફ ગીતો ગાતાં-ગાતાં અને મેળામાં લીધેલા આનંદ ની વાતો કરતાં-કરતાં પોતાના ગામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા.

એ મેળામાં એક રમકડા વેચવાવાળી સ્ત્રી આજે ઘણા અરમાન લઈને એ મેળામાં આવી હતી. તેના બે સંતાનો ઘણા સમયથી નવાં કપડા માટે જીદ કરતા હતા. અને આજે એ જીદ પૂરી કરવા માટે આખો દિવસ મહેનત કરી રમકડાં વેચતી હતી. ખપ પૂરતા રમકડા વહેંચાઈ ગયા એનો અનહદ આનંદ એના ચહેરા પર દેખાઈ આવતો હતો. સાંજે પડવાને કારણે ઘેર જવાની ઉતાવળ તો કરતી જ હતી, પરંતુ એક રમકડું હજી પણ એની પાસે હતું. જો આ રમકડું વેચાઈ જાય તો તે, સૌભાગ્યવતી સ્ત્રીનાં હાથની નિશાની એટલે કે ચુડી નહોતી, તે લેવાની તેની ખૂબ ઇચ્છા હતી એટલે સાંજ થઈ જવા છતાં એ એક આશાથી રમકડા ની ખાસીયતો મોટે મોટેથી બોલી ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરતી હતી.

સવારે થોડું ખાઈને આવેલી એ સ્ત્રી આખો દિવસની ભુખી હતી. આથી સાંજના સાત વાગ્યા જેવો સમય થયો હોવાથી તેનો અવાજ પણ નીકળતો ન હતો. અત્યારે તે ગળામાંથી નહીં પણ નાભીમાંથી અવાજ કાઢીને એ પોતાનું છેલ્લું રમકડું વેચવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ સાંજ થતાં બાળકો સાથે લઈને આવેલાં લોકો તો જતા રહ્યા હતા. તેથી પોતાની ચુડીની ઇચ્છાને આજે પણ મનમાં જ મારવી પડશે તેવા નિસાસા સાથે આંખોનાં ખૂણે મોતી બિંદુઓ સહજતાથી ઉતરી આવ્યાં. તેવા જ સમયે એક બાળક તે રમકડા તરફ આગળ વધી રહ્યો હતો. એના અવાજથી જાણે તે સ્ત્રીમાં નવી ચેતનાનો સંચાર થયો. એ હતી એટલી શક્તિ લગાડીને રમકડા ની ખાસીયતો બોલવા લાગી. તે બાળકનો હાથ તેની માતાએ પકડ્યો હતો. બાળકની માતા તે બાળકને રમકડાવાળી સ્ત્રી થી દૂર લઈ જવા માંગતી હતી તેથી એ વિરુદ્ધ દિશામાં તેના બાળકને ખેંચી રહી હતી . ત્યારે આ બાજુ બાળકને રમકડું જોઈતું હતું એટલે બાળક પોતાની માતાને રમકડા બાજુ ખેંચી રહ્યું હતું. 

પતિ વિનાની નિરાધાર તે સ્ત્રી મેળામાં આવી શકે તેવી કોઇ પરિસ્થિતિ નહોતી. એની પાસે બાળકને મેળામાં આનંદ કરાવી શકે એટલા રૂપિયા પણ નહોતા. સવારનું બાળક ઘરે જીદ કરતું હતું મેળામાં જવા માટે,પરંતુ કોઈને કોઈ બહાના બતાવીને સાંજ સુધી નો સમય એણે કાઢી નાખ્યો. પરંતુ સાંજ થતાં બાળકની જીદ વધતાં નાછૂટકે તેને તે બાળકને લઈને એ મેળામાં આવવું પડ્યું. દીકરો મેળામાં રમકડા જોઈ માંગણી કરશે અને પોતાના એકના એક દીકરાની ઈચ્છા પૂરી ન કરી શકવાના કારણે તે સ્ત્રીની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો સતત વહેતો હતો.

અત્યાર સુધી તે બાળકને રમકડાથી દૂર રાખીને મેળામાં ફેરવતી હતી. પરંતુ અચાનક બાળકની નજર તે મેળામાં રમકડાં વાળી સ્ત્રી પર પડી, અને એ બાળક પોતાની માતાનો હાથ પકડી તેને રમકડાવાળી સ્ત્રી તરફ ખેંચી રહ્યું હતું . તે બાળક ઉત્સાહની નજરે જોઈ રહ્યું હતુ, ત્યારે તેની માતા તેને કહેતી, બેટા! ચાલ, આગળ આનાથી પણ મોટા અને સરસ રમકડાં છે હું તને એ લઈ આપું. પણ બાળક આ સ્ત્રી પાસેજ તેની માતાને લાવીને ઊભું રહે છે . અને રમકડાની કિંમત પૂછે છે .તો બીજી તરફ તેની માતા, ચાલ બેટા આગળ આનાથી પણ મોટા રમકડાં છે હું તને એ લઈ આપીશ. એમ કહીને બાળકને મનાવવાનો પ્રયત્ન કરે છે. 

પેલી રમકડાવાળી સ્ત્રી બાળકની માતા તરફ દ્રષ્ટિ કરે છે. જાણે કે ગરીબાઈની મૂર્તિ, સુખ, સંપતિ અને ઐશ્વર્યથી જાણે કે એને સ્નાન- સૂતકનો પણ સંબંધ નહોતો. નિરાધાર અને અસહાય સ્ત્રી માંડમાંડ ખાવાનું મેળવતી હશે તેવું તેનાં દેખાવ પરથી લાગતું હતુ . એની આંખોમાંથી બાળકની ઇચ્છા પૂરી ન કરી શકવાની લાચારી જાણે કે, ગંગા-જમના બનીને વહી રહી હતી. આ બધું જાણે કે એકજ ક્ષણમાં પારખી ગઈ હોય તેમ એ રમકડા વેચનારી સ્ત્રી પોતાની પાસે જે છેલ્લું એકમાત્ર રમકડું કે જેનાથી પોતે સૌભાગ્યવતી છે તેની નિશાની એવી ચૂડી લેવાની ઈચ્છા પૂરી કરવા માટે છેલ્લા બે કલાકથી ખૂબજ મહેનત કરી રહી હતી તે છેલ્લું રમકડું ક્ષણવાર પણ વિચાર કર્યા વગર તે બાળકના હાથમાં આપીને એક પણ શબ્દ બોલ્યા વગર ઊભી થાય છે. અને ધૂળમાથી ઊભા થતાંની સાથે જાણે કે માટીની સાથે-સાથે પોતાની ઇચ્છાને પણ ત્યાંજ ખંખેરી પોતાના ગામ તરફ ચાલવા લાગી.  

આખરે એ પણ એક માજ હતી ને !


Rate this content
Log in

More gujarati story from Dharmendra Joshi

Similar gujarati story from Inspirational