Prabhu Chaudhari

Drama Thriller

3  

Prabhu Chaudhari

Drama Thriller

વાત એક પિતા - પુત્રની !

વાત એક પિતા - પુત્રની !

9 mins
1.0K


એક વગડાઉ માણસ બનવાની મજા… હંમેશા પોતાના કામના બોજને લીધે પરિવારને સમય ના આપી શકનાર વ્યક્તિની વાત…

ઓફિસમાં બેઠો હતો પણ મન અહીં નહોતું. મન તો ક્યાંય ભટકતું હતું અને એને કાબુમાં રાખી શકાય એમ પણ નહોતું. વારે વારે લક્ષ્મીનારાયણ પ્રસાદનાં એટમ બોમ્બ જેવા શબ્દો મગજમાં ધણધણતા હતા. કહેતા હતા, ‘આખો દિવસ દફતરમાં રચ્યા પચ્યાં રહો છો પણ છોકરાનું ય ધ્યાન રાખતા જાવ. આજકાલ ગટુ બગડીને બેહાલ થતો જાય છે. નથી સ્કૂલે ટાઇમે આવતો, નથી નિયમિત મારા કલાસ ભરતો મેં એને કેટલીયે વાર કહ્યું પણ ખબર નહીં, એને મારા શબ્દોની ધમકીની કે ડારા ની બિલકુલ અસર જ નથી થતી અને હા તમેય પણ એની સ્કૂલની ડાયરીની નોંધ-બોંધ વાંચો છો કે પછી બધુ ફોગટ જ જાય છે ?

“પ્રસાદે કરડાથી મારી સામેય જોયું. કેમ કે એક સમયે હું પણ તેમનો જ વિદ્યાર્થી હતો અને હવે મારો દીકરોય.” એ કરડાકીથી જોયું. ડાયરીમાં વાલીની સહી કરવા ગટુ તમને ડાયરી આપે છે કે નહીં ? ‘અને પછી મારા જ જવાબની રાહ જોયા વગર બોલ્યા:’ મને તો એવું લાગે છે કે તમે જ નહીં માગતા હોવ.’ ચાલતા થતા બોલ્યા: ‘તેની દરેક હિલચાલ ભેદી બની ચૂકી છે. એ ક્યાં જાય છે, શું કરે છે ? કોની સાથે છે ? તે જુઓ નહિંતર છોકરો આમને આમ હાથમાંથી ચાલ્યો જશે. તમે એના વાલી છો અને હું એનો શિક્ષક છું. મારા અમૂક ઉસૂલ છે, તમે જાણો છો. તો પ્લીઝ, બી કેર… એન્ડ ફોલો માય ઇન્સ્ટ્રકશન્સ.’

હું થથરી ગયો હતો. ગટુ વિશેની ફરિયાદ હતી ? ગટુ : કે જે ભલો, ભોળો, તંદુરસ્ત, મારો દીકરો ! એનું મુખારવિંદ જોતા જ એવું લાગે કે એક નખ જેટલી પાકકાઇ અને વેઢા જેટલું પણ કપટ નહીં હોય તેના પેટમાં ! છટ્ઠા ધોરણમાં ભણે છે, પણ દફતરેથી આવું એટલે તરત જ ‘પપ્પા’ કરતો હજીય ચોંટી જાય મને ! ભલી ભોળી સુરત અને નિર્દોષ આંખો. મને ધ્રાસકો પડ્યો કે નારાયણજી આ શું કહેતા હતા? પણ જે કંઇ કહેતા હતા એ અસત્ય તો ન જ કહી રહ્યા હોય અને બીજું કે જયારે લિમિટ આવી ગઇ હોય ત્યારે જ એમણે મને કહ્યું હોય.

દફતરમાં બેઠો હતો. જાતજાતની અને ભાતભાતની ફાઇલો મારા સ્પર્શનો ઇન્તઝાર કરતી મારા ટેબલ ઉપર પડી હતી. ટાઇમ લિમિટનાં તુમાર હતા. સમયબંદીનાં કાગળો હતા. અરજન્ટ માહિતીઓ મોકલવાની હતી. એ ચાર કર્મચારીઓને ટ્રેનિંગમાં મોકલવાના હતા, એક-બે ખાતાકીય તપાસનાં પત્રકો હતા. બે-ચાર કોર્ટ કેસની બ્રીફ તૈયાર કરીને બોસને આપવાની હતી.

બોસ ભલે ફિલ્ડમાં ગયા હતા પણ તેઓ મિનિટે મિનિટેનું મારું ધ્યાન રાખતા હતા, ફોન ઉપર સતત સૂચનાઓ આપ્યે જ તા હતા, અને હું ? હું તો ‘હું’ માંથી નીકળીને ગટુનાં વિચારોમાં ઘેરાઇ ચૂકયો હતો. તોપ માંથી ધાણી નીકળતી ગોળીનાં છરા જેમ મારા માનસપટ ઉપર ગુરુજીનાં શબ્દો ધણધણતા હતા. બી કેર.. એન્ડ ટુ ફોલો માય ઇન્સ્ટ્રકશન… આમને આમ છોકરો આડે રસ્તે-

-ડાયરી જોવા માગો છો કે તેનો પ્રોગેસ કેમ ચાલે છે ? -દફતર માંથી અઠવાડિયે એકવાર તો માથું ઊંચુ કરીને જુઓ કે બાળક શું કરી રહ્યું છે ? વાત સાચી હતી હું તો બસ વહીવટ નામનાં રણમાં ભુલે પડી ગયેલો કામદાર હતો.અક્ષરોનાં ઝાળામાં સપડાઇ ગયેલું જીવડું. પંદર પંદર વરસથી મારું અસ્તિત્વ એટલે ફાઇલોનાં ગંજ, પૂંઠ્યાની આવનજાવન કાગળોનાં જંગલ અને ‘હા જી હા જી’, ,‘જી હા’, ‘યશ સર’, ‘સ્યોર સ્યોર’. ‘વીલ બી કમ્પ્લેટ..’,

‘પ્લીઝ ગીવ મીટ ટુ ડેઝ..’, ‘થઇ જશે..’, ‘મોકલી આપુ છું…’ માં જ અટવાઇ ચૂકેલું હતું. સવારે નવ વાગ્યે ઘરેથી નીકળવું-સીધું જ દફતર ઉપર રોજે રોજ એક જ કચેરીનાં બોર્ડ, એ જ કબાટ, એ જ મેજ અને એ જ ખુરશી… કાગળોનાં થપ્પા અને હાથમાંથી સરી ગયેલા પેલા વરસોની ગાંઠ !જે કદી હવે છૂટવાની પણ નહોતી. છૂટતી તો જૂની માહિતીઓ અને આધાર પૂરાવા શોધવા માટે. એમાંથી માહિતી મળતી પણ વહી ગયેલા વરસો ઓછાં મળવાના ?

– લગ્ન થયા ત્યારપછીનાં દિવસોમાં પત્ની મીંટ માંડીને બેઠેલી : નૈનીતાલ જશું. સીમલા જશું મસૂરી જશું. કમ સે કમ માઉન્ટ આબુ તો જશુ પણ ઉફ્ફ ! ક્યાંય ન જઇ શકાયું. હવે યાચના ભરી દ્રષ્ટિ મારી સામે માંડતા માંડતા કહે છે, હરિદ્રાર જઇશું ? ભલે બે ચાર દિવસ. પણ અનુમાસી કહેતા હતા કે, મજા આવે છે બઇ ! ગંગાનો કાંઠો અને પરમનું ધામ. થાય કે અહીંયા જ પડ્યા રહીએ

– મનમાં તીવ્ર અફસોસ ઊભરાઇ વળ્યો અરેરે ! લગ્ન પછી નૈનિતાલ કે મસૂરી તો ન જઇ શકાયુ, હવે ચાલીસીએ પહોંચવા આવ્યા તો કમ સે કમ હરિદ્રાર તો… ગટુ પણ કયારેક ગળામાં હાથ નાખીને કહેતો : પપ્પા…કયાંક બહાર ફરવા લઇ જાવને ! મારો ફ્રેન્ડને એના મમ્મી-પપ્પા હમણાં જ મહાબળેશ્વર બાજુ ફરી આવ્યા. પણ હું ? દફતરેથી આવીને ગટુને પાસે બેસાડીને પૂછી નથી શકાયું કે, તને ભણવામાં કોઇ પ્રોબ્લેમ તો નથી ને ? સ્કૂલમાં મજા તો આવે છે ને ! આજે શું ભણ્યો ?

હું આવું ત્યારે એ લેશન કરતો હોય, અને હું ? જાણે હળે જૂતીને આવ્યો હોઉ એમ ભસ્સ દઇને બેસી પડું ખુરશીમાં પત્ની પાણી લાવે અને પૂછે : થાળી બનાવુને ?…બસ, જમીને ભાણું આધું હડસેલીને સીધો સૂવા ચાલ્યો જાઉ. સવારથી પાછી એ જ રફતાર… વિચારોમાં હતો ત્યાં બોસ મારી રૂમમાં પ્રવેશ્યા, -મિ. જોન કાલે મિટિંગ છે, ડિટેઇલ તૈયાર થઇ ગઇ ?

-પરમ દિવસે કોર્ટની મુદ્ત છે, રેકર્ડ તૈયાર કરજો અને હા તમારે પણ આવવાનું છે -24 તારીખે ઇન્સ્પેકશનવાળા આવે છે, બધુ જ રેડ્ડી છે ને? -શુક્રવારે મારે મિનિસ્ટર સાથે મિટિંગ છે, અપટુડેટ બધુ જોઇએ.-કેસ નં 75ની ગયા વખતની કોર્ટની મુદતમાં છેલ્લે જે સુનવણી થઇ, એ રેકર્ડ શોધી રાખો -અને હા, બે દિવસથી તમે મારી સૂચનાને ફોલો બરાબર નથી કરતા, જરા રસ લઇને કરો, આવું લેઝી ના ચાલે.

માથું ધમધમી ગયું. બીજો પણ સ્ટાફ છે, કેટલીક બાબતો તેને સંબંધિત છે. છતાં પણ મને જ શું કામ ટાર્ગેટ બનાવવાનો ? હું અહીંનો જુનો કર્મચારી છું એટલે ? તો મેં શું ગુન્હો કર્યો કાંઇ ? બદલી કરાવી નાખવી જોઇએ, પણ પગમાં બેડીઓ પડી છે. અહીંયા જૂનું પુરાણું બાપીકું ઘર છે, બહારનું ભાડું ભરવાનું ? કેટલીક મજબૂરીઓ પણ છે અને એ મજબૂરીઓ આજકાલની પણ ક્યાં છે ? નાનપણથી જ માથે પડી છે..,

-જી હા… હાજી સર.. કરતો રહ્યો. મગજને માંડ શાંત રાખ્યું મન તો હજી ગટુનાં વિચારોમાં જ હતું સાંજે ઘરે પહોંચ્યો ત્યારે રોજનાં કરતા હું કદાચ જુદો હતો. ગટુ કયાં ? જતાવેંત જ પૂછ્યું ‘લેશન કરીને ભાઇબંધ જોડે રમવા ગયો…’ પત્નીએ કહ્યું અને પાણી આપીને ચાલી ગઇ. હું શેરીની બહાર નીકળ્યો.તો ગટુ એના ભાઇબંધની સાઇકલને ધક્કો મારી રહ્યો હતો. હું તાકી રહ્યો, એના ભાઇબંધને કહેતો હતો. તારી સાયકલને ચાર વખતથી ધક્કો મારી આપ્યો, હવે એકવાર તો મને ફેરવવા દે યાર…

‘એનો ભાઇબંધ કહે:’ પણ તું લઇ લેને ? તારા પપ્પાને કહેજે, લઇ દે… ‘રોજ રોજ મારી સાયકલનાં આંટા મારવા શરમ નથી આવતી ?’ ત્યારે ગટુ બોલ્યો: ‘વાંધો નહીં તું તારે ! હું કાલે મારા બીજા એક બેસ્ટ ફ્રેન્ડ પાસે જઇશ, એ તો ક્યારેય ના પાડતો નથી.’ ‘તારો બેસ્ટ ફ્રેન્ડ ?’ ભાઇબંધ કટાક્ષથી હસવા લાગ્યો:’ કયો પેલો તારો નદી પાર રહે એ ઝૂંપડાવાળો બેસ્ટફ્રેન્ડ ?’ ‘હમમમ…એ જ…એ કદી ના ન પાડે. વળી એ મને તેની બધી જ ગેઇમ રમવા આપી દે. મને સરસ નાસ્તો પણ આપે… તું જો જેને એક દિવસ એની સાયકલેય લઇ હું અહીં લેતો આવીશ. તારી સાયકલ કરતા તો બહુ જ સરસ છે…’

પેલાને જેલેસી થઇ એટલે એ ગટુ ઉપર ખીજાયો: ‘ચલ…ચલ.. તો પછી જવા દે, ફૂટ ફૂટ હવે કદી મારી પાસે સાયકલ નહીં માંગતો..’ ‘બિચ્ચારો’ એની સાથેના બીજા બે ત્રણ ભાઇબંધો હતા એ ઉપહાસથી અટ્ટહાસ્ય કરી રહ્યા. ગટુ વ્યથિત થઇ ગયો અને પાછો ફરી ગયો. હું જાબુંડા પાછળ સંતાઇ ગયો. એ ધીમે પગલે ઘરે પાછો ફર્યો, એની પાછળ હું પણ આવ્યો.‘પપ્પા ?’

એણે તેની મમ્મીને પૂછ્યું. તો તેની મમ્મીએ કહ્યું : ‘મને થોડી ખબર છે ? કયાય કામે બહાર ગયા હશે ?’ એ નિરાશ થઇ પંલગ પર બેસી પડ્યો. મને તેની પીડા અનુભવાઇ. તેની વ્યથા આટલા વર્ષે ફિલ કરી શકયો કે એના જગતમાંએ સાવ ‘એકલો’ જ હતો. એ કોઇની કંપની શોધતો હતો પણ તેને કોઇ કંપની આપતું નહોતું એટલે તેની દુનિયામાં તે અટુલો પડી ગયો હતો.

પણ કોઇ હતો નદી પાર પેલો ભાઇબંધ ! કોણ હતો એ ? હવે હું તેની સમક્ષ પ્રગટ થયો તો એના માસૂમ ચેહરા ઉપર ખુશીની લહેર છવાઇ વળી. એ ‘પપ્પા..’ કરતો મને બથભરી ગયો… કદાચ મારામાં એ કંપની ‘શોધતો હતો રહેતો હશે કાયમ!’

જો કે કાયમ તો હું ‘આ શું ગાંડપણ માંડ્યું છે ?’ કહી તેને હડસેલી દેતો પણ આજે મેં તેના ધૂંઘરાળા વાળમાં હાથ ફેરવ્યો અને પછી સહેજ ઝૂકીને ચુમી ભરીને કહ્યું : ‘કેમ છો દીકા ? ગુરુ સારુ ભણાવે છે…’ પછી મારો હાથ છોડાવીને બીજા રૂમમાં દફતર લઇને બેસી ગયો. એ આખી મને ઉંધ ન આવી. બીજા દિવસે એ તૈયાર થયો કે હું તૈયાર થઇને તેની પાછળ પાછળ ગયો. એ રીક્ષામાં સ્કૂલે ઉતરીને નદીનાં પટ બાજુ ચાલવા લાગ્યો. મેં પણ એનું પગેરું દબાવ્યું. નદીના વહેણમાં ઉતરીને ખભેથી દફતર ઉતાર્યુ એમાંથી નાસ્તાના ડબા માંથી પૌઆ, મમરા, ગાંઠિયા કાઢી પાણીમાં ફેંક્યા. થોડીક વારમાં જ માછલાં આવી પહોંચ્યા અને અગણિત ખુશી તેના ચેહરા ઉપર છલકાઇ વળી. હું તેની માછલા પ્રત્યેની દોસ્તીને સંવેદી રહ્યો. થોડીવારે બધુ સમેટીને આગળ ચાલ્યો અને સપતેશ્વરનાં જંગલનો રસ્તો પકડ્યો. જાણે એ રસ્તો તેનો વર્ષો જૂનો દોસ્તાર હોય એમ.

હું પાછળ પાછળ ચાલતો હતો. એ ઘડીમાં કોઇ ઝાડનાં થડ ઉપર હાથ ફેરવતો, કોઇ પાંદડાંને હાય, હેલ્લો કહીને આગળ ધપી જતો. પતંગિયાઓને બોલાવતો, તેને પકડવા દોડી જતો. આગળ વધતો હતો. મને ધ્રાસ્કો પડ્યો. કારણ કે જંગલમાં દીપડો હોવાની વાયકા હતી. પણ એ તો નિષ્ફિકર હતો. મોજથી ડગલા માંડતો… જતો હતો. આગળ જતા હરણાઓને પાણી પીવાનો કુંડ આવ્યો. એ થાક ખાવા ત્યાં બેઠો. મેં એક વૃક્ષ પાછળ સંતાઇને તેને જોયા કર્યો તો અહો ! હું જ વિસ્મિત થઇ ગયો કે વગડામાં તો વસંત આવી ચૂકી છે…

વગડો તો શણગાર સજીને બેઠો હતો. ગટુ અડધી કલાક ત્યાં બેઠો : જાણે હરણાઓની રાહ જોતો ! થોડીવાર આગળ ચાલ્યો, એક ફાર્મ હાઉસ આવ્યું ત્યાં વસ્તી હતી. થોડીવારમાં તો તેની જેવા કેટલાય છોકરાઓ આવીને તેને ઘેરી વળ્યા… એ આ બધામાં ખોવાઇ ગયો. હવે મને થયું કે મારે જવું જોઇએ… અને હું ત્યાં જઇને તેની સામે જ ઊભો રહ્યો. એ ડરી ગયો. તેના ચેહરા ઉપર ભય ફરી વળ્યો પણ મેં એને સાહી લીધો. અમે બાપ દીકરો આંબાવાડિયામાં અને વગડામાં ધૂમ્યા, ફર્યા અને આનંદ માણ્યો. એ દોડતો દોડતો એક વાડીમાં પહોંચ્યો.. તો એને જોઇને અડખે પડખે ની વાડી માંથી છ-સાત બાળકો દોડી આવ્યા અને ખુશ થઇ ને ગટુ ફરતે ઘેરાઇ વળ્યાં.

હું એ વનવાસી બાળકો ની પ્રીત ને તાકી જ રહ્યો…ગટુ સાથે પકદંડાવ, ખો ખો.. સંતાકલો દાવ અને આંધળો પાટો રમ્યા, ગટુના ચેહરા ઉપર હવે પેલી શેરી ના બાળકો, ન રમાડતા હોવાની જરાઇ પીડા નહોતી… અહીંયા એ પોતાની જાત પાત શેરી સોસાયટી, દુ:ખ દર્દ.. સધળું ભૂલી ગયો હતો.. થોડીવાર પછી એ વનવાસી ય આવ્યા. મને કહે કે…તમારો દીકરો એવો ભલો ભોલિયો છે કે ન પૂછો વાત ! બાકી શહેર ના છોરાવ આ રીતે ભળે જ નહીં.

પછી તો કેટલીય વાતું ચાલી. અને એ લોકો નાળિયેરની કાચલીમાં ચા આપી અને મજા કરી. સાંજેકનાં ઘરે પાછા ફરતા હતા કે એ બોલ્યો : ‘પપ્પા, મજા આવી ?’ મેં તેને મારા સમીપ લઇને ઉરસરસો ચાંપ્યો. કહ્યું : બહુ મજા આવી. તો એ કહે : હવે આપણે દર રવિવારે આવશું…હોં કે અને પછી હળવેકથી કહે : હવે હું રોજ સ્કૂલે ય જઇશ. ગુરૂજીની તો એ બધુ જાણતો હતો !!

પણ રવિવાર તો આવે ત્યારે આવે… શનિવારે સાંજે ફરીયાદ નહી આવે દફતર પુરું કરીને આવ્યો ત્યારે જ કહી દીધુ : ‘બેટા, કાલે વહેલો ઉઠજે, કાલે થોડું વહેલા નીકળી જવું છે !’ રવિવારે બોસનાં ફોન ઘણાં આવ્યા પણ તેની ક્યાં પડી હતી!


Rate this content
Log in

Similar gujarati story from Drama