Prabhu Chaudhari

Drama

0.6  

Prabhu Chaudhari

Drama

એક અદ્ભુત પ્રેમ કહાની !

એક અદ્ભુત પ્રેમ કહાની !

3 mins
1.3K


આ દુનિયા ઘણી મોટી છે અને જેટલી મોટી છે એટલી જ અજીબો-ગરીબ અહીંયાની વાતો છે. તમે પ્રેમ-વાર્તાઓ તો ઘણી સાંભળી હશે પરંતુ શું આવી પ્રેમ-ગાથા સાંભળી છે જેના લીધે એક સ્ત્રીએ એક ભિખારીથી લગ્ન કરી લીધા. એક પત્ની રોજ પોતાના પતિ ને ટિફિન બનાવીને આપતી હતી અને પતિ રોજ ઓફિસ લઈ જતો હતો. અચંબાની વાત તો આ છે કે પત્ની ત્રણ મહિનાથી પતિને દૂધીની શાક બનાવીને ટિફિનમાં આપતી હતી અને વગર કઈ કીધે રોજ એ ટિફિન ખાલી લઈને ઘરે પહોંચતા હતો.

આ વાતથી પત્ની આશ્ચર્યમાં હતી કે પતિ વગર કંઈ કીધે રોજ શાક ખાઈ લે છે અને ઘરે આવીને એની ફરિયાદ પણ નથી કરતા આવું કઈ રીતે થઈ શકે છે. પત્નીને કંઈક શંકા જતા, એક દિવસે પોતાના પતિનો પીછો કર્યો એણે જે જોયું એ જોઈને તો એ હેરાન થઈ ગઈ. પતિની આ હરકતથી પત્નીને જે હેરાની થઇ એના કરતા ઘણો વધારે ધક્કો ત્યારે પતિને લાગ્યો તેની પત્નીને ત્યાં જોઇને. ચાલો જાણીએ આ આખી સત્ય ઘટના વિશે –

એક પત્ની રોજ પોતાના પતિ ને દૂધીનુજ શાક સતત ત્રણ મહિનાથી ટિફિનમાં બનાવીને આપતી હતી અને તેનો પતિ કોઈ પણ ફરિયાદ વગર ત્રણ મહિનાથી સતત પોતાનો ટિફિન ખાલી કરીને ઘરે લઈને આવતો હતો. પણ એક દિવસ જ્યારે એ પત્નીને ખાલી ટિફિન આપતો હતો તો તેની પત્નીને શંકા ઉત્પન્ન થઇ અને એણે એનો પીછો કર્યો ત્યારે એને ખબર પડી કે એ પોતાનો ટિફિન પોતે નથી ખાતો પરંતુ ઓફીસની બહાર બેઠેલા એક ભિખારીને આપી દે છે.

પત્ની ને આ વાત ની ખબર પડી અને એણે પતિ ને રંગે હાથ પકડી પાડયો અને એક દિવસ એ ભિખારીને મળી. ભિખારી ને મળ્યા પછી એ ભિખારી એ છોકરીને ઓળખી ગયો હતો અને એણે પોતાના બાળપણ ની બે-ત્રણ શાયરીઓ કીધી જેના પછી પ્રકાશ નામના આ ભિખારી ને એ સ્ત્રી એ પણ ઓળખી લીધો કેમ કે એ એનો બાળપણ નો પ્રેમ હતો જે એના લગ્ન ના કારણે એનાથી અલગ થઈ ગયો હતો.

બસ પછી શું હતું અને કહેવાય છે ને કે જ્યારે વિખોટો પડેલ પ્રેમ પાછો મળી જાય તો દુનિયા ની દરેક વસ્તુ ભૂલી શકાય છે. બસ એ છોકરીએ બે દિવસ પછી પોતાના પતિથી છૂટાછેડા લીધા અને એ ભિખારીથી લગ્ન કરી લીધા જે એનો બાળપણનો પ્રેમ હતો અને બંને મંદિરની બહાર બેસીને ભીખ માંગવા લાગ્યા. શું તમે ક્યારે આવો પ્રેમનો કિસ્સો સાંભળ્યો છે જેમાં આટલુ મોટુ ત્યાગ કરીને મહેલો માં રહેવા વાળી સ્ત્રી એક મંદિર ની બહાર પોતાના પ્રેમીની સાથે ભીખ માંગવાનું શરૂ કરી દે.

પ્રેમની એમ તો આપણે ઘણી વાર્તાઓ સાંભળી હશે પરંતુ આ અનોખી પ્રેમ કહાની એકદમ સત્ય-આધારિત છે. આખી ઘટના ઉડીસાના જબલપુરની છે જ્યાં એક છોકરીનાને જોઈને એ રહી ના શકી અને પોતાના પતિને છૂટાછેડા આપી ને એનાથી લગ્ન કરી લીધા. એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે એ દરેક વસ્તુને ભૂલાવી દેશે પરંતુ આ ઘટનાને જોઈને લાગે છે કે સાચેજ પ્રેમમાં ઘણી તાકાત હોય છે જે દરેક વસ્તુને ભૂલાવી દેવાની અને છોડવાની શક્તિ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama