Shweta Patel

Inspirational Others

4.5  

Shweta Patel

Inspirational Others

ઉડાન

ઉડાન

3 mins
266


આમ તો રોજ સવારે સૌ ઊઠે છે, પોતાની દિનચર્યામાં પરોવાઈ જાય છે, પરંતુ કોઈ વાર એવું બન્યું છે કે દિવસ ઊગતાની સાથે સોનેરી પળોમાં આંખો પરોવાઈ જાય ?

સુધા સવારે ઊઠીને હજી પથારીમાંથી ઊઠી, સવારની મોસમનો નજારો જોવા બાલ્કનીમાં આવી, બાલ્કનીનો ડોર ખોલતાની સાથે એનાં પગમાં એક ચકલી અડફેટે આવી, ચકલી ડરી ગઈ અને ઊડી ગઈ, પણ એના બચ્ચાં હજીય બાલ્કનીમાં હતા માટે એ પાછી આવી અને એના બાળકો સાથે કંઈક હરકત કરવાં માંડી, ચકલી એના બે બચ્ચાંને લઈને એની બાલ્કનીમાં ઊડાડવાના પ્રયાસો કરી રહી હતી, આમ તો દૂર દૂર સુધી ક્યાંય ચકલી જોવા ના મળે એવી જગ્યાએ ચકલી એ પણ એના બચ્ચાં સાથે જોતાંની સાથે જે સુધાને અચંબો લાગ્યો !

 એના ફ્લેટને આઠમા માળે એને બધે જોઈ લીધું પરંતુ ક્યાંય ચકલીનો રહેવાસ દેખાયો નહિ, પણ એને મનમાં સવાલ ઊઠ્યા કરતો કે ચકલી ઊડતી તો નહિ લઈ આવી હોય એના બચ્ચાં ને ! નક્કી ક્યાંક આટલામાં માળો હશે !

એને ગૅલેરીમાં પડેલા કુંડામાં નજર નાખી પરંતુ ક્યાંય માળો દેખાયો નહિ, પણ ચકલીના બચ્ચાંનો કલરવ એવો હતો કે એને ત્યાં ખેંચી જતો હતો, નજીક જતાં બાળકો ડરીને એની માં ની સોડ ભણી ધસી જતાં હતા, એટલે એ ત્યાં જતા ખચકાતી હતી. પણ એને જોવાની પણ બહુ જ મજા આવતી હતી ! ચકલી એની ચાંચ વડે એના બચ્ચાંને ધક્કા મારતી હતી અને બચ્ચાં જરા જરા નવી આવેલી પાંખો સાથે ઊડવાની જહેમત કરતા હતા, એમને પડી જવાનો ભય સતાવતો હતો પરંતુ એની માં એને ફરી ચાંચ મારશે એના ડર કરતાં ઓછો હતો ! એક તો ઊડતું અને કઠેડાને ટકરાઈને પાછું ફર્શ પર આવી પડી જતું, ધીમે ધીમે એને ફાવટ આવી ગઈ એટલે એ તો મસ્તીમાં આવી ગયું, જાણે જંગ જીતી ના લીધી હોય ! એ બીજાને પણ પ્રોત્સાહિત કરતુ હોય એમ એની પાસે જઈને ચી ચી કરવા માંડ્યું, ગેલમાં આવી ને એને તો મસ્તી સુજી ! એ એની નવી પાંખો સાથે નવા આકાશમાં ઊડવા હવે સજ્જ હતું, જાતે હવે ચણ શોધવા એ સક્ષમ હતું.

બીજું બચ્ચું એને જોઈને એની માફક ઊડવાની કરવા લાગ્યું, એમનામાં માણસોની જેમ ઈર્ષ્યા નહોતી, એકબીજાને જોઈને નવું શીખવાની ધગશ હતી, અને પહેલું બચ્ચું પણ એના સાથીને શીખવાડવા માટે આતુર હતું, જોડે ઊડવાની એની ભાવના સ્પષ્ટ દેખાતી હતી, આ જોઈ ચકલીએ પણ સાથ આપ્યો અને બન્ને બાળકો સાથે આકાશની સફરે ઊડવા લાગ્યા !

સુધા આ બધું ઝીણવટ પૂર્વક નિહાળી રહી, એને મજા પડી ગઈ, એને સવારના મોબાઈલની સ્ક્રીનમાં સુવિચારોના સ્ટેટ્સ કરતાં આજે નાના પંખીઓ દ્વારા મળેલા જ્ઞાનમાં વધારે મજા પડી ગઈ ! કશું બોલ્યા નહિ એ મૂક પંખીઓ છતાંય માનવની ખામીને એના છલને સ્પષ્ટરૂપે દર્શાવતા ગયા !

એવામાં સુધાની નજર એના એસીના કોમ્પ્રેસર પર પડી, એમાં કંઈક કચરો ફસાયો હોય એવું લાગ્યું, નજીક જઈને જોયું તો એમાં જ ચકલીનો માળો હતો, એ પણ સાવ વીંખાયેલી હાલતમાં ! કદાચ કોઈ મોટા પક્ષીએ આવીને એને નષ્ટ કરી દીધો હોય એવું જણાયું ! એ ઉપરાંત આખી રાત એસી ચાલ્યું હતું તો એના લીધે આખા કોમ્પ્રેસરની આજુબાજુ વાતાવરણ એકદમ ગરમ હતું એને વિચાર આવ્યો કે માનવીઓ એમની ટાઢક માટે મૂક પ્રાણીઓને ગરમીમાં મોતના મુખમાં ધકેલી શેને દેતા હશે ? આજે એની સવારમાં તાજગી કરતા પણ રાતે માણેલી ટાઢકનો પસ્તાવો દેખાઈ રહ્યો હતો.

ઘર નહોતું, જીવન જોખમમાં હતું છતાંય ચકલી અને એના બચ્ચા ઝઝૂમ્યાં અને ફરી એ આકાશમાં ઊડ્યા ! સાથે સુધાની સાવર ખરેખર સવાર કરીને ગયાં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational