STORYMIRROR

Mayur Rachchh

Romance Drama

3  

Mayur Rachchh

Romance Drama

ટ્યુનિંગ

ટ્યુનિંગ

2 mins
736


    સવારે વહેલો ઊઠીને સીધો જ એ ડોરના આઇ-હોલમાંથી એપાર્ટમેંટનાં પગથિયા તાકી રહ્યો. છેલ્લા થોડા સમયથી આ જાણે એનું નિત્યકર્મ બની ગયુ હતું.

       હજુ થોડા સમય પહેલાની જ વાત હતી. રોજ સવારે વાગતા અલાર્મથી પણ ઊંઘ જલદી ઊડતી ન હતી. જૉબ પર હંમેશા લેટ પહોંચતો. હવે તો જૉબ રહી ન હતી. છતાં એણે રોજ વાગતું અલાર્મ બંધ કર્યું ન હતું. છેલ્લા થોડાં દિવસોથી અલાર્મ વાગે તેની પહેલા જ એ ઊઠવા લાગ્યો હતો.

       ક્યારેક જ જોવા મળતા એ ચહેરાની એક ઝલક માટે એ જાણે તરસ્યો બની જતો. રણ સમી જિંદગીમાં જાણે નીર શોધી રહ્યો હોય એમ એ પેલા ચહેરાને શોધતો. આવતા-જતાં ક્યારેક દેખાઈ જતી એ ઝલક જાણે કોઈ અલગ જ અહેસાસ કરાવતી.


       એક દિવસ બહારથી આવીને સિગારેટ પીવા એ ટેરેસ પર જઈ રહ્યો હતો ત્યારે એપાર્ટમેંટનાં છેક ઉપરના માળે ઘણાં સમયથી બંધ રહેલા ફ્લેટનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. અંદરથી વાતચીતનો ગૂંજારવ પણ સંભળાઈ રહ્યો હતો. સૂનું પડેલું આ મકાન હવે ઘર બની ગયું હતું. જિજ્ઞાસા ભરી નજર એણે ફ્લેટની અંદર ફેરવતા પહેલી જ વાર એ ચહેરાના દર્શન થયા હતા. ત્યાર બાદ એપાર્ટમેંટની સીડીઓ ચડતા-ઊતરતા તો ક્યારેક પાર્કિંગ એરિયામાં આંખો ચાર થતી. મન તો થતું હતું કે કઇંક વાત-ચીત થ

ાય, પણ હાય, હેલ્લો કહેવામાં પણ જીભ ઊપડતી નહીં. ડોરના આઇ-હોલમાંથી ક્યારેક થતાં દર્શન માટે એ કલાકો કાઢી નાખતો. સમયનું એને કોઈ ભાન ન રહેતું. બસ ગમે તેમ તેના દર્શન થઈ જાય એવી ઈચ્છા દરરોજ રહેતી.


       એક વખત રાત્રે ડિનર લીધા બાદ ઊનાળાને લીધે થતાં બફારાથી કંટાળીને એ ઘરની બહાર પગથિયાં પર ઈયર ફોન લગાવીને બેઠો હતો. એફ.એમ.ની એક ચેનલ પર વાગી રહેલા રોમેન્ટીક સોંગ્સ અને ધીમે-ધીમે વહી રહેલા પવનની ઠંડક આંખો મીંચીને એ માણી રહ્યો હતો, એવામાં હળવેકથી કોઇકે એના ખભા પર સ્પર્શ કર્યો. આંખો ખોલી તો એ જ ચહેરો નજર સામે જેની એક ઝલક માટે એ પાગલ બની જતો. અચાનક મળેલી આ સરપ્રાઇઝથી એ ડઘાઈ ગયો, પણ પછી તરત જ પરિસ્થિતી સમજી ગયો. એ જે આરામદાયક મુદ્રામાં પગથિયા પર બેઠો હતો તેનાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો. ફટાફટ ઊભો થઈને એ સાઇડમાં હટી ગયો અને રસ્તો ખુલ્લો કર્યો. સોરી કહેવા માટે જીભ તો ઊપડી નહીં પણ ફોનની ડિસ્પ્લે ઓન કરીને એફ.એમ. ચેનલ બતાવીને જાણે ફોનનો જ વાંક હોય તેમ ઇશારાથી સોરી કહ્યું. પેલીએ પણ હસીને પોતાનાં ફોનનું ડિસ્પ્લે ઓન કર્યું. આ શું.....! તેના ફોનમાં પણ એફ.એમ.ની એ જ ચેનલ ટ્યુન થયેલી હતી. તેના ગયા પછી કોઈ મૂર્તિની જેમ એ લાંબો સમય સુધી ત્યાં જ ઊભો રહ્યો. એની ખુશીનો કોઈ પાર ન હતો, કારણ કે એફ.એમ.ની એ ચેનલની જેમ બંનેનું પણ ટ્યુનિંગ થઈ ગયું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Romance