Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Crime

4  

કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Crime

ટુ વોન્ટેડ ગર્લ્સ

ટુ વોન્ટેડ ગર્લ્સ

4 mins
225


અમદાવાદની ચમક દમક જોઈને, પુરા વિશ્વની નજર આ શહેર પર, મંડાય છે. આ શહેરની દસેય દિશાએ અને બારેય ભાગોળે વેગીલા વિકાસના વાયરા ફૂંકાઈ રહ્યા છે.

દરેક ગુજરાતી એવું ઈચ્છે છે કે, ઉચ્ચ અભ્યાસ માટે, મારે અમદાવાદ જ જવું છે. આથી જ, આ શહેરની હદમાં આવતી એકસોને ઓગણચાલીસ કોલેજો એમની એમ ભરચક રહે છે. સારા પાસા સામે નબળું પાસું પણ એટલું જ મજબૂત હોય છે.

આ શહેરમાં જેટલા વિદ્યાર્થીઓ,ટોપર હોય છે, એના કરતાં વધારે જાકુપીના ધંધા કરવાવાળા હોય છે.

આ શહેરમાં જેટલુ યુવા ધન છે, એના કરતાં, વધારે, ગરીબ વિચારધારા ધરાવતા, મચ્છર છે.

અહીં સવારે કુણી લાગણી જોવા મળે છે તો, સાંજે, કઠોર હૃદયના ખૂની ખેલ પણ, જોવા મળે છે.

બે વર્ષથી, એકના એક સમાચાર વારંવાર, અસંખ્ય છાપાઓની હેડ લાઇન બનતા હતા.

અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, ફલાણા ફલાણા વિસ્તારમાંથી ફલાણી, ફલાણી, ઉંમરના યુવાનની મળી લાશ.

આવી ઘટના વારંવાર બનતી હતી પણ, સ્થળ અને કાળ દર વખતે, અલગ અલગ છાપે ચડતા હતા.

કેટ કેટલાય પ્રયત્નો પછી પણ, અમદાવાદની પોલીસ આ વાતનો તાગ ન શોધી શકી એટલે, હવે ઘટનાનો તાગ મેળવવા માટે, આખું ખાતું ગાંડું બન્યું હતું.

ઇન્સફેક્ટર જાડેજાએ તો, જાહેરાત પણ કરી દીધી હતી કે, આ ઘટનાની તમામ માહિતી જે વ્યક્તિ શોધી લાવશે એને, પુરા એક લાખનું ઇનામ આપવામાં આવશે.

શ્રુતિના ચાર સેમ પુરા થઈ ગયા એટલે, એ, અમદાવાદની ખુંખાર ટોળકી સાથે સારી રીતે ભળી ગઈ હતી. શ્રુતિને આ રસ્તે દોરી જનાર એની પ્રથમ કોલેજિયન દોસ્ત, મનીષા છે.

મનીષા શહેરના અનેક ધનવાન છોકરાઓને ફસાવીને, રૂપિયા પડાવવાનું કામ કરતી. શ્રુતિ કોલેજમાં આવી એટલે, તરત તેની દોસ્ત બની ગઈ.

મનીષા પણ, આ સ્વરૂપવાન શ્રુતિની દોસ્તીથી ખૂબ ખુશ હતી. એ એવું ધારતી હતી કે, જો આ મારી જાળમાં ફસાઈ જાય તો, વધુ કમાણી થાય એમ છે.

શ્રુતિની નાદાની કહો કે, નકટાય. મનીષા છ જ, મહિનામાં, એની ચાલ મુજબ સફળ થવા લાગી. એક વર્ષ પૂરું થયું ત્યાં તો, શ્રુતિ પુરે પુરી, મનીશાની ચાલમાં આવી ગઈ.

કેટલાક કહેવાતા મોટા માથાના હાથ નીચે રહીને, મનીષા અને શ્રુતિ, હવે ફૂલ જોશમાં પોતાના મિશન મુજબ, અઢળક રૂપિયા રળવા લાગ્યા. આ બંને ડાકણ જરૂર પડે ત્યાં, ખૂની ખેલ ખેલવામાં પણ, પાછી પાની ન કરતી.

આ બેયે મળીને, થોડા જ, સમયમાં, વીસેક યુવાનોને, ખુંખાર માથા પાસે પિંખાવી નાખ્યા છે.

ઇન્સફેક્ટર જાડેજા એક દિવસ સાંજના સમયે ઓફિસમાં બેસીને, આ વાતને ઉકેલવાના વિચારો કરી રહ્યા હતા. આ સમય દરમ્યાન, એના મોબાઈલ પર, ચાંદખેડાથી ગોહિલ સરનો ફોન આવ્યો. જાડેજાએ કોલ રિસીવ કર્યો કે, તરત, એના કાને એક પછી એક, શબ્દો પડવા લાગ્યા.

જાડેજા સાહેબ હું, ચાંદખેડાથી p k,. ગોહિલ વાત કરું છું. સર, હમણાં અહીંથી, ખૂબ મોંઘી કહી શકાય એવી બે કાર પસાર થઈને ગાંધીનગર તરફ ગઈ છે. આ બંને કારમાં, યુવાન પુરુષ સાથે, યુવાન છોકરી બેઠી છે.

આ કાર પસાર થયા પછી, બરાબર દસ મિનિટ, થઈ ત્યાં, એક ઇકો ગાડી અહીંથી એ જ, દિશામાં ગઈ છે. આ ગાડીમાં, ચાર પાંચ વ્યક્તિઓ મો પર, રૂમાલ બાંધીને બેઠા હતા. મેં આ ગાડી રોકવાની કોશિશ કરી પણ, એ રોકાયા નહીં.

આટલું સાંભળ્યા પછી, જાડેજા વચમાં જ, બોલી ઉઠ્યા, આ અંગે ઊંડી તપાસ થવી જ, જોઈએ. તમે ત્યાંથી એક કાફલો એ દિશામાં રવાના કરો ત્યાં, હું અહીંથી એક કાફલો લઈને આવું છું.

ગાંધીનગર રોડે ચાલતી બંને કારનું અંતર ખૂબ નજીવું કહી શકાય એટલું છે.

અડાલજનું સ્મશાન નજીક આવ્યું ત્યાં, ઇકો ચાલકે ઇકો આડો ઊભી રાખીને, એક સાથે ચાલતી બંને કારને રોકી લીધી.

કાર રોકાય ગઈ એટલે, ઇકો ગાડીમાંથી, ઉતરેલા હથિયાર ધારકો, બંને કારમાં ઘુસી ગયા. આ જોઈને, મનીષા અને શ્રુતિ ગભરાટ અનુભવતા હોય એવો ડોળ કરવા લાગ્યા.

કારમાં ઘુસેલ હથિયાર ધારક છરીના જોરે, રોક જમાવવા લાગ્યા. ટુકડીના માણસોએ સ્મશાન તરફ કાર ચલાવી. બંને કારમાં બેઠેલા નિર્દોષ યુવાનો સમજી ગયા કે, નક્કી કંઈક નવા જૂની થવાની છે. 

સાવ સુમસામ જગ્યા આવી ગઈ એટલે, કારના પૈડાં થોભી ગયા.

મનીષા અને શ્રુતિ નીચે ઉતરી ગયા એટલે, ખુંખાર માણસોએ, છરીના ઘા મારીને નિર્દોષ, બે યુવાનોને નીચે ફેંકી દીધા.

આ ઘટના પછી, ઇકો ગાડી સાથે, બીજી બે ગાડી, ફરી અમદાવાદ તરફ આવવા લાગી. આવખતે મોંઘી કહી શકાય એવી બે કાર, મનીષા અને શ્રુતિ ચલાવી રહ્યા છે.

ગોહિલ સરનો કાફલો ગાંધીનગર તરફ આવી રહ્યો હતો. જોતજોતામાં તો, એની બાજુમાંથી ત્રણેય ગાડીઓ પસાર થઈ ગઈ.

આ ઘટના પછી તરત ગોહિલ સાહેબે જાડેજાને કોલ કરી પૂછ્યું કે, ક્યાં પહોંચ્યા છો તમે ? તરત સામો જવાબ મળ્યો કે, અમે સારથી બંગલો પહોંચ્યા છીએ. આ સાંભળીને તરત ગોહિલ સાહેબ બોલ્યા. જાડેજા d c i s સર્કલ પર, નાકા બંધી કરો. ગાડીઓ એ તરફ જ, આવી રહી છે.

ગોહિલ સાહેબના કહેવા મુજબ, સર્કલ પર, નાકા બંધી થઈ ગઈ.

જોતજોતામાં આ જગ્યા પર, ત્રણેય ગાડીઓ આવી ચડી. સર્કલની ચારેય બાજુ નાકા બંધી જોઈને, મનીષા અને શ્રુતિ ગભરાઈ ગયા. એને કંઈ જ ઉપાય સૂજ્યો નહીં એટલે, કાર અચાનક ત્યાં ઊભી રહી ગઈ. આસપાસ ઉભેલી તમામ પોલીસ બંને કારની ફરતે વીંટળાઈ ગઈ.

બંને કારની અંદર બેઠેલ પુરુષોના કપડાં પર, લોહીના ડાઘ જોવા મળ્યા એટલે, વધુ તપાસ માટે, બેય ગાડીઓને પોલીસ સ્ટેશન તરફ લઈ જવામાં આવી.

આ બંને ગાડીઓ પોલીસ સ્ટેશન પહોંચી એને 10 મિનિટ થઈ ત્યાં, ગોહિલ સર સાથે, ઇકો ગાડી પણ, સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવી ગઈ.

ઊંડી તપાસના અંતે જાણવા મળ્યું કે, રૂપિયાની લાલચથી આ ટુકડી આવા કામ કરી રહી છે. આ ઘટનાનું મૂળ મનીષા અને શ્રુતિ છે.

દરેક છાપામાં હવે પછી સમાચાર ખૂનના જ આવ્યા પણ, કંઈક જુદી રીતે.

અમદાવાદ વિસ્તારમાં ખેલાતો ખૂની ખેલ થશે આજથી બંધ.

જાડેજાના કહેવા મુજબ, મનીષા અને શ્રુતિ સાથે સામેલ તમામ ગુનેગારોને, કાયદાની રુએ ફાંસીની સજા ફરમાવવામાં આવે છે.


Rate this content
Log in

More gujarati story from કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Similar gujarati story from Crime