ટીવી જોવું નહિ
ટીવી જોવું નહિ
એક ગામ હતું. તે ગામમાં એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ હોશિયાર હતો. તે ભણવા બાબતે પણ હોશિયાર પણ તેની એક જ ખોટી ટેવ હતી. નિશાળેથી ઘરે આવીને સીધો ટીવી જોવા બેસી જતો. તે લગભગ 12વર્ષ નો હતો. તેના મિત્રને પણ મદદ કરતો. તેને ના આવડે તો શીખવાડતો. લખાવતો અને તે છોકરાઓ સાથે મળીને રહેતો. તે દરરોજ નિશાળે જતો. પછી ઘણા દિવસો બાદ તે ટીવી જોવાના લીધે આંખમાં નંબર આવ્યા.
એ ચશ્મા પહેરવા લાગ્યો પછી તેને બધા જ છોકરાઓ ચિડાવવા લાગ્યા. અને બેટરી-બેટરી કહીને બોલાવા લાગ્યા. તેને ખૂબ જ ગુસ્સો આવતો. અને એ ભણવા ના જતો. તે ભણવા ન જવાના કારણે નપાસ થયો. અને ભણતર છોડી દીધું. તે મજૂરી કરવા લાગ્યો. પછી તેને લગભગ ૨૦ વર્ષ બાદ પરણાયો. પછી તે મજૂરી કરીને તે તેનું ઘર ચલાવવા લાગ્યો. તોય પણ ટીવી જોવાનું ના ભૂલતો. પછી એના ટીવી જોવાના કારણે તેને આંખોથી ઓછું જોવા લાગ્યો. તે પછી સ્માર્ટફોન વાપરવા લાગ્યો. અને લગભગ ૪૫ વર્ષમાં આંધળો થઈ ગયો. પછી તેનું સંચાર તેની પત્ની ચલાવવા લાગી. અને તે બાળપણમાં મજૂરી કાઢ્યુ. હવે તે યુવાનને પસ્તાવો થવા લાગ્યો. મેં ટીવી ના જોયું હોત. અને ભણતર છોડી હોત તો તો મારે આવા દિવસો ના દેખાવા પડોત. અને ટીવી કારણે મારુ ભણતર છોડ્યું. અને હું આંધળો થઈ ગયો.
