કાચબો, દેડકો, માછલી
કાચબો, દેડકો, માછલી
એક ગામ હતું. ગામમાં એક તળાવ હતુ. તળાવમાં ઘણા બધા કમળના ફૂલો હતા. તેમાં બતકો પણ હતી. તેમાં દેડકા, કાચબા, અને માછલી પણ રહેતી હતી. તે ખુબ જ ખુશીથી રહેતા હતા. તળાવથી થોડે દૂર એક વૃક્ષ નીચે સાપ રહેતો હતો. તેમાંથી દેડકા ખાઈ જતો હતો. આ બધું જોઈ ને બધા હેરાન થતા.
એક દિવસ માછલી કાચબો અને દેડકા પ્લેન બનાવ્યો. કાચબાએ કીધુ કે હું કોઈપણ માણસને આવતો દેખાય તો તમને હું કહીશ કે ડેડકા ભાઈ જાઓ માછલને ઘડીક વાર તળાવને કિનારે આવવાનું. દેડકો જાય છે. ત્યાં પેલો માણસ ને જોઈને કાચબો દેડકાને કહે છે. માછલીને કિનાર પર આવવાનું કહો ત્યાં માણસ આવે છે. અને જુએ છે કે માછલી તળાવને કિનારે ફરતી હોય છે. આ જોઈને માણસ ને ખૂબ સારું લાગે છે. ત્યાં તેની પાછળ સાપ આવે છે. અને માણસને કરડવાનું કરે છે. પણ માણસ જોઈ જાય છે. અને સાપ ને મારી નાખે છે. અને હવે બધા તળાવમાં શાંતિથી રહે છે.
