પાલન કરવું જોઈએ
પાલન કરવું જોઈએ
એક ગામ હતું. તે ગામમાં એક યુવાન રહેતો હતો. તેનું નામ હરેશભાઈ હતું. તેમને ગાડીઓ કે મોટરસાઈકલ ચલાવવાનો બહુ જ શોખ હતો. અને તેણે એક પત્ની પણ હતી પત્નીનું નામ સોનલ બેન હતું. અને તેણે ત્રણ છોકરાઓ અને બે છોકરીઓ હતી. અને હરેશભાઈ ખુબ જ ઝડપથી મોટર સાઈકલ કે ગાડીઓ ચલાવતો. તે હેલ્મેટ ના પહેરતો. અને મોટર સાઈકલ પર બે થી ચાર જણાને બેસાડતો. હરેશભાઈ ને એક દિવસે હેલ્મેટ પહેરવા ન હતું. અને તે મોટર સાઈકલ લઈને જતો હતો. ત્યારે એક પોલીસે તેને પકડ્યો. તેના પાસે આરસી બુક કે લાયસન્સ ન હતું. તે પોલીસે ૧,૦૦૦નો દંડ પાડ્યો. તે 1000 રૂપિયા આપીને ઘરે આવ્યો તે ખૂબ જ કંટાળી ગયો હતો.
એક દિવસ મસ્ત મજાની ગાડી લઈને જતો હતો. ત્યારે તેને ગાડી રોંગ સાઈડમાં ચલાવી અને તે ગાડીમાં આપેલો બેલ્ટ ન હતો પહેરવા. ત્યાં આગળ એક મોટો ઓફિસર તેનું નામ દેવાભાઈ. તેને ગાડી રોંગ સાઈડમાં ચલાવવાના કારણે ગાડી ઊભી રખાવી. અને પોલીસ થાણે લઈ ગયા. અને પુરાવા ન હતા તેના કારણે પાંચ હજાર દંડ પડ્યો. તે પછી ઘરે આવ્યો તેના થોડાક દિવસ બાદ એ મોટરસાઈકલ લઈને જતો હતો. ત્યારે તેને હેલ્મેટ પહેરવા ન હતું. અને એક્સિડન્ટ થયું. અને તે મૃત્યુ પામ્યો. અને તેની પત્ની વિધવા બની. અને દીકરાઓ અને દીકરાઓ રોવા લાગ્યા. તેથી આપણે મોટરસાયકલ કે ગાડીનું ધ્યાન રાખવું જોઈએ.અને સિંગનલ ધ્યાન રાખવું જોઈએ.
