STORYMIRROR

Vijay Shah

Inspirational Tragedy

3  

Vijay Shah

Inspirational Tragedy

ટેસ્ટનું પરિણામ

ટેસ્ટનું પરિણામ

1 min
28.5K


ડોક્ટરે જ્યારે એચ.આઇ.વી. ટેસ્ટ કરવાનું કહ્યું ત્યારે દર્શનનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ. ડોક્ટરના મતે આ ફોડલીનું કારણ જાણવું જરૂરી છે. તેણે દર્શનાને ફોન કરીને કહ્યું, "ડોક્ટર એચ.આઇ.વી. રોગની તપાસ કરવા કહે છે. અને આ બધા રોગ મને થવાનું તો કોઇ જ કારણ નથી."

દર્શના પણ વિચારમાં તો પડી જ ગઈ.  

ટેસ્ટ માટે પેથોલોજીસ્ટને ત્યાં જઈને લોહી આપ્યું ત્યારે ટેકનિશિયનને પણ નવાઇ લાગી.

"દર્શનભાઇ, તમને આ રોગ હોય તેવું માનતો નથી. ખૈર, હજાર રુપિયા થશે. કાલે સાંજે પરિણામ આપીશ.

દર્શનાનો ફોન ફરીથી રણક્યો. "દર્શન ગૂગલ ઉપર એચ.આઇ.વી.ના કારણો જોયાં તો તે તો બહાર ભટકતાં લોકોનો રોગ છે. તું ક્યાંય બીજે જાય છે?"

"ચલ રે! ગાંડી થઈ છે? તું પણ… બહાર જવા જેવા કોઇ કારણો તે કદી આપ્યા જ નથી."

"તો ડોક્ટર કંઇ અમસ્તો જ ટેસ્ટ કરાવે?"

અજંપાભર્યા અવિશ્વાસમાં પતિ પત્નીએ રાત કાઢી.

ડોક્ટરની ઓફીસે સાંજે છ વાગ્યે રીપોર્ટ લેવા ગયા ત્યારે બહાર વેઈટીંગ રુમમાં હતાં ત્યારે પેથોલોજીસ્ટ અને ડોક્ટરની વાતમાં થોડાક શબ્દો દર્શના અને દર્શને સાંભળ્યા. "તમે કહેતા હતા તેમ તમારી એચ.આઇ.વી.ની કીટ એક્સપાયર્ થતી હતી બચાવી તેનું કમીશન ૩૦૦ તો જોઇએ જ ને…"

દર્શનાની આંખમાં શરમ અને દર્શનની આંખમાં હાશ દેખાઇ… ટેસ્ટનું પરિણામ જાણવાની હવે કોઇ જરૂર જ નહોતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational