rekha shukla

Inspirational

4  

rekha shukla

Inspirational

ટેકનોબલા

ટેકનોબલા

4 mins
179


'ઉસ્માન તનેના પાડી તો પણ તું નવી ગેમ લઈ જ આવ્યોને' અમ્મી એ નિઃસાસોનાંખતા બોલવાનું ચાલુ રાખ્યું.. 'તમને ખબર નથી બચ્ચા કે આ બધું ક્યાં જઈને અટકશે !ના જાણવા માટે પણ કારણ હશે.. !'

રુબિસ્ક્યુબને એક હાથથી ગોળગોળ ફેરવતા બીજા હાથે વીડિયો ગેમને ડીવીડી પ્લેયરમાંનાંખતા ઉસ્માન બોલ્યો...' યુ મીન ક્યુરોસિટી કિલ્ડ ધ કેટ..!! 'અમ્મી સાંભળવા છંતા જવાબ આપવા રાજી ન્હોતા. બીજા રમાંપ્રવેશી આંખ આડા કાન કરી સફાઈમાં લાગી ગયા. ઉસ્માન પોતાની ગેમમાં મશગુલ થઈ ગયો. અબ્બુની શીપનું કામ મોટો ભાઈ સંભાળતોનેનાની તસ્મીનને લીલા લહેર હતા.

તસ્મીન બાર વર્ષની હતી, સમજુ હતી પણ ટીખળ તોફાનમાં નંબર વન હતી. લાગ આવે ઉસ્માનને હેરાન કરતીને મજા માણતી. વર્કનું પ્રેશર વધે તો મોટો પોતાનો રુમ બંધ કરી કામ કરતો..કોઈ તેને બોધરના કરતું...પ્રાઈવસીની આમન્યા જળવાતી. અવળચંડા ઉસ્માનને જેમ જેમના પાડી તેમ તેમ વધુને વધુ વીડિયો ગેમમાં ઇન્ટરેસ્ટ પડતો ગયો અને જોવાની વાત તો તે હતી કે તે બધાને હરાવીને જ પાછો આવતો.નેટ પર જ્યારે બધુ જ ઉપલબ્ધ છે.

ઉસ્માન હવે ઉસ્તાદ ઉસ્માન તરીકે ઓળખાતો હતો. આ વાતની ઘરવાળાને ખબર નહોતી. ક્યાંથી કુરેશીની ઓળખાણ થઈ તે અમ્મીને તો ખબર નહોતી. પણ તે લંડનથી આવ્યો છે તેટલી ખબર હતી. બધુ કરવામાં એક્કોને એટલી ભોલી સૂરત કે સૌને શરીફ જ લાગતો. ચંદ દિવસોમાં ગેહરી દોસ્તી થઈ ઘર પર છવાઈ ગયેલો... અમ્મી નો લાડલો થઈ ગયો. ઉસ્માનને કુરેશીને સામેથી આવતા જોઈને અમ્મી બોલ્યા કે ' રબ ઇન

દો નો કી જોડી સલામત રખ્ખે. 'ટેકનો સેવી જે લોકો છે તે તો જાણે છે જ કે ઇટ્સ કમ્પ્યુટર યુગ. સુવિધા

તેટલી અગવડતા- ન્યુસંસ પણ ખરું જ. પણ ચુટકીથીમાંડી બે-બે (દાદી) બધાને ફોન વગરના ચાલે. પણ દાદીના હાથમાંથી ફોન પડ્યોને બધા ચમક્યા.. ' ક્યાં હુઆ બેબે કો ?' ફોન ઉઠાવીને અમ્મીપણ ચીખ પડી. હા ઉસ્માનને કુરેશી પકડાયા છે તે ન્યુઝ દાદી જોઈ રહ્યા હતાને અમ્મી જોઈને ચીખી પડેલ.. અમ્મી બોલ્યા 'જિસ બાતકા ડર થા વહી હુઆ.. મૈં તો કબ સે કેહ રહી પર કોઈ સુનતા નહીં..

અબ ક્યા હોગા ? અય ખુદા, પરવરદિગાર મેરે લાલ કો બચા લે.' મારામારીની વીડિયો ગેમની અસર હોય છે ખરાબ.. જીતવું એજ શીખેલો ઉસ્માન કોઈ પણ રીતે હારવામાંગતો નહોતોને લંડન રિટર્ન કુરેશી શોર્ટ કટ જાણતો.. ફૂંક મારતો જાયને ડંખ મારતો જાય. ઘરમાં જ સુરંગ..પાળી પોષીને રોજ મોટી થાય અમ્મી શું કરવામાંગતા હતાને શું થઈ ગયું બેબેને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મોટોને અબ્બુ ઘર-હોસ્પિટલ-ઓફિસની દોડધામમાં અચાનક ઘરડા દેખાયા.

ક્યારે આવી ગઈ સફેદી માથે આજે અરિસો મજાક કરી રહ્યો છે. ઉસ્માને દિલથી સોરીમાંગીને કમ્યુનિટી સર્વિસ પર થોડી રહેમ થઈ ખરી.

પરવરદિગારેઆલમનું એહસાન માની અમ્મી કુરેશીથી દૂર રહેવાની વાત કહેતા બોલ્યા..' અબ તુ ઉસ સે

કભી નહીં મિલેગા. સોબત ઉસ્કી અરછી નહીં પુત્તર .. અબ કી બાર હો ગયા કોઈ ગલ નહીં, ગર તું વાપિસના જાય ઉસકે ઘર..મુજે વો બંદા ઠીકના લગે.' ન્યુઝમાંનાના ધમાકાથી થયેલા નુકસાનની વાત ચાલતી હતી. પણ બીજા કોઈ ક્રિમિનલ રેકોર્ડના હોવાથી ઉસ્માનને રજા મળી હતી. જ્યારે કુરેશીને તો ડીપોર્ટ કરેલો એના આવાનાના મોટા કારનામોથી કંટાળીને. ટેકનોલોજી નો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે !! કેટલું બધું જરૂરી છે. આજેતો ગુગલ કરોને આન્સર હાજર... ગુગલ છે કે બિરબલ? ભોળું માનસ કેન ગેટ મેન્યુપલેટૅડ સો ફાસ્ટ અને તેથી બાળમાનસ (ચાઇલ્ડ સાયકોલોજી) શાસ્ત્ર શિખેલી અમ્મી એ ઉછેરમાં કોઈ કમી ન્હોતી રાખી. પણ સંગ તેવો રંગ !! બાર વર્ષની તસ્મીન હંમેશા નવું શીખે ક્રાફ્ટ વર્ક કરે, આર્ટ શીખે, ફ્લાવર્સ ડેકોરેશન શીખેને અમ્મી ખૂબ ખુશ થાતા...પણ એમને પણ વિશ્વાસના આવ્યો કે શું એના રૂમમાં આજે તો ત્રણથી ચાર વાર આંટા માર્યા.

'તસ્મીન મેરા અરછા બચ્ચા, પુત્તર આરામ સે બૈઠો.. આજક્યા કર રહે હો? 'ને તસ્મીન બોલી 'અમ્મી આપકો મુજે સર્પ્રાઈઝ દેનીથી પર આપ અંદર આ હી જાતે હો તો લો દેખો ... મૈં આપકેલિયે કાર્ડ બના રહી હું.. હેપ્પીવાલા બર્થ-ડે આનેવાલા હૈં ન '

બે વર્ષમાં માત્ર ચૌદ વર્ષની તસ્મીનના ઘડીયા લગ્ન લેવાયાને તેની વિદાય સમયે ઉસ્માન હાજર ન્હોતો. ઉસ્તાદો કા ઉસ્તાદ બની ગયેલો ઉસ્માન ઘરથી લાપતા હતો. અબ્બુને અમ્મીની રોકટોક હેઠળ એને રહેવું નહોતું ફ્રીડમ માટે- દેશ માટે-પોતાની કુરબાની દેવા માટે તૈયાર કરવામાં આવેલો ઉસ્માન પહેલા જેવો ઉસ્માન રહ્યો નહોતો. એ જિહાદી બની ગયેલો. તેથી જ અમ્મી-અબ્બુ એ તસ્મીનના લગ્ન જલ્દી કરી દેવાનું વિચારેલું. કમ્પ્યુટરમાં આવેલા મેસેજીસ એફ.બી.આઈ વાળા એ વાંચ્યાને છેવટે તો તેનાનામે વોરંટનીકળેલું. ટ્વીટર-ફેસબુક-જેવા માધ્યમ પર પણ ઉસ્માનની તસ્વીર જોઈ અમ્મી રડતા. તેથી તસ્મીનના લગ્ન ધામધૂમથી નહીં પણ સાદગીમાં પતાવ્યા એનું અમ્મીને દુઃખ હતું. અબ્બુ તો રડયા જ કરતા.મોટાને તો વધુ સ્ટ્રોંગ બન્યા વગર છૂટકો જ નહોતો. ઓફિસના કામ દેરથી ફિનિશ કરતોનેમાંડ રાત પડે ઘર ભેગો થાતો. અમ્મીને જુઓ તો યંત્રની જેમ ઘડિયાળના કાંટે કામ કર્યા કરતા

જોઈ અબ્બુ ફરી ફરી રડી પડતા. બેબેને હાર્ટ નબળું પડી જવાથી દાખલ કરેલા હજુ પાછા જ આવ્યા. . આમાં અચાનક કુરેશીની મોમ ઘરે લેપટોપ પાછુ દેવા આવી ... અમ્મીને તો શું બોલવું તે કંઈ સુઝે તે

પહેલા મૂકીને 'ઇટ્સ યોર્સ' કહીને પવન વેગે ભાગતા જોઈને"અરે, મગર હમે નહીં ચાહિયે." અમ્મી બોલી પણ પાછળ ફરીને લેપટોપ જ્યાં ખોલ્યું ત્યાં જ મોટો ધટાકો થયો...અમ્મી- બેબે અબ્બુ બધાની ચીસ ચોતરફ ગુંજી ઉઠી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational