તિરંગો
તિરંગો


આજની ગેઇમ હારવાની હતી. આ ગેઇમ હારવાના પાંચ કરોડ રૂપિયા મળવાના હતા. આ ગેઇમ ઉપર આધાર હતો કે વર્લ્ડ કપ મળે કે નહી. દેશની ઈજ્જતનો સવાલ હતો. કેપ્ટન શર્મા પોતાના મગજ સાથે પોતાના આત્મા સાથે લડાઈ લડી રહ્યા હતા. સામેની પાર્ટી પાસેથી પૈસા મળ્યા હતાં મેચ ફિક્સીંગના. હવે એના ઉપર આધાર હતો કે આ ગેઇમ કઈ તરફ લઇ જાય.એ પસીનો લૂછતા કેબિનમાંથી બહાર નીકળ્યા. હાથમાં બેટ અને
ial;">પગમાં પેડ બાંધેલા હતા. કેપ્ટન ઉંચા અને દેખાવડા હતા. ભારતની કેટલી યુવતીઓ એના માટે જાન આપવા તૈયાર હતી.
એમણે એક નજર ઊંચી કરીને વિરોધ પક્ષના કેપ્ટન સામે જોયું. એ કેપ્ટને આંખ મારી. પાંચ કરોડ, પાંચ કરોડ, પાંચ કરોડ. એના મગજમાં રેકોર્ડિંગ વાગી રહ્યું હતું. બેટીંગ શરુ કરી. રન પર રન થવા લાગ્યા. સામેનો કૅપ્ટન ગુસ્સે થઈ રહ્યો હતો. કૅપ્ટન શર્માએ વિચાર્યું બસ આ બોલે આઉટ થઇ જઈશ. એટલામાં બ્રેક પડ્યો અને એક સાત વરસનો છોકરો તિરંગો લઈને ગ્રાઉન્ડ પર આવી ચડ્યો અને કૅપ્ટન સામે ધસી ગયો અને કૅપ્ટન નીચે નમીને એ છોકરાને ઊંચકી લીધો તો છોકરા એ એક પપી એના ગાલ પર ચોડી દીધી અને ધીરેથી એના કાનમાં કહ્યું," જયહિન્દ "
ભારત મેચ જીતી ગયું. વિદેશી લોકોના ચહેરા ઉતારી ગયા.