સ્વતંત્રતા
સ્વતંત્રતા


એક સ્ત્રી ગમે એટલી સફળ હશે કે સફળતા એના કદમોમાં હશે પણ જેવી એ ઘરમાં પગ મુકશે કે તરતજ એ એક સામાન્ય સ્ત્રીની જેમ સહજ રીતે પોતાના પરિવારને અપનાવી લેશે. એક ગૃહિણી તરીકે ઘર સંભાળી લેશે. એક મા બની સંતોનો સાથે એમના જેવી થઈ જશે. ઘરની વહુ બની બધીજ ફરજ પૂરી કરશે. આખી દુનિયાથી થાકેલી પોતાના પતિ પાસે પ્રેમથી જઈ અને પૂર્ણપણે એનીજ બની રહેશે.
એજ પતિ એને ધુત્કારે કે અબોલ પ્રાણી જેવું વર્તન કરશે તો એ ક્યાં જશે ? સવારે જે સ્ત્રી જાહેરમાં સ્ત્રીઓ પર થતા અન્યાય સામે જોરશોરથી બોલીને આવે છે અને રાત્રે એજ એનો ભોગ બને છે. શું એક સ્ત્રીને સાચી સ્વતંત્રતા મળી શકશે ?
આ જ છે આપણ
ા સમાજની નગ્નતા, કડવી પણ ખરા સોના જેવી સાચી. ગમે એટલો સમાજમાં સુધારો લાવો પરંતુ વાણી અને વર્તનમાં બદલાવ ન આવે ત્યાં સુધી કોઈ જ સમાજમાં કંઈજ સુધારો આવવાનો નથી. રામે સીતાનો હંમેશા ત્યાગજ કર્યો છે, આજીવન સીતા એ અગ્નિ પરીક્ષાજ આપી છે. કારણ રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા એટલે એમને એ સાચું લાગ્યું હશે. પરંતુ કૃષ્ણ એ હંમેશા સ્ત્રીઓને પ્રેમ અને સન્માનજ આપ્યા છે. બંને ભગવાનના ઉદાહરણ છે જ આપણી પાસે. ક્યારે મર્યાદામાં રહેવું અને ક્યારે સ્ત્રીને પ્રેમ, માન સન્માન આપવું. એ આપણા ધર્મ ગ્રંથો પુરુષોને શિખ આપેજ છે. બધા જ રીત રિવાજો, ધર્મો, માન મર્યાદા સ્ત્રીઓ માટે તો શું પુરુષો માટે ફક્ત સ્વચ્છદંતતા ?