Kinju Desai

Fantasy Thriller inspirational

4.0  

Kinju Desai

Fantasy Thriller inspirational

સ્વપ્ન

સ્વપ્ન

2 mins
263


“સ્વપ્ન” (માઈક્રોફિક્શન વાર્તા) 


ડરેલા અવાજે દિવ્યાએ રિક્ષાવાળાને કહ્યું, ‘મને અહિયાં ઊતારી દો, હું ચાલતી જતી રહીશ.’

દિવ્યા અને દ્રષ્ટિ દરરોજ સાંજે સાથે કોચિંગ ક્લાસ જતી પરંતુ આજે દ્રષ્ટિની તબિયત સારી ન હોવાથી દિવ્યા એકલી ગઈ. થોડીવારમાં દ્રષ્ટિને ઊંઘ આવી ગઈ.

શિયાળાની સાંજના સાડાઆઠ વાગ્યે દિવ્યા કલાસમાંથી છૂટી અને પહેલી જે રીક્ષા મળી એમાં બેસી ગઈ. ‛કહા જાના હે?’ રિક્ષાવાળા એ પૂછ્યું.

દિવ્યા એ કહ્યું, ‛શાંતિનગર સોસાયટી’.

કરોળિયાની જાળમાં ફસાઈ હોય એવો અનુભવ દિવ્યા ને થવા લાગ્યો. સાઈડ ગ્લાસ સિવાય રિક્ષામાં નાનાં-નાનાં કાચ અને રિક્ષાવાળાની એ નજર... દિવ્યા એ વિચાર્યું, બીજી રીક્ષા માટે થોડીવાર રાહ જોઈ હોત તો સારું હતું. તેનાં તનમન અસ્વસ્થ થઈ ગયાં, વાળની લટ પરસેવાથી ભીંજાઈ ગઈ.

દિવ્યા એ ફરીથી થોડી હિમ્મત સાથે કહ્યું, ‛રીક્ષા ઊભી રાખો, મારે અહીંયા જ ઊતરી જવું છે.’

રિક્ષાવાળા એ એક્સિલેટર પર જોર આપ્યું અને કહ્યું, ઉસ દિન તેરી સહેલી ને સબકે સામને મુજે બેઈજ્જત કીયા થા ના, આજ વો નહીં હે તો ક્યાં ! ઉસકા બદલા મેં તુજસે લુંગા.

દિવ્યા બરફની જેમ થીજી ગઈ, તેનું શરીર ધ્રૂજવાં લાગ્યું. હવે શું કરવું? રિક્ષાવાળાનાં ઈરાદા અને ઈશારા જોઈને એકવાર તો તેને થયું કે રિક્ષામાંથી જ કૂદી પડું, પણ તેણે પહેલું પ્રાધાન્ય ઘરે કોલ કરીને જાણ કરવાને આપ્યું. તરત જ દિવ્યા એ મોબાઈલ લીધો અને ઘરે કોલ કરવા લાગી. 

પણ, રિક્ષાવાળો કાચમાં જોઈ ગયો અને મોબાઇલ ઝુંટવી લેવાં પાછળ ફર્યો. ‛અરે રે... સામે ટ્રક...’ એજ ક્ષણે દિવ્યા બોલી ઊઠી. પળવારમાં ડામરનાં એ રોડમાં લાલ રંગ ભળી ગયો... 

અચાનક ગભરાયેલી દ્રષ્ટિ જાગી ગઈ...



✍Kinju_Desai


Rate this content
Log in

Similar gujarati story from Fantasy