STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

સૂર્ય ચંદ્ર

સૂર્ય ચંદ્ર

2 mins
170

આપણે નાના હતા ત્યારે ઘણી વાર્તા સાંભળતા એક તો ચાંદામામાની અને બીજી સૂરજદાદાની વાર્તા દાદીની હોય કે સ્કૂલમાં ટીચરની ચાંદામામાં અને સૂરજદાદા વાર્તામાં હોય જ જો કોઈ કવિની કવિતા હોય તો એમાં ચાંદાનો ઉલ્લેખ હોય પ્રેમિકાના મુખ સાથે સરખાવે જેમ કે " દમયંતીનું મુખ તો ચંદ્રથી પણ રૂપાળું છે"

મયંક આજે સાંજે લાઈટ જતી રહી હોવાથી કંટાળી ગયો હતો આખુ ઘર માથે લીધું હતું દાદીમાએ મયંકને કહ્યું ચાલ તને આજ સાચી લાઈટ બતાવું આજ સુધી એવી લાઈટ કોઈ શોધી નહીં શક્યું મયંકને લઈને દાદીમા તો અગાસી પર ગયા અને ત્યાં જ ખાટલો ઢાળીને બંને સુતા દાદીમાએ વાર્તાની ઢબમાં જ વાત કહેવાની ચાલુ કરી, જો બેટા મયંક ચંદ્ર અને સૂરજ આપણને એક દિશા આપે છે, એક નિર્દેશ આપે છે, આપણે સવારમાં ઉઠીએ કે ના ઉઠીએ પણ સૂરજ ઊગી જ ગયો હોય આપણા વડવા કહેતા કે સૂરજ ઉગે એ પેલા ઉઠી જઈએ તેમજ આથમતા સમયે વાળુંપાણી કરી લઈએ તો જલ્દી સૂઈ પણ જઈએ જેથી આપણું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી જ રહેશે.

સૂરજ આપણને કુદરતી રીતે ઘણું આપે છે તેને આપણે દેવતાં માનીએ છીએ સુર્ય ચંદ્ર એક સૌરમંડળના જ સભ્યો છે જ્યારે સૌરમંડળનું નિર્માણ થયું ત્યારે બધા ગ્રહોની સૂર્યની આસપાસ ગોઠવણી થઈ અને ચંદ્રની આપણા ઉપગ્રહ તરીકે ગોઠવણી થઈ આપણે તેહવાર પણ સૂર્ય ચંદ્રને જોઈને ઉજવતા હોઈએ છીએ જેમ કે મકરસંક્રાંતિ, કડવા ચોથ વગેરે જેવા ઘણા તહેવારો છે દરિયામાં જે ભરતી ઓટ આવે એ પણ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરના લીધે આવે છે.

ચોમાસામાં તો સૂરજદાદા આપણી જોડે સંતાકૂકડી રમતા હોય છે તડકાની રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે જોવા મળશે શિયાળામાં ઠંડીથી બચવા તડકાનો શેક કરવા બહાર ઓટલે બેસી જઈએ ઉનાળામાં તો ભયંકર ગરમી પડે બહાર નીકળવાનું જ મન ના થાય જાણે સૂરજદાદા આપણા પર કોપાયમાન ના થયાં હોય.

 ચાંદને તો આપણા ગુજરાતી લોકગીતમાં પણ સ્થાન મળ્યું છે.

"શરદ પૂનમની રાતડી રે ચાંદની ખીલી છે બહુ ભાતની સૂની સૂની શેરીઓમાં ગોકુળની ગલીયોમાં રાસ રમવાને વેલો આવ આવ શ્યામ " મયંક તો આ વાત પુરી થાય એ પહેલા જ મીઠાં પવન સાથે તારલીયાની ભાત જોતા જોતા સૂઈ જ ગયો.

આપણા દિવસની શરૂઆત જ સૂરજના ઊગવાથી થાય છે રાત તો સરસ મજાના ચાંદ જોઈને થાય મસ્ત ચાંદલિયાના આછા અજવાળે મીઠી નીંદર માણતા માણતા ક્યારે સપનામાં ગરકાવ થઈ જઈએ એ પણ ખબર ના પડે સવાર પડતા જ સોનેરી સપના ભૂલીને રોજ એક નવી શરૂઆત કરવા લાગીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational