STORYMIRROR

NIKI JADAV

Tragedy Classics Inspirational

4.4  

NIKI JADAV

Tragedy Classics Inspirational

સત્ય હકીકત

સત્ય હકીકત

2 mins
282


બાજ પક્ષી પોતાના બચ્ચાના જન્મ પછી થોડાજ સમયમાં એને પોતાની પાખોમાં સમેટીને ઉપર આકાશમાં લઈ જાય છે. એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય. આટલે ઉપર જઇને એ સ્થિર થઈ જાય છે. અને  પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ.

એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચાને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાનની બુલંદીએ ઊડવાનું છે. નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું. પછી એ બચ્ચાને આટલી ઊચાઈએથી છૂટું મુકે છે.

આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે ! થોડું નીચે આવવાથી બચ્ચાની પાંખ ખુલવા લાગે છે અને ધરતીથી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધીમાં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !

એ હજુ વધુ નીચે આવે છે. પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીનથી 700-800 મીટ

રે ઊચાઇથી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગીની આખરી સફર છે. ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લ્યે છે અને એ પંજો એની માનોજ હોય છે જે એને નીચે પડતું મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે !

આવી ટ્રેનીંગ બાજ પક્ષી એના બચ્ચાને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ના શીખી જાય. મિત્રો આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાનમાં રાજ કરે છે અને એનાથી 10 ગણા વધુ વજન વાળા પક્ષીને પણ ઉપાડીને આસમાનની બુલંદીયો સર કરે છે !

આ વાર્તા કે જે એક સત્ય હકીકત છે એ અહી કહીને હું તમામ માબાપને કહેવા માગું છુ કે તમે તમારા બાળકોને છાતી એ ચીપકાવી ને જરૂર રાખો પણ એક બાજના બચ્ચાની જેમ એને દુનિયાની મુશ્કેલીઓથી વાકેફ પણ કરો, એનો સામનો કરાવો અને લડતા શીખવો.

હકીકતે આજના સમયમાં કાર્ટૂન, ટીવીમાં આવતા રિઆલિટી શો અને વિડિયો ગેમે આપણા બાળકોને બોઈલર મુરઘાં જેવા બનાવી નાખ્યા છે જેની પાસે પગ તો છે પણ ચાલી નથી શકતો અને પાંખ છે પણ ઊડી નથી શકતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy